GU/Prabhupada 0276 - ગુરુનું કાર્ય છે કેવી રીતે તમને કૃષ્ણ આપવા, કોઈ ભૌતિક વસ્તુઓ નહીં



Lecture on BG 2.7 -- London, August 7, 1973

તો આ જ્ઞાનની જરૂર છે, કેવી રીતે સાચા ગુરુ શોધવા અને કેવી રીતે તેમને શરણાગત થવું. ગુરુનો અર્થ એમ નથી કે હું એક ગુરુને રાખું, મારી ઈચ્છા-પૂર્તિ માટે, "મારા વ્હાલા ગુરુ, હું આનાથી પીડિત છું. શું તમે મને કોઈક દવા આપી શકો છો?" "હા, હા, આ દવા લો." "હા." એવા ગુરુ નહીં. જો તમને કોઈ રોગ થયો હોય, તો તમે ડોક્ટર પાસે જાઓ. ગુરુનું કાર્ય નથી તમને કોઈ દવા આપવી. ગુરુનું કાર્ય છે તમને કૃષ્ણ આપવા. કૃષ્ણ સેઈ તોમાર, કૃષ્ણ દિતે પાર. એક વૈષ્ણવ ગુરુને પ્રાર્થના કરે છે: "સાહેબ, તમે કૃષ્ણના ભક્ત છો." "જો તમે ઈચ્છો તો તમે મને કૃષ્ણ આપી શકો છો." તે શિષ્યનું સ્થાન છે. ગુરુનું કાર્ય છે તમને કેવી રીતે કૃષ્ણ આપવા, કોઈ ભૌતિક વસ્તુ નહીં. ભૌતિક વસ્તુઓ માટે, કેટલી બધી સંસ્થાઓ છે. પણ જો તમને કૃષ્ણ જોઈએ છે, ત્યારે ગુરુની જરૂર પડે છે. કોણ છે, કોને ગુરુની જરૂર છે?

તસ્માદ ગુરુમ પ્રપદ્યેત
જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ
શબ્દે પરે ચ નિષ્ણાતમ
બ્રહ્મણી ઉપસમાશ્રયમ
(શ્રી.ભા. ૧૧.૩.૨૧)

કોને ગુરુની જરૂર છે? ગુરુ કોઈ ફેશન માટે નથી. "ઓહ, મારે ગુરુ છે. હું ગુરુ બનાવીશ." ગુરુ એટલે કે, જે ગંભીર છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત. વ્યક્તિએ ગુરુ શોધી કાઢવા જોઈએ. કેમ? જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. જે પરમ સત્યના વિષે જિજ્ઞાસુ છે. ગુરુ નહીં, ફેશન માટે. જેમ કે આપણે એક કુતરાને રાખીએ, ફેશન માટે. તેવી રીતે, તમે ગુરુને રાખો. તે ગુરુ નથી... "ગુરુ મારા નિર્ણયના હિસાબે કાર્ય કરશે." એવું નથી. ગુરુ એટલે કે જે તમને કૃષ્ણ આપી શકે છે. તે ગુરુ છે. કૃષ્ણ સેઈ તોમાર. કારણ કે કૃષ્ણ ગુરુ છે. તે બ્રહ્મ-સંહિતામાં બતાવેલું છે. વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મ-ભકતૌ (બ્ર.સં. ૫.૩૩). વેદેષુ દુર્લભમ. જો તમારે શોધવું છે... વેદનો અર્થ જ્ઞાન છે, અને અંતિમ જ્ઞાન છે કૃષ્ણને સમજવું. વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યમ (ભ.ગી. ૧૫.૧૫). આ ઉપદેશ છે. તો જો તમને સ્વતંત્રતાથી વેદોનો પાઠ કરવો છે, બસ, અમુક ધૂર્તો છે... તેઓ કહે છે: "અમે માત્ર વેદોને સમજીએ છીએ." તમે શું સમજો છો વેદોમાં? તમે કેવી રીતે વેદોને સમજશો? તો વેદ કહે છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભીગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). શું તમે એક વેદને લઈને કે ખરીદી કરીને તમે વેદોને સમજી જશો? વેદ એટલી સસ્તી વસ્તુ નથી. બ્રાહ્મણ બન્યા વગર કોઈ પણ વેદને સમજી ના શકે, વેદ શું છે. તેથી, તે નિયંત્રિત છે. બ્રાહ્મણ બન્યા વગર, કોઈને પણ વેદોનો અભ્યાસ કરવાની અનુમતિ નથી. તે બધું વ્યર્થ છે. તમે શું સમજશો વેદોના વિષયમાં? તેથી વ્યાસદેવ, ચાર વેદોની રચના કર્યા પછી, ચાર વેદોને વિભાજીત કરીને, તેમણે મહાભારતની રચના કરી. કારણકે વેદ, વેદોની વિષય વસ્તુ સમજવી એટલી મુશ્કેલ છે. સ્ત્રી-શુદ્ર-દ્વિજ-બંધુનામ ત્રયી ન શ્રુતિ ગોચર: (શ્રી.ભા. ૧.૪.૨૫). સ્ત્રીઓ માટે, શુદ્રો માટે, અને દ્વિજ બંધુઓ માટે. તેઓ સમજી નથી શકતા કે વેદ શું છે. તો આ બધા ધૂર્ત દ્વિજ-બંધુઓ અને શુદ્રો, વેદોનો અભ્યાસ કરવા માંગે છે. ના, તે શક્ય નથી. સૌથી પેહલા તમારે બ્રાહ્મણ યોગ્યતામાં સ્થિત હોવું જોઈએ, સત્યમ સમો દમસ તિતિક્ષ્વ આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકયમ બ્રહ્મ-કર્મ સ્વભાવજમ (ભ.ગી. ૧૮.૪૨). પછી વેદોને સ્પર્શ કરો. નહિતો, તમે વેદોને શું સમજશો? વ્યર્થ. તેથી વેદો કહે છે: તદ વિજ્ઞાનર્થમ સ ગુરુમ (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે એક ગુરુ પાસે જવું જ જોઈએ વેદને સમજવા. અને તે વેદ શું છે? વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યમ (ભ.ગી. ૧૫.૧૫). વેદ એટલે કે, વેદોનો અભ્યાસ મતલબ કૃષ્ણને સમજવા. અને તેમને શરણાગત થવું. તે વૈદિક જ્ઞાન છે. જ્યારે અહીં અર્જુન કહે છે કે: પ્રપન્નમ. "હવે હું તમને શરણાગત થાઉ છું. હવે હું તમારી સાથે સમાન સ્તર પર વાત નથી કરવાનો જાણે કે હું ઘણું બધુ જાણતો હોઉ." તે સાચો હતો, પણ તે ભૌતિક સ્તર ઉપર વિચારતો હતો. તે વિચારતો હતો કે પ્રદુષ્યન્તિ કુલ-સ્ત્રિયઃ (ભ.ગી. ૧.૪૦). જો બધા... આ ભૌતિક વાત છે. પણ વૈદિક જ્ઞાન આધ્યાત્મિક છે, ઉત્તમમ. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય: ઉત્તમમ (શ્રી ભા. ૧૧.૩.૨૧). આ શ્રેય. ઉત્તમમ. યચ શ્રેય સ્યાત નિશ્ચિતમ. પાકું. ત્યારે, બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી. તે ઉપદેશ, હવે કૃષ્ણ દ્વારા આપવામાં આવશે. સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). અને આ થાય છે - બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે (ભ.ગી. ૭.૧૯).

તો તેથી, જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિએ પૂર્ણ રીતે કૃષ્ણ પ્રતિ કે તેમના પ્રતિનિધિના પ્રતિ શરણાગત થવું જોઈએ. ત્યારે તેનું જીવન સફળ છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.