GU/Prabhupada 0196 - ફક્ત અધ્યાત્મિક વસ્તુઓની ઉત્કંઠા રાખો

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png પહેલાનું પૃષ્ઠ - વિડીઓ 0195
આગામી પૃષ્ઠ - વિડીઓ 0197 Go-next.png

ફક્ત અધ્યાત્મિક વસ્તુઓની ઉત્કંઠા રાખો
- Prabhupāda 0196


Lecture on BG 2.58-59 -- New York, April 27, 1966

તો આપણે આ શીખવું પડશે, કે કેવી રીતે આપણે અધ્યાત્મિક જીવનનું સૌંદર્ય જોવું. પછી, સ્વાભાવિક રીતે, આપણે ભૌતિક કાર્યો કરતાં અટકી જઈશું. જેમકે એક બાળક, એક શિશુ. આખો દિવસ એ તોફાન કરવામાં અને રમવામાં ગાળે છે, પણ જો તેને કોઈ સારી પ્રવૃતિ આપી હોય તો... અત્યારે શિક્ષણ મંત્રાલય દ્વારા ઘણા બધા ઉપકરણો આવે છે, બાળકોની રમતના કે આ પધ્ધતિના કે તે પધ્ધતિના. પણ જો તે વ્યસ્ત હશે, "ઓહ, 'એ' માથી 'બી' માં." તો એક જ સમયે તે એબીસી શિખશે, અને તોફાની પ્રવૃતિઓથી પણ દૂર રહેશે. તેવીજ રીતે, અધ્યાત્મિક જીવનની પણ રમતિયાળ વસ્તુઓ છે. જો આપણે આપણી ક્રિયાઓને અધ્યાત્મિક ક્રિયાઓમાં સંલગ્ન કરીશું, તો જ આ ભૌતિક કાર્યોથી દૂર રહેવાનુ શક્ય થશે. પ્રવૃતિઓનો નિષેધ શક્ય નથી. પ્રવૃતિઓનો નિષેધ શક્ય નથી. આ જ ઉદાહરણ, કે અર્જુન... ઊલટાનું, ભગવદ-ગીતા સાંભળ્યા પેહલા નિષ્ક્રિય બની ગયો હતો, યુદ્ધ કરવા માંગતો ન હતો. પણ ભગવદ-ગીતા સાંભળ્યા પછી, તે વધુ સક્રિય બની ગયો, પણ દિવ્ય રીતે સક્રિય. તો, અધ્યાત્મિક જીવન, કે દિવ્ય જીવનનો મતલબ એવો નથી કે આપણે કર્મમાથી મુક્ત થઈ ગયા. ફક્ત કૃત્રિમ રીતે, જો આપણે બેસી જઈએ, "ઓહ, હવે હું કઈ ભૌતિક નહિ કરું. હવે હું ફક્ત ધ્યાન ધરીશ," ઓહ, શું ધ્યાન ધરશો તમે? તમારું ધ્યાન પળવારમાં તૂટી જશે તેવી જ રીતે જેમ વિશ્વામિત્ર મુનિ, કે જે પોતાનું ધ્યાન ચાલુ રાખી ના શક્યા. આપણે હમેશા, પૂર્ણતહ, અધ્યાત્મિક કાર્યોમાં જોડાવું જોઈએ. તે આપણા જીવનનો કાર્યક્રમ હોવો જોઈએ. આમ તો, અધ્યાત્મિક જીવનમાં, તમને ભાગ્યેજ એનાથી બહાર નિકળવાનો સમય મળે. તમારી પાસે એટલી બધી પ્રવૃતિ છે. રસ-વર્જમ. અને એ પ્રવૃતિઓ ત્યારેજ શક્ય છે જ્યારે તમને તેમાં કઈક દિવ્ય આનંદ મળે.

તો તે થઈ જશે. તે થઈ જશે. આદૌ શ્રદ્ધા તતઃ સાધુ-સંગ (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). અધ્યાત્મિક જીવન નો પ્રારંભ થાય છે, સૌ પ્રથમ, શ્રદ્ધા. થોડીક શ્રદ્ધા. અધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે, સૌ પ્રથમ, શ્રદ્ધા. થોડીક શ્રદ્ધા. જેમ કે તમે મને અહી સાંભળવા આવો છો. તમને થોડીક શ્રદ્ધા છે. તે શરૂઆત છે. શ્રદ્ધા વગર, તમે તમારો સમય અહી વ્યતીત ના કરો કારણકે અહી કોઈ સિનેમા ચાલતું નથી, કોઈ રાજનૈતિક વાતો નથી ચાલતી, કોઈ નહીં... એવું હોઈ શકે, કોઈક ના માટે આ ખૂબ શુષ્ક વિષય હોય. (મંદહાસ્ય) પણ તોય, તમે આવો છો. કેમ? કારણકે તમને થોડીક શ્રદ્ધા છે, "ઓહ, અહી ભગવદ-ગીતા છે. ચાલો સાંભળીએ." તો, શ્રદ્ધા એ શરૂઆત છે. શ્રદ્ધાહિન ક્યારેય અધ્યાત્મિક જીવન જીવી શકે નહીં. શ્રદ્ધા શરૂઆત છે. આદૌ શ્રદ્ધા. શ્રદ્ધા. અને આ શ્રદ્ધા, વફાદારી, જેમ વધે છે, તમે પ્રગતિ કરો છો. તો, આ શ્રદ્ધા વધવી જોઈએ. શરૂઆત શ્રદ્ધા છે. અને હવે, જેમ તમે તમારી શ્રદ્ધાને વધારશો, તમે તમારા અધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરશો. આદૌ શ્રદ્ધા તતઃ સાધુ-સંગ (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). જો તમને થોડીક શ્રદ્ધા હશે, તો તમે કોઈક સાધુ શોધી કાઢશો, સાધુ, કે કોઈ સજ્જન, કોઈ ઋષિ, કે જે તમને અધ્યાત્મિક પ્રકાશ આપી શકે. તેને સાધુ-સંગ કહેવાય છે. (ચૈ.ચ. મધ્ય ૨૨.૮૩) આદૌ શ્રદ્ધા. મૂળ સિદ્ધાંત શ્રદ્ધા છે, અને પછીનું ડગલું છે સાધુ-સંગ, અધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત મનુષ્યનો સંગ. તેને સાધુ કહેવાય છે... આદૌ શ્રદ્ધા તતઃ સાધુ-સંગ અથા ભજન-ક્રિયા. અને જો ખરેખરમાં અધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત મનુષ્યનો સંગ મળે, તો તે તમને કઈક અધ્યાત્મિક ક્રિયાઓની વિધિ આપશે. તેને ભજન-ક્રિયા કહેવાય છે. આદૌ શ્રદ્ધા તતઃ સાધુ-સંગ અથા ભજન-ક્રિયા તતઃ અનર્થ-નિવૃતિ સ્યાત. અને જેમ તમે વધુ અને વધુ અધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાઈ જાઓ છો, તેમ, પ્રમાણસર રીતે, તમારી ભૌતિક ક્રિયાઓ અને ભૌતિક ક્રિયાઓ પ્રત્યેનું આકર્ષણ ઘટશે. પ્રતિક્રિયા. તમે જ્યારે અધ્યાત્મિક કાર્યોમાં જોડાઈ જશો, તમારી ભૌતિક ક્રિયાઓ ઘટતી જશે. પણ ધ્યાન આપજો. ભૌતિક ક્રિયાઓ અને અધ્યાત્મિક ક્રિયાઓ વચ્ચે અંતર એ છે કે... ધારો કે તમે એક સુશિક્ષિત તબીબ છો. તમે એવું ના વિચારો કે "જો હું અધ્યાત્મિક રીતે જોડાઈ જઈશ, તો મારે મારો વ્યવસાય છોડવો પડશે." ના. ના. એવું નથી. તમારે તમારા વ્યવસાય ને અધ્યાત્મિક કરવો પડશે. જેમ કે અર્જુન, એ એક યોદ્ધા હતો. તે અધ્યાત્મિક બની ગયો. તેનો મતલબ તેણે તેની યુદ્ધક્રિયાને અધ્યાત્મિક કરી દીધી.

તો આ તકનિક છે. તો, આદૌ શ્રદ્ધા તતઃ સાધુ-સંગ અથા ભજન-ક્રિયા તતઃ અનર્થ-નિવૃતિ સ્યાત (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). અનર્થ મતલબ... અનર્થ મતલબ એ કે જે દુખ ઉત્પન્ન કરે છે. ભૌતિક કાર્યો દુખ વધારવાનું ચાલુ રાખશે. અને જો તમે અધ્યાત્મિક જીવન અંગીકાર કરશો, તો તમારા ભૌતિક દુખો ધીમે ધીમે ઘટશે અને વ્યાવહારિક રીતે, શૂન્ય થઈ જશે. અને જ્યારે આપણે ખરેખર ભૌતિક બંધનમાથી મુક્ત થઈશું, ત્યારે તમારું ખરેખર અધ્યાત્મિક જીવન પ્રારંભ થશે. અથાશક્તિ. તમે બંધાઈ જશો. તમે એને છોડી નહીં શકો. જ્યારે તમારી અનર્થ-નિવૃતિ, જ્યારે તમારી ભૌતિક ક્રિયાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે, ત્યારે તમે છોડી નહીં શકો. અથાશક્તિ. આદૌ શ્રદ્ધા તતઃ સાધુ-સંગ અથા ભજન-ક્રિયા તતઃ અનર્થ-નિવૃતિ સ્યાત તતો નિષ્ઠા (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). નિષ્ઠા મતલબ તમારી શ્રદ્ધા વધારે સુદ્રઢ બને છે, સ્થિર. તતો નિષ્ઠા તતો રુચિ. રુચિ. રુચિ મતલબ તમને ફક્ત અધ્યાત્મિક વસ્તુઓની ઉત્કંઠા થશે. તમને અધ્યાત્મિક સંદેશ સિવાય બીજું કઈ સંભાળવું નહીં ગમે. તમને અધ્યાત્મિક કાર્યો સિવાય બીજું કશું કરવું નહીં ગમે. તમને એવું કશું ખાવું નહીં ગમે જે અધ્યાત્મિક નથી. તો, તમારું જીવન પરિવર્તિત થઈ જશે. તતો નિષ્ઠા અથાશક્તિ. પછી જોડાણ, પછી ભાવ. પછી તમે દિવ્ય રીતે, મારો કહેવાનો ભાવાર્થ, પરમાનંદ અનુભવશો. થોડોક પરમાનંદ હશે. અને એ છે... અધ્યાત્મિક જીવનના સર્વોચ્ચ મંચના અલગ અલગ પગથિયાં છે. તતો ભાવ: તતો ભાવ: ભાવ, એ ભાવ તબક્કો, એ સર્વોચ્ચ મંચ છે કે જ્યાં તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે સીધી વાત કરી શકશો.