GU/Prabhupada 0258 - બંધારણીય રીતે આપણે બધા સેવકો છીએLecture -- Seattle, September 27, 1968

એક સારો બંગાળી શ્લોક છે,

કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે
પાશતે માયા તારે જાપટિયા ધરે

જેવી આપણી મૂળ ચેતના ભૌતિક આનંદની ચેતનાથી પ્રદૂષિત થાય છે, કે, "મારે પ્રકૃતિની વસ્તુઓનું સ્વામી બનવું છે..." જેવા આપણે આપણી ચેતનાને આ રીતે બદલીએ, ત્યારે આપણા કષ્ટો પ્રારંભ થાય છે. તરત જ માયા. આ ચેતના, કે"હું આ ભૌતિક જગતનો મારા શ્રેષ્ઠ સામર્થ્યથી આનંદ કરી શકું.." દરેક વ્યક્તિ તે કરવાનો પ્રયાસ કરે છે. આપણામાના દરેક, કીડીથી લઈને શ્રેષ્ઠ પ્રાણી, બ્રહ્મા સુધી, દરેક સ્વામી બનવાનો પ્રયાસ કરે છે. જેમ કે તમારા દેશમાં કેટલા બધા લોકો પ્રચાર કરી રહ્યા હતા રાષ્ટ્રપતિ બનવા માટે. કેમ? તે જ વાત. દરેક વ્યક્તિ સ્વામી બનવાનો પ્રયાસ કરે છે. તે માયા છે. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન બિલકુલ વિપરીત છે. આપણે માત્ર કૃષ્ણના દાસનો દાસનો દાસનો દાસ બનવાનો પ્રયાસ કરીએ છીએ. બિલકુલ ઊલટું. સ્વામી બનવાને બદલે, આપણે કૃષ્ણના દાસનો દાસ બનવાનો પ્રયાસ કરીએ છીએ. ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસાનુદાસ (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦).

તો આધુનિક સભ્યતામાં, કોઈ કહી શકે છે કે આ ગુલામીની માનસિકતા છે. તે બહુ સારો વિચાર છે. "હું કેમ ગુલામ બનું? હું સ્વામી બનીશ." પણ વ્યક્તિને ખબર નથી કે આ ચેતના કે, "હું સ્વામી બનીશ," તે તેના કષ્ટોનું મૂળ કારણ છે. આ સિદ્ધાંતને સમજવો પડે. કારણકે મૂળ રીતે આપણે બધા સેવકો જ છીએ. આ ભૌતિક જગતના સ્વામી બનવાના નામે, આપણે આપણી ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છીએ. કારણકે રચનાત્મક રૂપે આપણે બધા સેવકો છીએ. આપણે સેવા કર્યા વગર રહી ના શકીએ. આ સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિ સેવક છે. હવે, આ છોકરાઓ જેમણે કૃષ્ણ ભાવનામૃતને અપનાવી લીધું છે, તેમણે કૃષ્ણના સેવકો બનવાનું સ્વીકાર કર્યું છે. તો તેમની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. પણ બીજા, જે વિચારે છે કે "કેમ હું ભગવાનનો દાસ કે સ્વામીજીનો દાસ બનું? હું માલિક બનીશ..." પણ વાસ્તવમાં, તે માલિક નથી બની શકતો. તે ઇન્દ્રિયોનો દાસ છે, બસ. જરા સમજવાનો પ્રયાસ કરો. તેણે સેવક જ રેહવું પડશે, પણ તે કામવાસનાનો દાસ છે, તે લોભનો દાસ છે, લાલચનો દાસ છે, ક્રોધનો દાસ છે, કેટલી બધી વસ્તુઓનો દાસ છે. કામાદીનામ કટી ન કટીધા પાલીતા દુર્નીદેશા: (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૬). ઉંચા સ્તર ઉપર, કોઈ માનવતાનો દાસ બની ગયો છે, કોઈ વ્યક્તિ સમાજનો સેવક બન્યો છે, કોઈ વ્યક્તિ દેશનો સેવક બન્યો છે. પણ વાસ્તવમાં ઉદ્દેશ્ય છે કે "હું સ્વામી બનીશ." તે રોગ છે. રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારો, તેઓ તેમના વિવિધ પ્રસ્તાવો પ્રસ્તુત કરે છે, ના, જાહેરનામું, કે "હું દેશની ખૂબ સારી રીતે સેવા કરીશ. કૃપા કરીને મને તમારો મત આપો." પણ સાચો ભાવ છે કે "કોઈ ન કોઈ રીતે, હું દેશનો સ્વામી બનીશ." તો આ માયા છે. તો જો આપણે આ નાના સિદ્ધાંતને સમજીએ, કે રચનાત્મક રીતે હું દાસ છું... કોઈ સંશય નથી. કોઈ પણ એવું ના કહી શકે કે "હું મુક્ત છું. હું સ્વામી છું." કોઈ પણ ના કહી શકે. જો તે એવી રીતે વિચારે છે, તે માયા છે. તે અસત્ય છે.