GU/Prabhupada 0271 - કૃષ્ણનું નામ અચ્યુત છે. તેઓ ક્યારેય પતિત નથી થતાંLecture on BG 2.7 -- London, August 7, 1973

તો ગુણાત્મક રૂપે એક જ છે, પણ માત્રામાં અંતર છે. તો કારણકે ગુણ એક જ છે, તેથી આપણને બધા લક્ષણો છે, જે ભગવાન પાસે છે, કૃષ્ણ પાસે છે. કૃષ્ણ પાસે તેમના અંતરંગ શક્તિ, શ્રીમતી રાધારાણી, સાથે પ્રેમ કરવાનો સ્વભાવ છે. તેવી જ રીતે, કારણકે આપણે પણ કૃષ્ણના અંશ છીએ, તેથી આપણી પાસે પણ તે જ પ્રેમ કરવાનો સ્વભાવ છે. તો આ સ્વભાવ છે. પણ જ્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવીએ છીએ... કૃષ્ણ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં નથી આવતા. તેથી, કૃષ્ણનું નામ અચ્યુત છે. તેઓ ક્યારે પણ પતિત નથી થતા. કારણકે આપણે પતિત થવા માટે બાધ્ય છે, અધીન રહેવા માટે... પ્રકૃતે ક્રિયામાણાની. અત્યારે આપણે પ્રકૃતિના પ્રભાવની અંદર છીએ. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈઃ કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). જેવા આપણે આ ભૌતિક પ્રકૃતિના પાશમાં પડીએ છીએ, જેનો અર્થ છે... પ્રકૃતિ ત્રણ ગુણો દ્વારા બનેલી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આપણે આમાથી એક ગુણ પ્રાપ્ત કરીએ છીએ. આ કારણ છે. કારણમ ગુણ-સંગસ્ય (ભ.ગી. ૧૩.૨૨). ગુણ સંગ. એટલે કે વિવિધ પ્રકારના ગુણ સાથે સંગ કરવો. ગુણ સંગ અસ્ય જીવસ્ય, જીવનો. આ કારણ છે. કોઈ પૂછી શકે છે: "જો જીવ ભગવાનની જેટલો જ સારો છે, કેમ એક જીવ કૂતરો બની ગયો છે, અને બીજો જીવ દેવ બ્રહ્મા બની ગયો છે?" હવે તેનો ઉત્તર છે કારણમ. કારણ છે ગુણ-સંગ-અસ્ય. અસ્ય જીવસ્ય ગુણ-સંગ. કારણકે તે એક પ્રકારના ગુણ સાથે સંગ કરે છે. સત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ.

તો આ વાતો ખૂબ સ્પષ્ટપણે ઉપનિષદોમાં વર્ણિત છે, કેવી રીતે ગુણ-સંગ કાર્ય કરે છે. એક અગ્નિની જેમ. અગ્નિમાં તણખલા છે. તે.. ક્યારેક તણખલા અગ્નિથી નીચે પડે છે. હવે ત્રણ પરિસ્થિતિ છે અગ્નિના તણખલાને નીચે પતિત થવા માટે. જો તણખલું સૂખા ઘાસ ઉપર પડે છે, ત્યારે તે તરત જ સૂખા ઘાસને પ્રજ્વલિત કરી શકે છે. જો તે તણખો સામાન્ય ઘાસ ઉપર પડે છે, ત્યારે તે થોડા સમય માટે બળે છે, પછી તે ફરીથી બુઝાઈ જાય છે. પણ જો તે તણખો જળ ઉપર પડે છે, તરત જ બુઝાઈ જાય છે, અગ્નિ તત્ત્વ. તો જે લોકો સત્વ ગુણની પાશમાં છે, સત્વ ગુણ, તેઓ બુદ્ધિમાન છે. તેમની પાસે જ્ઞાન છે. જેમ કે બ્રાહ્મણ. અને જે લોકો રજોગુણના પાશમાં છે, તે લોકો ભૌતિક કાર્યોમાં વ્યસ્ત છે. અને જે લોકો તમોગુણના પાશમાં છે, તે લોકો આળસુ અને નિદ્રા કરે છે. બસ. આ લક્ષણ છે. તમોગુણ એટલે કે તે ખૂબજ આળસુ અને નિદ્રા કરે છે. રજોગુણ એટલે કે તે વ્યસ્ત છે, પણ વાંદરાની જેમ વ્યસ્ત. જેમ કે વાંદરો વ્યસ્ત છે, પણ તે ખૂબ ખતરનાક છે. જેવો... વાંદરો, તમે ક્યારે પણ તેને નિષ્ક્રિય નહીં જુઓ. જ્યારે પણ તે બેસે છે, તે કરે છે, "ગટ ગટ ગટ ગટ".