GU/Prabhupada 0218 - ગુરુ આંખોને ખોલે છેLecture on SB 6.1.55 -- London, August 13, 1975

તો આપણે બધા જીવો, આપણે કૃષ્ણના અંશ છીએ. જેમ કે અગ્નિ અને અગ્નિના નાના કણ, આપણી પરિસ્થિતિ તેવી છે. અથવા સૂર્ય અને નાના કિરણો એ બન્ને ભેગા થઈને સૂર્યપ્રકાશ બને છે. જે સૂર્યપ્રકાશ આપણે રોજ જોઈએ છીએ, તે એક એકસરખું મિશ્રણ નથી. અણુઓ છે, ખૂબજ નાના, ચમકતા કણો. તો આપણે તેવા છીએ, ખૂબજ નાના... જેમ અણુ છે, ભૌતિક અણુ - કોઈ પણ તેને ગણી ના શકે - તેવી જ રીતે, આપણે ભગવાનના અણુરૂપના અંશ છીએ. આપણે કેટલા બધા છીએ, તેનું કઈ માપ નથી. અસંખ્ય. અસંખ્ય એટલે કે આપણે ગણી ના શકીએ. એટલા બધા જીવો. તો આપણે ખૂબજ નાના કણ છીએ, અને આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ. જેમ કે વિશેષ કરીને યુરોપીયનો, તે બીજા દેશોમાં જાય છે રાજ્ય સ્થાપિત કરવા માટે, ભૌતિક સાધનસામગ્રીઓને પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરવા માટે. અમેરિકાની શોધ થઇ હતી, અને યુરોપીયનો ત્યાં ગયા હતા. તેમનો ખ્યાલ હતો ત્યાં જવું અને... હવે તેઓ પ્રયાસ કરે છે ચંદ્ર ગ્રહમાં જવા માટે જોવા માટે કે કોઈ માર્ગ છે કે નહીં. આ બદ્ધ જીવનું વલણ છે. તો તેઓ આ ભૌતિક જગતમાં આવ્યા છે. કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે. એટલે કે ભોક્તા પુરુષ છે.

ભોક્તા. વાસ્તવમાં ભોક્તા કૃષ્ણ છે. ભોક્તારમ યજ્ઞ તપસામ (ભ.ગી. ૫.૨૯). તો આપણે કૃષ્ણની નકલ કરી રહ્યા છીએ. તે આપણી પરિસ્થિતિ છે. બધા કૃષ્ણ બનવાનો પ્રયાસ કરે છે. માયાવાદીઓ, ભલે તેમણે ખૂબ કઠોર તપસ્યા કરી છે - ખૂબજ કડકાઈથી આધ્યાત્મિક જીવનના નિયમોનો અભ્યાસ કરે છે - પણ કારણકે તેઓ માયામાં છે, અંતમાં તેઓ વિચારે છે કે "હું ભગવાન છું, પુરુષ" તે જ રોગ, પુરુષ. પુરુષ એટલે કે ભોક્તા. કે "હું કૃષ્ણ છું..." ભોક્તારમ યજ્ઞ... અને એટલી બધા તપસ્યા કર્યા પછી અને નિયમોનું પાલન કર્યા છતાય, માયા એટલી શક્તિશાળી છે કે, હજી પણ તેઓ વિચાર કરે છે કે "હું પુરુષ છું." સાધારણ પુરુષ જ નહીં, પણ પરમ પુરુષ, જેમ કૃષ્ણનું વર્ણન ભગવદ ગીતામાં થયું છે. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વત: (ભ.ગી. ૧૦.૧૨) "તમે પુરુષ છો." તો માયા એટલી શક્તિશાળી છે કે આટલા જન્મોથી લાત ખાવા છતાં, જન્મ પછી જન્મ, છતાં તે વિચારે છે, "હું પુરુષ છું. હું ભોક્તા છું." આ રોગ છે.

તેથી અહી કહેવામાં આવેલું છે કે - એશ પ્રકૃતિ-સંગેન-પુરુષસ્ય વિપર્યય: (શ્રી.ભા. ૬.૧.૫૫). તેનું ભૌતિક જીવન તે ધારણાથી પ્રારંભ થયેલું છે, કે "હું પુરુષ છું. હું ભોક્તા છું." અને કારણકે તે આ ધારણાને નથી છોડી શકતો કે "હું ભોક્તા છું," જન્મ જન્માંતરથી તે વિપર્યય: છે, વિપરીત સ્થિતિ. વિપરીત સ્થિતિ મતલબ... કારણકે જીવ ભગવાનનો અંશમાત્ર છે અને ભગવાન સત-ચિત-આનંદ-વિગ્રહ છે (બ્ર.સં. ૫.૧), તો આપણે પણ સત-ચિત-આનંદ વિગ્રહ છીએ, નાના સત-ચિત-આનંદ વિગ્રહ, પણ આપણું સ્થાન છે પ્રકૃતિ, પુરુષ નહીં. બન્ને... જેમ કે રાધા અને કૃષ્ણ. બન્ને એક જ ગુણના છે. રાધા-કૃષ્ણ-પ્રણય-વિકૃતિ અહ્લાદીની-શક્તિર-અસ્માત (ચૈ.ચ. આદિ ૧.૫). તેઓ એક જ છે, પણ છતાં, રાધા પ્રકૃતિ છે, અને કૃષ્ણ પુરુષ છે. તેવી જ રીતે, આપણે કૃષ્ણના અંશમાત્ર હોવા છતાં પ્રકૃતિ છીએ, અને કૃષ્ણ પુરુષ છે. તો જ્યારે આપણે મિથ્યા રીતે, પુરુષ બનવાનો વિચાર કરીએ છીએ, તેને માયા કેહવાય છે અથવા વિપર્યય. તે અહી કહેલું છે. એવમ પ્રકૃતિ સંગેના પુરુષસ્ય વિપર્યય. વિપર્યય એટલે કે વાસ્તવમાં તે પુરુષ સાથે આનંદને ભોગવા માટે છે, જ્યારે પુરુષ અને પ્રકૃતિ, પુરુષ અને સ્ત્રી, ભોગ કરે છે, તે ભોગ કરે છે, તેમને એકસમાન આનંદ મળે છે, છતાં એક પુરુષ છે; બીજી પ્રકૃતિ છે. તેવી જ રીતે, કૃષ્ણ પુરુષ છે, અને આપણે પ્રકૃતિ છે. જો આપણે કૃષ્ણ સાથે ભોગ કરીએ, ત્યારે આનંદ, સત-ચિત-આનંદ, છે. તે આપણે ભૂલી ગયા છે. આપણને પુરુષ બનવું છે. તો એક રીતે કે બીજા રીતે, આ સ્થિતિ અસ્તિત્વમાં આવી છે, એક ખોટી ધારણા પુરુષ બનવાની, કે ભોક્તા બનવાની. પછી તેનું પરિણામ શું છે? પરિણામ તે છે કે આપણે જન્મ પછી જન્મ ભોક્તા બનવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આપણો આનંદ ભોગવવામાં આવે છે, આપણે ભોક્તા નથી. આપણે માત્ર ભોક્તા બનવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તે આપણી સ્થિતિ છે.

તો કેવી રીતે તમે આ સંઘર્ષને રોકી શકો છો અને તમારી મૂળ અવસ્થામાં આવી શકો છો? તે અહી બતાવેલું છે. સ એવ ન ચીરાદ ઈશ-સંગ-વિલીયતે (શ્રી.ભા. ૬.૧.૫૫). જીવનની આ ખોટી ધારણા, કે "હું પુરુષ છું," તે પૂર્ણ રીતે નષ્ટ થઇ શકે છે. કેવી રીતે? ઈશ-સંગ, ભગવાન સાથે સંગ દ્વારા, ઈશ. ઈશ એટલે કે પરમ નિયામક. ઈશ સંગ. "તો ઈશ ક્યાં છે? હું ઈશને જોઈ શકતો નથી. હું જોઈ શકતો નથી... કૃષ્ણ પણ ઈશ, પરમ છે, પણ હું તેમને જોઈ શકતો નથી." હવે, કૃષ્ણ છે. તમે આંધળા છો. કેમ તમે તેમને જોઈ નથી શકતા? તેથી તમે જોઈ નથી શકતા. તો તમારે તમારી આંખોને ખોલવી પડે, બંધ નહીં. તે ગુરુનું કર્તવ્ય છે. ગુરુ આંખોને ખોલે છે.

અજ્ઞાન તીમીરાન્ધસ્ય
જ્ઞાનાન્જન શલાકયા
ચક્ષુર ઉન્મીલીતમ યેન
તસ્મૈ શ્રી ગુરવે નમ:
(ગૌતમીય તંત્ર)

તો કેવી રીતે કૃષ્ણ આંખોને ખોલે છે? જ્ઞાનાન્જન-શલાકયા દ્વારા. જેમ કે અંધકારમાં આપણે કઈ જોઈ નથી શકતા. પણ જો દિવાસળી કે મીણબત્તી છે, અને જો મીણબત્તીને સળગાવવામાં આવે, તો આપણે જોઈ શકીએ. તેવી જ રીતે, ગુરુનું કર્તવ્ય છે કે આંખોને ખોલવી. આંખોને ખોલવી એટલે કે તેણે તે જ્ઞાન આપવું કે "તમે પુરુષ નથી. તમે પ્રકૃતિ છો. તમારી ધારણાઓને બદલો." તે કૃષ્ણ ભાવનામૃત છે.