GU/Prabhupada 0293 - બાર પ્રકારના રસ – વિનોદી



Lecture -- Seattle, October 4, 1968

કૃષ્ણ એટલે કે "સર્વ-આકર્ષક." તેઓ પ્રેમીને આકર્ષક છે, તેઓ જ્ઞાનીને આકર્ષક છે, તેઓ રાજનેતાને આકર્ષક છે, તેઓ વૈજ્ઞાનિકને આકર્ષક છે, તેઓ ચોરને પણ આકર્ષક છે. ચોરને પણ. જ્યારે કૃષ્ણ કંસના આંગણમાં ગયા હતા, ત્યારે વિવિધ પ્રકારના લોકો તેમનું વિવિધ દ્રષ્ટિએ દર્શન કર્યું. જેમને વૃંદાવનથી નિમંત્રણ અપાયેલું હતું, તે યુવાન છોકરીઓ હતી. તેમણે કૃષ્ણને જોયા, "ઓહ, સૌથી સુંદર વ્યક્તિ." જે પહેલવાનો હતા, તેમણે કૃષ્ણને વજ્ર સમાન જોયા. તેમણે પણ કૃષ્ણના દર્શન કર્યા, પણ તેમણે કહ્યું, "ઓહ, અહીં તો વજ્ર છે." જેમ કે, તમે કેટલા પણ મજબૂત કેમ ન હોવ, પણ જ્યારે વજ્રનો પાત થાય છે, ત્યારે બધું પૂરું થઇ જાય છે. તો તે પહેલવાનોએ કૃષ્ણને વજ્રની જેમ જોયા. હા. અને વૃદ્ધ વ્યક્તિઓ, વૃદ્ધ સ્ત્રીઓ, તે લોકોએ કૃષ્ણના એક સુંદર બાળકની જેમ દર્શન કર્યા. તો તમે કૃષ્ણ સાથે કોઈ પણ રીતે સંબંધ સ્થાપિત કરી શકો છો. બાર પ્રકારના રસ છે. જેમ કે કારેક આપણને કોઈ નાટ્યમાં ખૂબજ દુઃખદ દ્રશ્ય જોવું છે, કોઈ ભયાનક દ્રશ્ય. કોઈ બીજાની હત્યા કરે છે અને આપણે તેને જોઈને આનંદ માણીએ છીએ. વિવિધ પ્રકારના વ્યક્તિઓ છે... વિવિધ પ્રકારની રમતો છે. મોન્ટ્રિયલમાં અમારો એક વિદ્યાર્થી છે, તે કહેતો હતો કે તેમના પિતા સ્પેનમાં બળદના યુદ્ધનો આનંદ લેતા હતા. જ્યારે બળદ યુદ્ધની લડાઈમાં મરી જાય, ત્યારે તે આનંદ લેતા હતા - વિવિધ પ્રકારના માણસો. એક વ્યક્તિ જુએ છે, "ઓહ, તે દર્દનાક છે," અને બીજો વ્યક્તિ મજા લે છે, "ઓહ, તે ખૂબ સારું છે." તમે જોયું?

તો કૃષ્ણ સમાવી શકે છે. જો તમારે રૌદ્ર વસ્તુઓને પ્રેમ કરવો છે, કૃષ્ણ તમારી સમક્ષ નરસિંહદેવની જેમ પ્રસ્તુત છે, "આહ." (હાસ્ય) હા. અને જો તમારે કૃષ્ણને એક પ્રેમમય મિત્રની જેમ જોવા છે, તે છે વંશી-ધારી, વૃંદાવન વિહારી. જો તમારે કૃષ્ણને એક પ્યારા બાળકની જેમ જોઈએ છે, તો તેઓ ગોપાલ છે. જો તમને કૃષ્ણને એક પ્રેમી મિત્રની જેમ જોઈએ છે, તે અર્જુન છે. જેમ કે અર્જુન અને કૃષ્ણ. તો બાર પ્રકારના રસો છે. કૃષ્ણ બધા પ્રકારના રસોમાં સંમિલિત થઇ શકે છે, તેથી તેમનું નામ છે અખિલ-રસામૃત-સિંધુ. અખિલ-રસામૃત-સિંધુ. અખિલ એટલે કે વૈશ્વિક, રસ એટલે કે રસ, અને સાગર. જેમ કે જો તમારે જળ શોધવું છે, અને તમે પેસિફિક મહાસાગરની સામે જાઓ, ઓહ, અસીમિત જળ. કોઈ તુલના નથી કેટલું જળ છે. તેવી જ રીતે, જો તમને કઈક જોઈએ છે અને તમે કૃષ્ણ પાસે જાઓ, તમને અસીમિત ભંડાર મળશે, અસીમિત ભંડાર, જેમ કે સાગર. સિંધુ. તેથી ભગવદ ગીતામાં કહેવાયેલું છે, યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ (ભ.ગી. ૬.૨૦-૨૩). જો કોઈ પણ તે પરમ પૂર્ણ પાસે પહોંચી શકે છે કે પ્રાપ્ત કરી શકે છે, તો તે સંતુષ્ટ થઇ જશે અને તે કહેશે કે, "ઓહ, મને હવે કઈ પણ ઈચ્છા નથી. મારી પાસે બધું પૂર્ણ છે, પૂર્ણ તુષ્ટ છું." યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતે (ભ.ગી. ૬.૨૦-૨૩). અને જો કોઈ તે દિવ્ય સ્તિથીમાં સ્થિત થાય છે, ત્યારે શું થાય છે? ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે (ભ.ગી. ૬.૨૦-૨૩). જો દુઃખની ખૂબજ કઠિન પરીક્ષા છે, મારા કહેવાનો અર્થ છે, તે ભ્રષ્ટ નથી થતો.

કેટલા બધા ઉદાહરણો છે શ્રીમદ ભાગવતમમાં. જેમ કે ભગવદ ગીતામાં પાંડવો કેટલી બધી કષ્ટમય પરિસ્થિતીમાં હતા, પણ તેઓ ક્યારેય પણ ભ્રષ્ટ ન હતા થયા. તેમણે ક્યારેય પણ કૃષ્ણને નિવેદન ન હતું કર્યું, "મારા પ્રિય કૃષ્ણ, તમે અમારા મિત્ર છો, પાંડવોના. કેમ અમે આટલા બધા કષ્ટોની પરીક્ષા અનુભવીએ છીએ?" ના. તેમણે ક્યારેય ન હતું કહ્યું. કારણકે તેમને વિશ્વાસ હતો કે, "આ બધા કષ્ટોના હોવા છતાં, અમે વિજયી થશું કારણકે કૃષ્ણ છે. કારણકે કૃષ્ણ છે." આ વિશ્વાસ. તેને કહેવાય છે, શરણાગતિ, સમર્પણ.