GU/Prabhupada 0136 - ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન નીચે આવેલું છે



Lecture with Translator -- Sanand, December 25, 1975

તો ભગવાન એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. નિરપેક્ષ સત્યનો સાક્ષાત્કાર ત્રણ તબક્કામાં થઈ શકે છે: બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઇતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧). નિરપેક્ષ સત્ય પ્રારંભમાં નિરાકાર બ્રહ્મના રૂપે સાક્ષાત્કાર થાય છે, જે જ્ઞાનીઓનું લક્ષ્ય છે, અને પછી, પરમાત્મા, જે યોગીઓનું લક્ષ્ય છે, અને અંતમાં જે પૂર્ણ સમજૂતીમાં છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. અંતિમ વિષય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, જેમ કે આપણે સમજીએ છીએ કે સૂર્ય ગ્રહમાં પરમ પુરુષ કે સૂર્ય નારાયણ છે, કે સૂર્ય ગ્રહનો પ્રમુખ માણસ, તેમનું નામ પણ ભગવદ ગીતામાં આપેલું છે - વિવસ્વાન. ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે - ઈમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ (ભ.ગી. ૪.૧) "મેં સૌથી પેહલા આ વિજ્ઞાન, આ ભગવદ ગીતાની યોગ પદ્ધતિ, વિવસ્વાન સૂર્યદેવને સમજાવી હતી." વિવસ્વાન મનવે પ્રાહુર મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત. અને વિવસ્વાન, સૂર્યદેવે મનુને સમજાવ્યું, અને મનુએ તેના પુત્રને સમજાવ્યું. આ રીતે, પરંપરા દ્વારા, જ્ઞાન નીચે આવ્યું છે. તો જ્યારે આપણે જ્ઞાન વિષે વાત કરીએ છીએ, તે એક વ્યક્તિ પાસેથી શીખવું પડે છે. તો ભગવાન, નિરપેક્ષ સત્યને સમજવામાં છેલ્લો શબ્દ, તેઓ ભગવદ ગીતામાં કહે છે.

તો વ્યાસદેવ વિશેષ કરીને અહી કહે છે, ભગવાન ઉવાચ. તેઓ એમ નથી કેહતા કૃષ્ણ ઉવાચ, કારણ કે ક્યારેક મૂર્ખો કૃષ્ણની ગેરસમજ કરે છે. તો ભગવાન ઉવાચ, આ શબ્દ, જેનો અર્થ છે કે, તેઓ જે પણ કહે છે, તેમાં કોઈ ખોટ કે કમી નથી. આપણા જેવા સામાન્ય માણસો માટે ચાર ખોટ છે: ભ્રમ પ્રમાદ વિપ્રલીપ્સા કર-નાપાતવ. તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ માટે કે આત્મ-સાક્ષાત્કારિત વ્યક્તિ માટે, કૃષ્ણના સેવકો માટે, જેમણે કૃષ્ણને સમજી લીધા છે, તેમના માટે કોઈ ખોટ નથી. તેઓ પૂર્ણ છે. આ કારણ માટે કૃષ્ણ શિક્ષા આપે છે,

તદ વિદ્ધિ પ્રણીપાતેન
પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યંતી તદ જ્ઞાનમ
જ્ઞાનીનસ તત્ત્વ-દર્શીન:
(ભ.ગી. ૪.૩૪)

જેણે વાસ્તવમાં સત્યને જોયું છે કે વાસ્તવમાં સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, તમારે તેમની પાસેથી જ્ઞાન લેવું જોઈએ. તો આપણે તેવા વ્યક્તિ પાસે જવું જોઈએ. નહિતો, જો આપણે કોઈ તાર્કિક પાસે જઈશું, આપણને સાચું જ્ઞાન નહીં મળે. તો જે લોકો તાર્કિક છે, તેઓ ભગવાન શું છે તે સમજી નથી શકતા. તેથી તેઓ ભૂલ કરે છે કે, "ભગવાન આવા છે","ભગવાન તેવા છે," "કોઈ ભગવાન નથી," "કોઈ રૂપ નથી." આ બધી વ્યર્થ વસ્તુઓની રજૂઆત થાય છે, કારણ કે તેઓ અપૂર્ણ છે. ભગવાને તેથી કહ્યું છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રીતમ (ભ.ગી. ૯.૧૧). કારણકે તેઓ આપણા હિત માટે મનુષ્ય રૂપમાં અવતરિત થાય છે, મૂર્ખો અને ધૂર્તો તેમને સાધારણ વ્યક્તિ સમજે છે. જો ભગવાન કહે છે, અહમ બીજ પ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪), "હું બીજ આપનાર પિતા છું," તો આપણે, આપણામાના દરેક, આપણને ખબર છે કે મારા પિતા એક વ્યક્તિ છે, તેના પિતા એક વ્યક્તિ છે, અને કેવી રીતે પરમ પુરુષ કે પરમ પિતા નિરાકાર હોય? કેવી રીતે? અને તેથી આપણે ભગવાન, પરમ પુરુષ, પાસેથી પૂર્ણ જ્ઞાનને શીખવું પડે. આ ભગવદ ગીતા તેથી સંપૂર્ણ જ્ઞાન છે સંપૂર્ણ પરમ પુરુષ દ્વારા. આપણે ભગવદ ગીતાનો એક શબ્દ પણ ફેર-બદલ નથી કરી શકતા. તે મૂર્ખતા છે. તો આપણું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ સિદ્ધાંતનું પાલન કરે છે. આપણે કોઈ માનસિક કાલ્પનિક વસ્તુઓની રચના નથી કરતા. આપણે માત્ર પરમ ભગવાન દ્વારા આપેલા સંદેશનું વિતરણ કરીએ છીએ. અને આ વ્યવહારિક રૂપે પ્રભાવશાળી બની રહ્યું છે.