GU/Prabhupada 0113 - જીભને નિયંત્રણમાં લાવવી ખૂબ જ મુશ્કેલ છેLecture on SB 5.6.2 -- Vrndavana, November 24, 1976

તો રઘુનાથ દાસ ગોસ્વામીએ ખુબજ કડકાઈથી પાલન કર્યું, અને ચૈતન્ય મહાપ્રભુએ પણ કડકાઈથી પાલન કર્યું, અને રૂપ-સનાતને પણ ખુબજ કડકાઈથી પાલન કર્યું. એવું નહીં કે તે વૃંદાવનમાં રહે છે નાના કપડા પહેરીને અને તેથી તે રૂપ ગોસ્વામી જેવા બની ગયા છે... રૂપ ગોસ્વામી પૂર્ણ રૂપે સંલગ્ન હતા. નાના શાસ્ત્ર વિચારનૈક નિપુણૌ સદધર્મ સંસ્થાપકૌ લોકાનામ હિત કારીણૌ. તેઓ વૃંદાવનમાં હતા, પણ તેઓ હમેશા વિચારી રહ્યા હતા કેવી રીતે આ ભૌતિક જગતના લોકોનું હિત કરવું. જેમ કે પ્રહલાદ મહારાજ. શોચે તતો વિમુખ-ચેતસ (શ્રી.ભા. ૭.૯.૪૩). સાધુની ચિંતા ભટકેલા ભૌતિકવાદી વ્યક્તિઓ માટે વિચારવું તે છે. તેઓ હમેશા વિચારી રહ્યા છે, યોજના બનાવી રહ્યા છે કે કેવી રીતે તેમનો ઉદ્ધાર કરી શકે, જે કષ્ટ ભોગવી રહ્યા છે. આ સાધુ છે. લોકાનામ હિત કારિણૌ. સાધુ, એવું નહીં કે, "મે મારો વેશ એવી રીતે બદલી દીધો છે કે, લોકો મને લાગણીવશ રોટલી આપશે, અને હું ખાઈને સુઈ જઈશ." તે સાધુ નથી. સાધુ, ભગવાન, કૃષ્ણ, કહે છે સાધુ એટલે કોણ છે. અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક સાધુર એવ સ મંતવ્ય: (ભ.ગી. ૯.૩૦). તે સાધુ છે. જેણે પોતાનું આખુ જીવન કૃષ્ણની સેવા માટે સમર્પિત કર્યું છે, તે સાધુ છે. જો તેને થોડા અવગુણો પણ હોય... દુર્ગુણો, એક સાધુ પાસે અવગુણો ન હોઈ શકે, કારણકે જો વ્યક્તિ સાધુ છે, શરૂઆતમાં તેની કોઈ ખરાબ આદત હોય તો પણ તે સુધરી જાય છે. શશ્વદ ભવતી ધર્માત્મા. ક્ષીપ્રમ ભવતી ધર્માત્મા શશ્વચ-શાંતિમ નીગચ્છતી (ભ.ગી. ૯.૩૧). જો તે વાસ્તવમાં સાધુ છે, તો તેની ખરાબ આદતો શીઘ્ર સુધરી જશે, ટૂંક સમયમાં, એવું નહીં કે તે તેની ખરાબ આદતો પણ ચાલુ રાખે છે અને તે સાધુ પણ છે. તે ના હોઈ શકે. તે સાધુ નથી. હોઈ શકે કે તેની પૂર્વ આદતોથી, તેણે કોઈ ભૂલ કરી હશે. પણ તે માફ કરી શકાય છે. પણ જો, તે સાધુના નામ પર અને મુક્ત પુરુષ બની ગયો છે તેના નામ પર, બધા પ્રકારનું બકવાસ કરે છે, ત્યારે તે ધૂર્ત છે. તે સાધુ નથી. અપિ ચેત સુ દુરાચારો. ચેત, યદિ, જો, કોઈ અવકાશથી, તે શક્ય હોય. પણ જો તે કૃષ્ણ ભાવનામૃતમાં વળગીને રહેશે, ત્યારે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વચ-શાંતિમ નીગચ્છતી. શરૂઆતમાં કોઈ ભૂલ હોઈ શકે છે, પણ આપણે જોવું જોઈએ કે, "શું મારી ભૂલ હવે સુધરી ગઈ છે?" તે ધ્યાન રાખવું જોઈએ. ક્યારે પણ મન ઉપર વિશ્વાસ ન કરો. અહી તે શિક્ષા આપેલી છે. મન ઉપર ક્યારે પણ વિશ્વાસ ન રાખવો જોઈએ. મારા ગુરુ મહારાજ કેહતા હતા કે "ઊંઘથી ઉઠ્યા પછી, તમે તમારા જૂતા લઈને તમારે તમારા મનને સો વાર મારવું જોઈએ. તે તમારું પેહલું કાર્ય છે. અને ઊંઘતી વખતે, તમે એક ઝાડુ લઈને તમારા મનને સો વાર મારો. ત્યારે તમે તમારા મનને નિયંત્રિત કરી શકો છો. નહીતો તે ખુબજ મુશ્કેલ છે."

તો આ છે... મનને જોડાથી અને ઝાડુથી મારવું, તે પણ એક પ્રકારની તપસ્યા છે. આપણા જેવા મનુષ્યો માટે, જેમને મન ઉપર કોઈ નિયંત્રણ નથી, આપણે આ તપસ્યાનો અભ્યાસ કરવો જોઈએ, મનને જૂતા અને ઝાડુથી મારવું. ત્યારે તે વશમાં આવી શકે છે. અને સ્વામી એટલે કે જેને મન ઉપર નિયંત્રણ છે, વાચો-વેગમ, ક્રોધ વેગમ, ઉદર વેગમ, ઉપસ્થ વેગમ, મનસ વેગમ, ક્રોધ વેગમ, એતાન વેગાન યો વિશહેત ધીરઃ પૃથ્વીમ સ શિષ્યાત (ઉપદેશામૃત ૧). આ રૂપ ગોસ્વામીની શિક્ષા છે. ક્યારે આપણે વાચો-વેગમને વશમાં કરી શકીએ છે, આ ક્રંદન-વેગમ છે. (હસતાં) તેઓ નિયંત્રિત નથી કરી શકતા. તેઓ વશમાં નથી કરી શકતા. તેથી તેઓ બાળકો છે. બાળકને માફ કરી શકાય છે, પણ જો વ્યક્તિ આધ્યાત્મિક જીવનમાં છે, અને પોતાના ઇન્દ્રિયોને નિયંત્રિત નથી કરી શકતો, ત્યારે કોઈ આશા નથી. ત્યારે તેના માટે કોઈ આશા નથી. તેથી તેણે વશમાં કરવું જોઈએ. વાચો-વેગમ, ક્રોધ વેગમ, ઉદર વેગમ, ઉપસ્થ વેગમ. પણ સૌથી મુખ્ય વસ્તુ છે ઉદર વેગમ અને જીહ્વા-વેગમ. જીહ્વા વેગમ, તે ખુબજ નિયંત્રિત છે. ભક્તીવીનોદ ઠાકુર કહે છે, "બધી ઇન્દ્રિયો છે, પણ તેમાથી આ જીહ્વા, ખૂબજ જોખમી છે." તા'ર મધ્યે જીહ્વા અતિ લોભમોય સુદુર્મતી તા'કે જેતા કઠીન સંસારે. જીહ્વાને નિયંત્રિત કરવું ખૂબજ, ખૂબજ અઘરું છે.