GU/Prabhupada 0108 - છાપવું અને અનુવાદ ચાલુ રહેવા જ જોઈએ



Room Conversation "GBC Resolutions" -- March 1, 1977, Mayapura

તેથી કોઈ પણ રીતે, છાપવાનું અને અનુવાદ ચાલુ રહેવું જ જોઈએ. તે આપણું મુખ્ય કાર્ય છે. તે બંધ કરી શકાય નહીં. ચાલુ જ રહેવું જોઈએ. જેમ કે સતત, હવે આપણી પાસે ઘણું બધું હિન્દી સાહિત્ય છે. હું ફક્ત વળગી રહ્યો હતો, “હિન્દી ક્યાં છે? હિન્દી ક્યાં છે?” તેથી તે દેખાય તેવી સ્થિતિમાં આવ્યું છે. હું ફક્ત તેને પૂછ્યા કરતો હતો “હિન્દી ક્યાં છે? હિન્દી ક્યાં છે?” તેથી તેણે હકીકતમાં લાવી દીધું છે. તેવી જ રીતે, ફ્રેંચ ભાષા માટે પણ, ખુબજ અગત્યનું, આપણે અનુવાદ કરવું જોઈએ અને પુસ્તકો છાપવી જોઈએ, જેટલું બને તેટલું. "પુસ્તકો છાપો" એટલે કે આપણી પાસે પુસ્તક છે જ. ફક્ત તેને ચોક્કસ ભાષામાં અનુવાદ કરો અને તેને છાપો. બસ તેટલું જ. વિચાર પહેલેથી જ છે. તમારે વિચાર પેદા કરવાનો નથી. તો ફ્રાન્સ ખુબ મહત્વપૂર્ણ દેશ છે. તેથી છાપવાનું અને અનુવાદ કરવાનું ચાલુ રેહવું જ જોઈએ. તે મારી વિનંતી છે.