GU/Prabhupada 0325 - આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરો અને આ તમારી સાધના છે
Class in Los Angeles -- Los Angeles, November 15, 1968
તો આ કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે. આ કસોટી છે. આ બધા છોકરાઓ, કોઈ પણ માણસ આવી શકે અને તેમને પૂછે કે તેમને કેવું લાગે છે. જ્યા સુધી તેમને કોઈ આધ્યાત્મિક સંતુષ્ટિ ના મળતી હોય, કેવી રીતે તેઓ બધું છોડીને આ કૃષ્ણ ભાવનાભાવિત જપમાં સંલગ્ન થઇ શકે? તેથી આ કસોટી છે. નૈશામ મતિસ તાવદ ઉરૂક્રમાંઘ્રીમ (શ્રી.ભા. ૭.૫.૩૨). મતિસ તાવદ. મતિસ તાવદ ઉરૂક્રમાંઘ્રીમ. ઉરૂક્રમાંઘ્રીમ. ઉરૂક્રમ. કૃષ્ણનું બીજુ નામ ઉરૂક્રમ છે. ઉરૂક્રમ એટલે કે... ઉરુ એટલે કે ખૂબજ મુશ્કેલ, અને ક્રમ એટલે કે ડગલા. જેમ કે વામન-અવતારમાં કૃષ્ણે, તેમના ડગલાને આકાશ સુધી પોંહચાડયા હતા. તેથી તેમનું નામ ઉરૂક્રમ છે. તો વ્યક્તિ તેનું મન કૃષ્ણના ચરણકમળ ઉપર એકનિષ્ઠ નથી કરી શકતો જ્યા સુધી, મહીયશામ પાદ રજો અભિષેકમ નિષ્કિંચનાનામ ન વર્ણીત યાવત (શ્રી.ભા. ૭.૫.૩૨). તે શક્ય નથી જ્યા સુધી તેને તક નથી મળી એવા વ્યક્તિની ચરણ કમળની ધૂળને અડવાની જે નિષ્કિંચન છે, જેને કોઈ પણ ભૌતિક આકાંક્ષાઓ નથી; મહીયશામ, અને જીવન માત્ર કૃષ્ણ પ્રતિ સમર્પિત છે. જેવું કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવે છે, તેમની કૃપાથી, આ વસ્તુ, આ કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત થઇ શકે છે. બીજી કોઈ પદ્ધતિ દ્વારા નહીં. નૈષામ મતિસ તાવદ ઉરૂક્રમાંઘ્રીમ (શ્રી.ભા. ૭.૫.૩૨). કસોટી હશે સ્પૃશતી અનર્થાપગમો યદ-અર્થ: મહિયશામ પાદ રજો અભિષેકમ નિષ્કિંચનાનામ ન વર્ણીત યાવત (શ્રી.ભા. ૭.૫.૩૨). આ પરીક્ષા છે, અને આ પદ્ધતિ છે એક પ્રામાણિક વ્યક્તિ પાસે જવા માટે અને તેમની પાસેથી આ કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત કરવા માટે, તેમની અનુકંપાથી, તેમની કૃપા દ્વારા. પણ જેવુ કોઈને આ પ્રાપ્ત થઇ જાય છે, તરત જ ભૌતિક ફસામણીમાંથી તેની મુક્તિ પ્રારંભ થઇ જાય છે. તરત જ, તરત જ. અને જેમ જેમ તે વધારે પ્રગતિ કરે છે, વધારે પ્રગતિ કરે છે, પ્રગતિ, પ્રગતિ, તેનું જીવન શ્રેષ્ઠ બને છે. હવે એક વાત... કોઈ પ્રશ્ન પૂછી શકે છે, ધારો કે કોઈ વ્યક્તિએ કૃષ્ણ ભાવનામૃત લાગણીવશ લઇ લીધું છે, પણ તે તેને પૂરૂ ના કરી શક્યો. તેનું પરિણામ શું છે? તે પણ શ્રીમદ ભાગવતમમાં વ્યક્ત છે. ત્યક્ત્વા સ્વ-ધર્મમ ચરણામ્બુજમ હરેર (શ્રી.ભા. ૧.૫.૧૭). સ્વ-ધર્મમ.
સ્વ-ધર્મ એટલે કે દરેકને કોઈ ચોક્કસ કર્તવ્ય હોય છે, વ્યવસાય છે. દરેકને. તો જો કોઈ તેનું ચોક્કસ કર્તવ્ય છોડી દે છે, ત્યક્ત્વા સ્વ-ધર્મમ... જેમ કે કેટલા બધા છોકરાઓ અને છોકરીઓ, તેઓ અહીં આવે છે. તેઓ બીજા કોઈ કાર્યોમાં સંલગ્ન હતા, પણ એકાએક તેઓ છોડીને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જોડાઈ ગયા. તો તેમના માટે, ભાગવત કહે છે, ત્યક્ત્વા સ્વ-ધર્મમ... સ્વ એટલે કે પોતાનો, વૃત્તિ, ધર્મ. હવે અહીં ધર્મ એટલે કે શ્રદ્ધા નથી. વ્યવસાયિક કર્તવ્ય. ત્યક્ત્વા સ્વ-ધર્મમ ચરણામ્બુજમ હરેર. ધારો કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનના થોડા પ્રવચનો સાંભળીને, તે નિશ્ચય કરે છે, "હવે હું આ કૃષ્ણ ભાવનામૃત શરુ કરીશ," અને તે તેના નિર્ધારિત કર્તવ્યોને કે વ્યવસાયિક ધર્મનો ત્યાગી કરી દે છે. ત્યક્ત્વા સ્વ-ધર્મમ ચરણામ્બુજમ હરેર ભજન અપકવો અથ પતેત તતો યદિ (શ્રી.ભા. ૧.૫.૧૭). ભજન. હવે તે જપ શરુ કરે છે કે નિયમ પાલન કરે છે, અને અચાનક તે પતિત થઇ જાય છે. તેનું પતન થઇ જાય છે. તે પૂરૂ ના કરી શક્યો. કોઈ કારણના લીધે કે પરિસ્થિતિના પ્રભાવથી, તે પતિત થઇ જાય છે. તો ભાગવત કહે છે, "તેની સાથે શું ખોટું છે જો તેનું પતન પણ થઇ જાય છે?" જરા જુઓ. જો તે કૃષ્ણ ભાવનામૃતના અપરિપક્વ વિકાસને કારણે પતિત પણ થઇ જાય છે, છતાં તેમાં કોઈ નુકસાન નથી. અને ભાગવત કહે છે, કો વાર્થ આપ્તો અભજતામ સ્વ-ધર્મતઃ અને તેને શું લાભ મળશે, જે ખૂબજ નિષ્ઠાથી તેના વ્યવસાયિક કર્તવ્યમાં સંલગ્ન છે? તે માત્ર હારનાર છે, કારણકે તેને ખબર નથી કે જીવનનું લક્ષ્ય શું છે. પણ અહીં, જો કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં આવે છે, થોડા દિવસો માટે પણ, જો તે આપણી સાથે છે, તેને કૃષ્ણ ભાવનામૃતનો સંગ ચડી જાય છે, જેથી તે આવતા જીવનમાં ફરીથી તે શરુ કરશે, ફરીથી, ફરીથી. તો તે હારનાર નથી. કૃષ્ણ ભાવનામૃતનું એક ઈન્જેક્શન તેને એક દિવસે કૃષ્ણ ભાવનામૃતમાં સિદ્ધ બનાવી દેશે. અને પાકું છે કે તે પાછો ભગવદ ધામ જશે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરવાનો પ્રયાસ કરો. અને આ તમારી સાધના છે, તપસ્યા, વ્રત છે. કારણકે તમારે કેટલા બધા વિરોધી તત્ત્વો સાથે મળવું પડે છે. તમારે તેની સાથે લડવું પડશે. તે તપસ્યા છે. તમે કેટલા બધા અપમાનો, કેટલા બધા કષ્ટો, અને કેટલી બધી અડચણોનો સામના કરી રહ્યા છો, વ્યક્તિગત કષ્ટ, બધું ત્યાગ કરીને, ધન પણ - પણ તે ક્યારે પણ વ્યર્થમાં નહીં જાય. આશ્વસ્ત રહો. તે ક્યારેય પણ વ્યર્થમાં નહીં જાય. કૃષ્ણ તમને, મારા કહેવાનો અર્થ છે, યોગ્ય રીતે પુરસ્કૃત કરશે. તમે આ કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરતા રહો.
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.