GU/Prabhupada 0130 - કૃષ્ણ કેટલા બધા અવતારોમાં પ્રકટ થાય છેLecture on BG 4.5 -- Bombay, March 25, 1974

કૃષ્ણ કેટલા બધા અવતારોમાં પ્રકટ થાય છે. બસ તમે સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણનું સ્તર શું છે. તે બધાના હ્રદયમાં પરમાત્માના રૂપે સ્થિત છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧) અને તેઓ બધાને નિર્દેશન આપે છે. અને જીવો અસંખ્ય, અનંત છે. તો તેમને કેટલા બધા જીવોને વિવિધ પ્રકારોથી ઉપદેશ આપવો પડે છે. તેઓ કેટલા વ્યસ્ત છે, તમે માત્ર કલ્પના કરવાનો પ્રયત્ન કરો. છતાં, તેમનો સ્તિથી તે જ છે. ગોલોક એવ નિવસતિ અખિલાત્મ ભૂતઃ (બ્ર.સં. ૫.૩૭). ગોલોક એવ નિવસતિ. કૃષ્ણ હજી પણ તેમના મૂળ સ્થાન, ગોલોક વૃંદાવનમાં છે, અને તેઓ શ્રીમતી રાધારાણીના સંગનો આનંદ લે છે. તે કાર્ય નથી... તે માયાવાદી તત્વજ્ઞાન નથી. કારણકે તેમણે પોતાને કેટલા બધા જીવોના હ્રદયોમાં વિસ્તારિત કર્યા છે, તેનો અર્થ એમ નથી કે તેઓ પોતાના ધામમાં સમાપ્ત થઈ ગયા છે. ના. હજુ પણ તેઓ ત્યાં છે. તે કૃષ્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશીશ્યતે (ઈશો સ્તુતિ).આ વેદિક માહિતી છે.

અહી... અહી આપણી પાસે ભૌતિક અનુભવ છે. જો તમારી પાસે એક રૂપયો છે, અને તેમાંથી તમે એક આનો કાઢી મુકો, ત્યારે તમારા પાસે પંદર આના બચશે. કે તમે બે આના કાઢી મુકશો, ત્યારે ચૌદ આના બચશે. તમે સોળ આના નીકાળશો, ત્યારે શૂન્ય થઇ જશે. પણ કૃષ્ણ તેવા નથી. તેઓ તેમને અનંત રૂપોમાં વિસ્તારિત કરી શકે છે. છતાં, મૂળ કૃષ્ણ ત્યાં છે. તે કૃષ્ણ છે. આપણી પાસે અનુભવ છે: એકમાંથી એક નીકળવાથી શૂન્ય રહશે. પણ, ત્યાં આધ્યાત્મિક જગતમાં... તેને નિરપેક્ષ કેહવામાં આવે છે. એક માંથી, દસ લાખ વાર એક નીકાળી દઉં, ત્યારે છતાં, મૂળ એક એકજ છે. તે કૃષ્ણ છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ (બ્ર.સં. ૫.૩૩).

તો કૃષ્ણને તમે સમજી નથી શકતા, વેદેશુ, માત્ર વેદીક સાહિત્ય વાંચીને. જોકે વેદોનો અર્થ છે, વેદાંત એટલે કે કૃષ્ણને સમજવું. વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યઃ (ભ.ગી. ૧૫.૧૫). પણ દુર્ભાગ્યવશ, આપણે કૃષ્ણની કે તેમના ભક્તની શરણ નથી લેતા, આપણે સમજી નથી શકતા કે વેદોનો હેતુ શું છે. તે સાતમાં અધ્યાયમાં સમજાવવામાં આવશે. મઈ આસક્ત મનઃ પાર્થ... મઈ આસક્ત મન: પાર્થ યોગમ યુંજન મદ આશ્રય. મદ આશ્રય. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ શૃણુ (ભ.ગી. ૭.૧). જો તમારે કૃષ્ણને સમજવા છે અસંશય, કોઈ સંશય વગર, અને સમગ્રમ, પૂર્ણ રૂપે, તો તમારે આ યોગ પદ્ધતિનો અભ્યાસ કરવો જ પડે.

તે યોગ શું છે? મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). મદ આશ્રય યોગમ યુંજ... યોગમ યુંજન, મદ આશ્રય. મદ આશ્રય, આ શબ્દ ખૂબજ મહત્વપૂર્ણ છે. મત એટલે કે -"ક્યાં તો તમે પ્રત્યક્ષ લો..." - તે બહુ સરળ વસ્તુ નથી. - "...મારી શરણ લો, અથવા જેણે મારી શરણ લીધી છે, તેની શરણ તમે લો." જેમ કે વીજળીઘર છે, અને એક પ્લગ છે. તે પ્લગ વીજળીઘરથી જોડાયેલો છે, અને જો તમે તાર પ્લગમાં દબાવશો, ત્યારે તમને પણ વીજળી મળે છે. તેવી જ રીતે, જેમ આ અધ્યાયના પ્રારંભમાં કહેલું છે, એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). જો તમે આ પરંપરા પદ્ધતિનો આશ્રય લેશો... તેજ ઉદાહરણ છે. જો તમે શરણ લેશો પ્લગની, જે વીજળીઘરથી જોડાયેલું છે, તમને તરતજ વીજળી મળશે. તેવી જ રીતે, જો તમે એવી વ્યક્તિની શરણ લેશો જે પરંપરા પદ્ધતિમાં આવે છે....

એક પરંપરા પદ્ધતિ છે. કૃષ્ણ, તેમણે બ્રહ્મદેવને શિક્ષા આપી હતી. બ્રહ્માએ નારદને શિક્ષા આપી હતી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે મધ્વાચાર્યને શિક્ષા આપી. મધ્વાચાર્યે કેટલી બધી રીતે શિક્ષા આપી. પછી માધવેન્દ્રપૂરી. માધવેન્દ્ર પૂરી, ઈશ્વર પૂરી. ઈશ્વરપૂરીથી ભગવાન ચૈતન્ય. આ રીતે, એક પરંપરા પદ્ધતિ છે. ચાર વૈષ્ણવ સંપ્રદાય છે. રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ-સંપ્રદાય, કુમાર સંપ્રદાય અને લક્ષ્મી સંપ્રદાય, શ્રી સંપ્રદાય.

તો સંપ્રદાય વિહીના યે મંત્રાસ તે નિષ્ફલા મતા: જો તમે કૃષ્ણનો ઉપદેશ સંપ્રદાય દ્વારા નથી ગ્રહણ કર્યો, ત્યારે નિષ્ફલા મતા:, તો તમે જે કઈ પણ શીખ્યું છે, તે વ્યર્થ છે. તે વ્યર્થ છે. તે ખામી છે. તો કેટલા બધા લોકો ભગવદ ગીતા વાંચે છે, પણ તેઓ કૃષ્ણ કોણ છે તે સમજી નથી શકતા. કારણ કે તેઓ એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨) થી ગ્રહણ નથી કરતાં. પરંપરા, જ્યાં સુધી તમે પરંપરામાં નથી જતાં... તેજ ઉદાહરણ. જો તમે વીજળી પ્લગ દ્વારા, કે જે વીજળીઘરથી જોડાયેલો છે, નથી લેતા, તો તમારા બલ્બ અને તારનો શું અર્થ છે? તે વ્યર્થ છે.

તેથી કેવી રીતે કૃષ્ણ વિસ્તાર કરે છે, તે વેદેશુ દુર્લભ છે. જો તમારા પાસે માત્ર પંડિતાઈવાળું જ્ઞાન છે, તો તે શક્ય નથી. વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મ-ભક્તો (બ્ર.સં. ૫.૩૩). તે બ્રહ્મ-સંહિતાનું વિધાન છે.