GU/Prabhupada 0305 - આપણે કહીએ છીએ ભગવાન મૃત છે. તો આપણે આપણી આંખોને આ ભ્રમમાંથી બહાર કાઢવી પડશે
Lecture -- Seattle, October 2, 1968
પ્રભુપાદ: આગળ વધો.
તમાલ કૃષ્ણ: "જીવ તે સૂર્ય કિરણના એક નાનકડા અંશની જેમ છે, જ્યારે કૃષ્ણ ઝગમગતા સૂર્યની જેમ છે. ભગવાન ચૈતન્યએ જીવોની તુલના આગથી નીકળતા તણખલાઓની સાથે કરી છે. અને પરમ ભગવાનની તુલના સૂર્યની ભડકતી અગ્નિની સાથે. ભગવાન આ સંદર્ભમાં વિષ્ણુ પુરાણથી એક શ્લોક વર્ણિત કરે છે, જેમાં કહેવાયેલું છે કે આ ભૌતિક જગતમાં જે પણ વ્યક્ત છે, તે પરમ ભગવાનની શક્તિ જ છે. ઉદાહરણ માટે, જેમ કે એક સ્થાનમાં સ્થિત અગ્નિ, તેની જ્યોતિ અને ઉષ્મા આજુ બાજુમાં પ્રદર્શિત કરે છે, તેવી જ રીતે, ભગવાન ભલે તે આધ્યાત્મિક જગતમાં એક જ સ્થાનમાં સ્થિત છે, તેમની વિવિધ શક્તિઓ બધી જગ્યાએ પ્રકટ કરે છે."
પ્રભુપાદ: હવે, આ ખૂબજ સરળ છે. જરા સમજવાનો પ્રયાસ કરો. જેમ કે આ અગ્નિ, આ દીપ, એક સ્થાનમાં સ્થિત છે પણ જ્યોતિ આખા ઓરડામાં ફેલાઈ રહી છે. તેવી જ રીતે, જે પણ તમે જુઓ છો, આ ભૌતિક પ્રાકટ્યનું પ્રદર્શન, તે પરમ ભગવાનની શક્તિના પ્રદર્શન છે. પરમ ભગવાન એક જગ્યામાં સ્થિત છે. તે આપણે બ્રહ્મ-સંહિતામાં બતાવીયે છીએ: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ. તેઓ એક વ્યક્તિ છે. જેમ કે તમારા રાષ્ટ્રપતિ, મિસ્ટર જોહન્સન, તે વોશિંગટનમાં તેમના ઓરડામાં બેઠા છે, પણ તેમની તાકાત, તેમની શક્તિ, આખા રાજ્યમાં ચાલી રહી છે. જો તે ભૌતિક રીતે સંભવ છે, તેવી જ રીતે કૃષ્ણ, કે ભગવાન, પરમ પુરુષ, તેઓ તેમના જગ્યા, ધામ, વૈકુંઠ કે ભગવાનના ધામમાં સ્થિત છે, પણ તેમની શક્તિ કાર્ય કરી રહી છે. બીજું ઉદાહરણ, સૂર્ય. સૂર્ય, તમે જોઈ શકો છો, કે સૂર્ય એક જગ્યામાં સ્થિત છે, પણ તમે જુઓ છો કે સૂર્ય કિરણો સમસ્ત બ્રહ્માંડમાં ફેલાય છે. સૂર્યપ્રકાશ તમારા ઓરડામાં છે. તો તેવી જ રીતે, જે પણ તમે ઉપયોગ કરો છો, તમે પોતે પણ, આપણે તે પરમ ભગવાનની શક્તિનું પ્રદશન છીએ. આપણે તેમનાથી ભિન્ન નથી. પણ જ્યારે માયાનું અથવા ભ્રમનું વાદળ મારી આંખોને ઢાંકી દે છે, ત્યારે આપણે સૂર્યને નથી જોઈ શકતા. તેવી જ રીતે, જ્યારે જીવનની ભૌતિક ધારણા મને ઢાંકી દે છે, ત્યારે હું નથી સમજી શકતો કે ભગવાન શું છે. આપણે કહીએ છીએ કે ભગવાન મરી ગયા છે. તો આપણે આપણી આંખો ઉપરના આ ભ્રમના આવરણને કાઢવું પડે. પછી તમે ભગવાનને પ્રત્યક્ષ જોશો: "અહીં ભગવાન છે." હા. બ્રહ્મ સંહિતામાં કહેવાયેલું છે,
- પ્રેમાંજનછુરીત ભક્તિ વિલોચનેન
- સન્તઃ સદૈવ હ્રદયેષુ વિલોકયંતી
- યમ શ્યામસુંદરમ અચિંત્ય ગુણ સ્વરૂપમ
- ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ
- (બ્ર.સં. ૫.૩૮)
તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તેઓ શ્યામસુંદર છે. શ્યામસુંદર. શ્યામ એટલે કે કાળાશ પડતું પણ ખૂબજ, ખૂબજ સુંદર. તે સુંદર વ્યક્તિ, પરમ પુરુષ, કૃષ્ણ, હંમેશા જોવામાં આવે છે અને દર્શિત થાય છે સંત પુરુષો દ્વારા. પ્રેમાંજનછુરિત ભક્તિ-વિલોચનેન. કેમ તેઓ જુએ છે? કારણકે તેમની આંખો ભગવત-પ્રેમના કાજલ દ્વારા સાફ છે. જેમ કે જો તમારા આંખો દોષ-યુક્ત છે, તમે કોઈ મલમ, કોઈ ડોક્ટર પાસેથી કોઈ મલમ લો, અને તમારી નેત્રદ્રષ્ટિ ખૂબજ સ્પષ્ટ અને તેજ બને છે, તમે વસ્તુઓને ખૂબજ સારી રીતે જોઈ શકો છો. તેવી જ રીતે, જ્યારે તમારી, આ ભૌતિક આંખો ભગવત-પ્રેમથી સુશોભિત થાય છે, ત્યારે તમે ભગવાનને જોઈ શકો છો, "અહીં ભગવાન છે." તમે નહીં કહો કે ભગવાન મરી ગયા છે. અને તે આવરણને હટાવવું જ પડે, અને તે આવરણને હટાવવા માટે તમારે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને અપનાવવું જ પડે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.