GU/Prabhupada 0311 - અમે નવો પ્રકાશ આપી રહ્યા છીએ – ધ્યાન અસફળ થશે. તમે આનો સ્વીકાર કરો
Lecture -- Seattle, October 2, 1968
બાળક: જ્યારે ભગવાન બુદ્ધ અહીં હતા, ત્યારે શું તેમણે બેસીને ધ્યાન કર્યું હતું?
પ્રભુપાદ: હા.
બાળક: ઠીક, મને લાગતું હતું કે આ યુગમાં ધ્યાન ના કરી શકાય, પણ ભગવાન બુદ્ધ, જે ભગવાનના પુત્ર હતા, તેમણે ધ્યાન કર્યું. પ્ર
ભુપાદ: હા.
બાળક: પણ શું તે કલિયુગ ન હતો?
પ્રભુપાદ: હા.
બાળક: શું તે કલિયુગ હતો?
પ્રભુપાદ: હા.
બાળક: તો તમે કેવી રીતે ધ્યાન કરી શકો?
પ્રભુપાદ: ખૂબજ સરસ (હાસ્ય) તેથી આપણે બુદ્ધથી પણ શ્રેષ્ઠ છીએ. આપણે કહીએ છીએ કે ધ્યાન શક્ય નથી. શું તમે જોયું? શું તમે હવે સમજ્યા? ભગવાન બુદ્ધે કહ્યું, "ધ્યાન કરો," પણ ભગવાન બુદ્ધના અનુયાયીઓ ધ્યાન ન કરી શક્યા. તેઓ નિષ્ફળ ગયા. અમે નવો પ્રકાશ આપીએ છીએ, કે "ધ્યાન નિષ્ફળ થશે. તમે આ ગ્રહણ કરો." શું તે સ્પષ્ટ છે? હા. જો કોઈએ તમને કઈ કરવા માટે કહ્યું છે, અને તમે નિષ્ફળ થયા, અને હું કહું છું, "તમે આમ ના કરો. આનો સ્વીકાર કરો. તે સરસ હશે." જેમ કે તું બાળક છે, તું ધ્યાન નથી કરી શકતો, પણ તું હરે કૃષ્ણ જપ કરીને નૃત્ય કરી શકે છે. ભગવાન બુદ્ધને ખબર હતી કે તે લોકો ધ્યાન નથી કરી શકતા હતા. તું એક ખૂબ જ બુદ્ધિશાળી છોકરો છે. પણ તે લોકોના બકવાસને રોકવા માટે, તેમણે ફક્ત કહ્યું, "બેસી જાઓ. ધ્યાન કરો." બસ (હાસ્ય) જેમ કે નટખટ છોકરો, તે તોફાન કરે છે. તેના પિતા કહે છે, "મારા પ્રિય જ્હોન, તું અહીં બેસી જા." તે જાણે છે કે તે બેસી નથી શકતો, પણ હાલપુરતો તે બેસી જાશે. પિતા જાણે છે કે તે શાંતિથી નહીં બેસે, પણ ઓછામાં ઓછું હાલપુરતું તેને આ તોફાન કરતો રોકવા દો. ઠીક છે. હરે કૃષ્ણ જપ કરો.