GU/Prabhupada 0252 - આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએLecture on BG 2.6 -- London, August 6, 1973

તો આ બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ એટલા બધા મૂર્ખ, ધૂર્ત, દુર્જન છે, તેઓ આ ભૌતિકવાદી કાર્યોને વધારે છે. તેઓ વિચારે છે કે આ ભૌતિક કાર્યોને વધારીને તેઓ સુખી બનશે. ના. તે શક્ય નથી. દુરાશાયા યે.. અને તેમના નેતાઓ... અંધા યથા-અંધૈર ઉપનીયામાનસ તે અપીશ તંત્ર્યમ ઉરુ દામ્ની બદ્ધ: (શ્રી.ભા. ૭.૫.૩૧). આપણે બધા ખૂબજ કડકાઈથી બંધાયેલા છીએ, હાથ અને પગ, અને આપણે વિચારીએ છીએ કે આપણે મુક્ત છીએ, સ્વતંત્ર છીએ. ભૌતિક પ્રકૃતિના નિયમોના અનુસાર... છતાં, આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ. વૈજ્ઞાનિક ભગવાનને અવગણવાનો પ્રયાસ કરે છે, વિજ્ઞાન દ્વારા સ્વતંત્ર. તે શક્ય નથી. આપણે ભૌતિક પ્રકૃતિના સંકજામાં છીએ. ભૌતિક પ્રકૃતિ એટલે કે કૃષ્ણની પ્રતિનિધિ. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સ ચરાચરમ (ભ.ગી. ૯.૧૦). પ્રકૃતે: ક્રીયામાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). તો આપણે હમેશા દુવિધામાં હોઈએ છીએ અર્જુનની જેમ, શું કરવું અને શું ના કરવું. પણ જો આપણે આ સિદ્ધાંત અપનાવીશું, કે "આપણે કૃષ્ણ માટે જ કરવું જોઈએ..." તો કૃષ્ણ અને કૃષ્ણના પ્રતિનિધિ પાસેથી નિર્દેશન લઈને તમે કરો; ત્યારે કોઈ કર્મ બંધન નથી. કર્માણી નીર્દહતી કિન્તુ ચ ભક્તિ ભાજામ (બ્ર.સં. ૫.૫૪). નહિતો, દરેક કાર્યના પરિણામથી આપણે બાધ્ય થઈએ છીએ. આપણે બહાર નથી આવી શકતા. તો આ દુવિધા, "શું મારે લડવું કે ના લડવું," તેને સમજાવવામાં આવશે કે "હા, તારે કૃષ્ણ માટે લડવું જોઈએ. ત્યારે ઠીક છે." કામ: કૃષ્ણ-કર્માર્પણે. જેમ કે હનુમાન. તેઓ ભગવાન શ્રી રામચંદ્ર માટે લડ્યા. તેઓ પોતાને માટે ન હતા લડ્યા. તેવી જ રીતે, અર્જુન પણ, તેની ધ્વજા કપિ-ધ્વજ છે, તેની ધ્વજા ઉપર હનુમાનજીનું ચિહ્ન છે. તેને ખબર હતી. તો હનુમાન, એક મહાન યોદ્ધા, રાવણ સાથે લડ્યા, તેમના પોતાના સ્વાર્થ માટે નહીં. જરૂર હતી કે કેવી રીતે સીતાજીને રાવણના હાથમાથી બહાર કાઢવા, આખા પરિવારને મારી નાખવું, અને બહાર કાઢવા અને કેવી રીતે તેમને ભગવાન શ્રી રામચંદ્રની બાજુમાં બેસાડવા. આ હનુમાનજીની, ભક્તોની નીતિ છે. અને રાવણની નીતિ છે "સીતાને રામના હાથથી છીનવીને તેનો ભોગ કરવો." તે રાવણની નીતિ છે. અને હનુમાનની નીતિ છે: "સીતાને રાવણ પાસેથી લઈને રામની પાસે બેસાડવા." તે જ સીતા. સીતા એટલે કે લક્ષ્મી. તો લક્ષ્મી એટલે કે નારાયણની સંપત્તિ છે, ભગવાનની સંપત્તિ છે. તો આપણે શીખવું જોઈએ કે આ બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, રાવણો, તેઓ ભગવાનની સંપત્તિનો ભોગ કરવાનો પ્રયાસ કરે છે. એક રીતે કે બીજી રીતે... અવશ્ય આપણે રાવણ જેવા લોકો સાથે લડી નથી શકતા. તે... આપણે એટલા મજબૂત નથી.

તેથી આપણે નીતિ અપનાવી છે ભિખારી બનવાની: "સાહેબ, તમે એટલા સારા માણસ છો. કૃપા કરીને અમને કઈક આપો, અમને કઈક આપો" કારણકે તમે તમારું જીવન બગાડો છો ભગવાનની સંપત્તિને રાખીને, તેથી તમે નરકમાં જાઓ છો. તો તમે એક રીતે કે બીજી રીતે, તમે સદસ્ય બની જાવો, ત્યારે તમે બચી જશો. તમે સુરક્ષિત હશો." તે આપણી નીતિ છે. આપણે ભિખારી નથી. પણ તે એક નીતિ છે. હવે, આપણે એટલા મજબૂત નથી રાવણો સાથે લડવા માટે; નહિતો, આપણે લડીને બધું ધન લઈ લીધું હોત. પણ તે શક્ય નથી. આપણે એટલા શક્તિશાળી નથી. તેથી આપણે ભિખારીનું રૂપ ધારણ કર્યું છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.