GU/Prabhupada 0280 - ભક્તિમય સેવા એટલે ઈન્દ્રિયોની શુદ્ધિLecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

તો કૃષ્ણ ભાવનામૃત, અથવા ભક્તિમય સેવા, એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી, બસ તેટલું જ. આપણે નાશ નથી કરવાનો, આ ઇન્દ્રિય કાર્યોથી બહાર નથી આવવાનું. ના. આપણે માત્ર આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે. તમે કેવી રીતે તમારી ઇન્દ્રિયોથી બહાર આવી શકો? કારણકે તમે જીવ છો, તમારી ઇન્દ્રિયો તો છે જ. પણ વાત છે કે વર્તમાન સમયે, કારણકે આપણે ભૌતિક રૂપે દૂષિત છીએ, આપણી ઇન્દ્રિયોને પૂર્ણ આનંદ નથી મળી રહ્યો. આ સૌથી વૈજ્ઞાનિક છે. તો ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). નિર્મલમ એટલે કે શુદ્ધિકારણ. કેવી રીતે તમે તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકો? તે નારદ-ભક્તિ-સૂત્રમાં વ્યક્ત છે. તેમ કહેવાયેલું છે કે સર્વોપાધિ-વિનિર્મુક્તમ. ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ એટલે કે તમારે બધા પ્રકારની ઉપાધીઓમાથી મુક્ત થવું પડે. આપણું જીવન ઉપાધિઓથી ભરેલું છે. જેમ કે હું વિચારું છું "હું ભારતીય છું, " હું વિચારું છું "હું સંન્યાસી છું," તમે વિચારો છો તમે અમેરિકન છો, તમે વિચારો છો "પુરુષ," તમે વિચારો છો "સ્ત્રી," તમે વિચારો છો "શ્વેત," તમે વિચારો છો "શ્યામ." કેટલી બધી ઉપાધીઓ. આ બધા ઉપાધીઓ છે. તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવી એટલે કે ઉપાધીને શુદ્ધ કરવી. અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે "હું ભારતીય નથી કે યુરોપીયન નથી કે અમેરિકન નથી કે આ નથી કે તે નથી. મારો કૃષ્ણ સાથે શાશ્વત સંબંધ છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું." જ્યારે આપણે પૂર્ણ રીતે સમજી જઈએ છીએ કે "હું કૃષ્ણનો અભિન્ન અંશ છું," તે કૃષ્ણ ભાવનામૃત છે અને તે તમારી ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ છે."

તો કૃષ્ણના અંશ રૂપે, તમારે કૃષ્ણની સેવા કરવી પડે. તે તમારો આનંદ છે. અત્યારે આપણે આપણી ઇન્દ્રિયોની સેવા કરીએ છીએ, ભૌતિક ઇન્દ્રિયો. જ્યારે તમે..., જ્યારે તમે સાક્ષાત્કાર કરશો કે તમે કૃષ્ણના અંશ છો, ત્યારે તમે કૃષ્ણની, ગોવિંદની ઇન્દ્રિયોને તુષ્ટ કરશો. અને તેમની ઇન્દ્રિયોને તુષ્ટ કરવાથી, તમારી ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જશે. જેમ કે આ ઉદાહરણ - આ આધ્યાત્મિક નથી - જેમ કે પતિને ભોક્તાના રૂપે સ્વીકાર કરવામાં આવે છે, અને પત્નીને ભોગવવાના રૂપમાં. પણ જો પત્ની પતિની ઇન્દ્રિયોને તુષ્ટ કરશે, ત્યારે તેની ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. તેવી જ રીતે, જો તમારી શરીર ઉપર જો તમને થોડીક ખંજવાળ આવે છે, અને તમારા શરીરનો ભાગ, આંગળી, તે ભાગ ઉપર ખંજવાળ કરે છે, તે સંતોષ આંગળી દ્વારા પણ અનુભવાય છે. એવું નથી કે તે જ ભાગ સંતુષ્ટિનો અનુભવ કરે છે, પરંતુ આખું શરીર સંતોષનો અનુભવ કરે છે. તેવી જ રીતે, કૃષ્ણ પૂર્ણ હોવાથી, જ્યારે તમે કૃષ્ણને સંતુષ્ટ કરશો, કૃષ્ણ, ગોવિંદની ઇન્દ્રિય, ત્યારે આખા બ્રહ્માંડની સંતુષ્ટિ થાય છે. આ વિજ્ઞાન છે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટ. બીજુ ઉદાહરણ છે કે જો તમે તમારા પેટને સંતુષ્ટ કરશો, ત્યારે આખું શરીર સંતુષ્ટ થઇ જાય છે. પેટ ભોજન પદાર્થના પાચન દ્વારા એટલી શક્તિ આપશે, કે તે રક્તમાં પરિવર્તિત થશે, તે હ્રદયમાં આવશે, અને હ્રદયથી તે આખા શરીરમાં ફેલાઈ જશે, અને આખા શરીરમાં જે કષ્ટ, જે કમજોરી હતી, તે સંતુષ્ટ થઇ જશે.

તો આ છે કૃષ્ણ ભાવનામૃતની વિધિ. આ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે, અને કૃષ્ણ વ્યક્તિગત રૂપે સમજાવે છે. તો યજ જ્ઞાત્વા, જો તમે કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને જાણશો, ત્યારે કઈ પણ વસ્તુ જાણવાની બાકી નહીં રહે. બધું જાણમાં આવી જશે. તે એટલી સરસ વસ્તુ છે.