GU/Prabhupada 0268 - કૃષ્ણના શુદ્ધ ભક્ત બન્યા વગર કૃષ્ણને કોઈ સમજી ના શકેLecture on BG 2.10 -- London, August 16, 1973

તો તે ખૂબજ મુશ્કેલ છે. કોઈ પણ કૃષ્ણને સમજી શકતો નથી કૃષ્ણના શુદ્ધ ભક્ત બન્યા વગર. કારણકે કૃષ્ણ કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યસ ચાસ્મિ તત્ત્વતઃ (ભ.ગી. ૧૮.૫૫). તત્ત્વતઃ, સત્યમાં. તત્ત્વતઃ એટલે કે સત્ય. જો કોઈ વ્યક્તિને પણ કૃષ્ણને તત્ત્વતઃ સમજવું છે, ત્યારે તેણે આ ભક્તિમાર્ગને અપનાવવો જ પડે, ભક્ત, ભક્તિ. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). જયારે વ્યક્તિ ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી છે, તેમની સેવામાં સંલગ્ન થાય છે. સ્વામી અને ઋષિકેણ, જ્યારે તમારી ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં સંલગ્ન થાય છે, ત્યારે તમે પણ ઇન્દ્રિયોના સ્વામી બની જાઓ છો. તમે પણ. કારણકે તમારી ઇન્દ્રિયો ઋષિકેશની સેવામાં સંલગ્ન છે, ઇન્દ્રિયોને બીજો કોઈ અવસર નથી સંલગ્ન થવા માટે. તાળું વાગી ગયું. સ વૈ મનઃ કૃષ્ણ-પદારવિંદયોઃ (શ્રી.ભા. ૯.૪.૧૮). તો આ વિધિ છે ભક્તિમય સેવાની. જો તમારે ઇન્દ્રિયોના સ્વામી, ગોસ્વામી બનવું છે, તો તમે સદા તમારી ઇન્દ્રિયોને ઋષિકેશની સેવામાં સંલગ્ન રાખો તે એક જ વિધિ છે. નહિતો તે શક્ય નથી. જેવા તમે થોડા ઢીલા બની જશો તમારી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં લગાડવાથી, તરત જ માયા છે, "આવી જાઓ." આ વિધિ છે. કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે, પાશતે માયા તારે જાપટીયા ધરે. જેવા તમે કૃષ્ણને ભૂલી જશો, એક ક્ષણ માટે પણ, તરત જ માયા છે: "કૃપા કરીને, મારા પ્રિય મિત્ર, અહીં આવો." તેથી આપણે ખૂબજ સાવધાન બનવું જોઈએ. આપણે કૃષ્ણને એક ક્ષણ માટે પણ ભૂલી ના શકીએ. તેથી આ કીર્તનનો કાર્યક્રમ: હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે... હંમેશા કૃષ્ણને સ્મરણ કરો. પછી માયા તમને અડી નથી શકતી. મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે (ભ.ગી. ૭.૧૪). માયા અડી પણ નથી શકતી. જેમ કે હરિદાસ ઠાકુર. તેઓ ઋષિકેશની સેવામાં સંલગ્ન હતા. માયા પૂરી તાકાત સાથે આવી. છતાં, તે હારી ગઈ, હરિદાસ ઠાકુર ના હાર્યા.