GU/Prabhupada 0159 - મોટી મોટી યોજનાઓ લોકોને શિક્ષિત કરવા કે કેવી રીતે સખત મહેનત કરવીLecture on SB 5.5.15 -- Vrndavana, November 3, 1976

કલકત્તા, બોમ્બે, લંડન, ન્યુ યોર્ક જેવા મોટા, મોટા શહેરોમાં દરેક વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે. એવુ નથી કે મોટા શહેરોમાં દરેકને સરળતાથી તેમનો ખોરાક મળી રહે છે. ના. દરેક વ્યક્તિને કામ કરવાનું હોય છે. અને દરેક સખત કામ કરી રહ્યું છે. શું તમને દરેક વ્યક્તિ એક જ સ્તર પર છે એવું લાગે છે? ના. તે શક્ય નથી. ભાગ્ય. ભાગ્ય. એક માણસ દિવસ અને રાત સખત પરિશ્રમ કરેછે, ચોવીસ કલાક; તેને ફક્ત બે રોટલી મળે છે, બસ એટલું જ. આપણે બોમ્બેમાં જોયુ છે. તેઓને દિવસે પણ એક કેરોસિનનો દીવો કરવો પડે એવી ખરાબ હાલતમાં તેઓ જીવી રહ્યા છે. આવી જગ્યાએ તેઓ રહે છે, અને કેટલી ગંદી પરિસ્થિતિમા. તેનો અર્થ એ થાય કે બોમ્બેમાં દરેક વ્યક્તિ ખૂબ વૈભવી જીવન જીવતો હોય છે? ના. તેવી જ રીતે, દરેક શહેર. તે શક્ય નથી. તમે માત્ર સખત કામ કરીને તમારી આર્થિક સ્થિતિ સુધારી શકતા નથી. તે શક્ય નથી. તમે સખત પરિશ્રમ કરો કે ન કરો, તમારા માટે જે નિર્મિત છે, તે તમને મળશે. તેથી આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઇએ... મલ-લોક-કામો મદ-અનુગ્રહાર્થ: શક્તિનો ઉપયોગ કૃષ્ણને ખુશ કરવામાં થવો જોઇએ. તે થવું જોઈએ. શક્તિનો તે હેતુ માટે ઉપયોગ થવો જોઇએ, ફક્ત "હું સુખી થઈશ" તેવી એક ખોટી આશા માટે શક્તિ વેડફો નહી. હું આ કરીશ. હું તે કરીશ. હું આમ ધન કમાવીશ. હું ..."

કુંભારની વાર્તા. કુંભાર આયોજન કરે છે. તેની પાસે થોડા ઘડાઓ છે અને તે આયોજન કરે છે, "હવે મારી પાસે આ ચાર ઘડાઓ છે અને હું વેચીશ. હું થોડો નફો કરીશ. પછી દસ ઘડાઓ હશે. પછી હું દસ ઘડાઓ વેચીશ, હું થોડો નફો કરીશ. મારી પાસે વીસ ઘડાઓ હશે અને પછી ત્રીસ ઘડાઓ, ચાલીસ ઘડાઓ. આ રીતે હું કરોડોપતિ બની જઈશ. અને તે સમયે હું લગ્ન કરીશ, અને હું આ રીતે અને તે રીતે મારી પત્નીને નિયંત્રિત કરીશ. અને જો તે અવગણના કરશે, તો પછી હું આ રીતે તેને લાત મારીશ." તેથી જ્યારે તેણે લાત મારી, તેણે ઘડાઓને લાત મારી અને તમામ ઘડાઓ ફૂટી ગયા. (હાસ્ય) તો પછી તેનુ સ્વપ્ન ખતમ થયી ગયું. તમે જોયુ? તેવી જ રીતે, આપણે માત્ર સ્વપ્ન જોઈ રહ્યા છીએ. થોડા ઘડાઓ સાથે આપણે ફક્ત સ્વપ્ન જોઈ રહ્યા છીએ કે "આ ઘડાઓ વધીને ઘણા ઘડાઓ થશે, ઘણા બધા ઘડાઓ, ઘણા બધા ઘડાઓ," પછી સમાપ્ત. કલ્પના ન કરો, યોજના બનાવો. તે જ છે... ગુરુ, આધ્યાત્મિક ગુરુ અને સરકારે તે કાળજી લેવી જોઈએ કે "આ ધૂર્તો યોજના ન કરે. આ ધૂર્ત ખુશ થવાની યોજના ન કરી શકે." ના યોજયેત કર્મસુ કર્મા-મુઢાન. આ કર્મ-જગત છે, આ વિશ્વ. આ ભૌતિક વિશ્વ તે જ છે. તેઓનુ પહેલેથી વલણ છે, તો મતલબ શું છે? લોકે વ્યયાયામીશા મદ્ય સેવા નિત્યાસ્તુ જંતુ: જેમકે જાતીય જીવન છે. જાતીય જીવન સ્વાભાવિક છે. સેક્સ સુખ માણવા માટે કોઈપણ યુનિવર્સિટી શિક્ષણની જરૂર નથી. તેમાં તેઓ આનંદ લેશે. કોઈપણ... "કોઈપણને રડવું કેમ અથવા હસવું કેમ અથવા સેક્સ જીવનનો આનંદ કેવી રીતે લેવો તે શીખવવામાં નથી આવતું." એક બંગાળી કહેવત છે. તે કુદરતી છે. તમને આ કર્મો માટે કોઇ શિક્ષણની જરૂર હોતી નથી. હવે તેઓ કેવી રીતે પરિશ્રમ કરવો તે માટે લોકોને શિક્ષિત કરવા મોટી, મોટી યોજનાઓ બનાવે છે. આ સમયનો બગાડ છે. શૈક્ષણિક સંસ્થાઓએ કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત બનવું તે શીખવવું જોઈએ, નહીં કે આ અથવા તે બનવા માટે. તે સમયનો બગાડ છે, કારણ કે તે કાર્યક્રમ કદી સફળ થશે નહીં. તાલ લભ્યતે દુખવદ અન્યત: સુખમ કાલેન સર્વત્ર ગભીર રંહશા (શ્રી.ભા. ૧.૫.૧૮). પ્રકૃતિનો નિયમ કાર્ય કરી રહ્યો છે પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭).

તેથી આપણી વૈદિક સંસ્કૃતિ છે તે... લોકો તેમની પોતાની સ્થિતિમાં સંતુષ્ટ રહે છે, એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. પ્રભુની કૃપાથી તેમને જે કંઈપણ મળ્યું, તેમને સંતોષ હતો. આ વાસ્તવિક શક્તિનો ઉપયોગ કૃષ્ણની દયા મેળવવા પાત્ર કેવી રીતે બનવું તે માટે કરવામાં આવતો હતો. તેની જરૂર છે, કે કૃષ્ણ શરણે જવાનુ કેવી રીતે શીખવું. અહં ત્વામ સર્વાપાપેભ્યો મોક્ષયિશ્યામી (ભ.ગી. ૧૮.૬૬). તે અંત હતો. ભારતમાં આપણે તે નથી જોતા કે... મહાન સંતો, ઋષીઓ, તેમણે ઘણા પુસ્તકો લખ્યા હતા, પરંતુ તેઓ એક ઝૂંપડીમાં રહેતા હતા. ફક્ત રાજાઓ, ક્ષત્રીયો, મોટા, મોટા મહેલો બનાવતા હતા કારણકે તેમણે રાજ કરવાનું હતું. અન્ય કોઈ નહી. તેઓ ખૂબ જ સરળ જીવન, ખૂબ સરળ જીવન જીવતા હતા. તેથી કહેવાતા આર્થિક વિકાસ માટે ગગનચુંબી ઈમારતો, સબવે, વગેરે માટે સમય બગાડો નહીં. આ વૈદિક સંસ્કૃતિ ન હતી. આ અસુરી સંસ્કૃતિ છે.