GU/Prabhupada 0333 - દરેક વ્યક્તિને દિવ્ય બનવા માટે શિક્ષિત કરવું



Lecture on BG 16.6 -- Hawaii, February 2, 1975

એવમ પરંપરા-પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ (ભ.ગી. ૪.૨). તો બિલુકલ તે રીતે. અહીં સૂર્ય ભગવાનની સૃષ્ટિનો એક તુચ્છ અંશ છે. અને સૂર્યની પાસે એટલી કાંતિ છે, શરીરના કિરણો, કે તે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરીને ઉષ્મા આપે છે. તમે આનો અસ્વીકાર ના કરી શકો. આ સૂર્યની સ્થિતિ છે. અને કેટલા બધા લાખો અને અબજો સૂર્યો છે, દરેક ક્યારેક આ સૂર્ય કરતા વધારે મોટા. આ સૌથી નાનકડો સૂર્ય છે. બીજા મોટા, વધારે મોટા સૂર્યો છે. તો આપણે સમજી શકીએ છીએ કે શરીરના કિરણો શું છે. કોઈ મુશ્કેલી નથી.. કૃષ્ણના શરીરના કિરણોને બ્રહ્મ કહેવાય છે. યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-અંડ-કોટી-કોટીશુ વસુધાદિ-વિભૂતિ-ભિન્નમ, તદ બ્રહ્મ: (બ્ર.સં. ૫.૪૦) "તે બ્રહ્મ છે, તે પ્રભા."

તો તેવી જ રીતે, કૃષ્ણ દરેકના હ્રદયમાં ઉપસ્થિત છે, સ્થિત છે. આ નિરાકાર વિસ્તાર છે. જેમ કે સૂર્યપ્રકાશ સૂર્ય કિરણોનો નિરાકાર વિસ્તાર છે, તો તેવી જ રીતે, બ્રહ્મ તેજ કૃષ્ણના શરીરની કાંતિનો નિર્વિશેષ વિસ્તાર છે. અને તે અંશ કે જેના દ્વારા તેઓ બધી જગ્યાએ ઉપસ્થિત છે, અંડાન્તરસ્થ પરમાણુ-ચયાંતરસ્થમ (બ્ર.સં. ૫.૩૫). તેઓ બ્રહ્માંડમાં છે. તેઓ તમારા હૃદયમાં છે, મારા હૃદયમાં છે. તે બધાના અંદર છે."બધું" એટલે કે પરમાણુના અંદર પણ. તે તેમનો પરમાત્માનો અંશ છે. અને છેલ્લો અને અંતિમ અંશ કૃષ્ણનો વ્યક્તિગત દેહ છે. સત-ચિત-આનંદ વિગ્રહ:. ઈશ્વર: પરમ: કૃષ્ણ: સત-ચિત આનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧).

વિગ્રહ એટલે કે રૂપ. તે રૂપ આપણા રૂપની જેમ નથી. તે સત, ચિત, આનંદ છે. આ શરીરના પણ ત્રણ ભાગ છે. સત એટલે કે શાશ્વત. તો તેથી, તેમનું શરીર આપણા શરીરથી ભિન્ન છે. આપણું, આ શરીર ઈતિહાસમાં શાશ્વત નથી. જ્યારે આ શરીર પિતા અને માતા દ્વારા તૈયાર થાય છે, એક દિવસ છે, શરૂઆતનો. અને જ્યારે આ શરીર પૂરું થઈ જાય છે, સંહારિત થાય છે, બીજો દિનાંક છે. તો દિવસોમાં કઈ પણ, તે ઈતિહાસ છે. પણ કૃષ્ણ તેવા નથી. અનાદિ. તમે કલ્પના ના કરી શકો કે કૃષ્ણનું શરીર ક્યારે શરુ થયું હતું. અનાદિ. આદિ, ફરીથી આદિ. તેઓ બધાની શરૂઆત છે. અનાદિ. તેઓ સ્વયમ અનાદિ છે, કોઈ પણ જાણી નથી શકતું તેમના આવિર્ભાવની તિથિ. તે ઇતિહાસની પરે છે. તો, પણ તેઓ દરેક વ્યક્તિની શરૂઆત છે. જેમ કે મારા પિતા મારા શરીરની શરૂઆત છે. પિતા દરેકના શરીરની, મારી કે તમારી, શરૂઆતના કારણ છે. તો તેથી તેમને કોઈ શરૂઆત નથી, કે તેમના કોઈ પિતા નથી, પણ તેઓ પરમ પિતા છે. તે ધારણા છે, ખ્રિસ્તી ધારણા: ભગવાન પરમ પિતા છે. તે હકીકત છે, કારણકે તેઓ દરેક વ્યક્તિની શરૂઆત છે. જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧) "જે પણ અસ્તિત્વમાં છે, તે કૃષ્ણથી છે." તે ભગવદ ગીતામાં વ્યક્ત છે. અહમ આદીર હી દેવાનામ (ભ.ગી.૧૦.૨). દેવતાઓ... આ બ્રહ્માંડ બ્રહ્માની રચના છે. દેવતાઓમાંથી તેમને એક કહેવાય છે. તો કૃષ્ણ કહે છે, અહમ આદીર હી દેવાનામ, "હું દેવતાઓની શરૂઆત છું." તો જો તમે કૃષ્ણનો આ રીતે અભ્યાસ કરશો, તો ત્યારે તમે દૈવ, દિવ્ય, બની જાઓ છો. દિવ્ય.

આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધાને દિવ્ય બનાવવા માટે છે. તે કાર્યક્રમ છે. તો શું લાભ છે દિવ્ય બનીને? તે આગલા શ્લોકમાં વર્ણિત છે. દૈવી સંપદ વિમોક્ષાય (ભ.ગી. ૧૬.૫). જો તમે દિવ્ય બનીને દૈવી ગુણોનો વિકાસ કરશો, અભયમ સત્ત્વ-સંશુદ્ધિ: જ્ઞાન યોગ વ્યવસ્થિતિ:... તે... આપણે પેહલા પણ ચર્ચા કરેલી છે. તો જો તમે દિવ્ય બનશો... દિવ્ય બનવામાં કોઈ વિઘ્ન નથી. તમારે માત્ર તે પદવી માટે પ્રયાસ કરવો જોઈએ. જેમ કે દરેક વ્યક્તિ હાઈ-કોર્ટનો ન્યાયાધીશ બની શકે છે. દરેક વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સનો રાષ્ટ્રપતિ બની શકે છે. તેમાં કોઈ પણ વિઘ્ન નથી. પણ તમારે યોગ્ય બનવું જોઈએ. જો તમે યોગ્ય બનશો, તમે કઈ પણ... કોઈ પણ પદવીમાં જઈ શકો છો. તેવી જ રીતે, જેમ તે કહ્યું છે કે, દિવ્ય, દૈવી, બનવું એટલે કે, તમારે પોતાને યોગ્ય બનાવવા જોઈએ દિવ્ય બનવા માટે. કેવી રીતે દિવ્ય બનવું? તે પહેલાથી વર્ણિત છે. અમે પહેલા...

તો જો તમે પોતાને દિવ્ય ગુણોથી સંપન્ન કરશો, તો શું લાભ છે? દૈવી સંપદ વિમોક્ષાય. મોક્ષ. મોક્ષ એટલે કે મુક્તિ. તો જો તમે દિવ્ય ગુણોનો વિકાસ કરશો, ત્યારે તમે યોગ્ય છો મુક્ત થવા માટે. મુક્તિ શું છે? આ વારંવાર જન્મ અને મરણથી મુક્તિ. તે આપણું સાચું કષ્ટ છે. આ આધુનિક, ધૂર્ત સભ્યતા, તેઓ જાણતા નથી કે વાસ્તવમાં કષ્ટોનો અંત શું છે. તેઓ જાણતા નથી. કોઈ શિક્ષા નથી. કોઈ વિજ્ઞાન નથી. તેઓ વિચારે છે કે "અહીં એક નાનકડી આયુ છે, કહો કે પચાસ વર્ષ, સાઈઠ વર્ષ, વધારે કે વધારે સો વર્ષ, જો આપણને એક સારી પત્ની, કે એક સારું એપાર્ટમેન્ટ અને સારી મોટર કાર મળે છે, સત્તર માઈલની ગતિથી દોડવું, અને એક સરસ દારૂની બોટલ..." તે તેની સિદ્ધિ છે. પણ તે વિમોક્ષાય નથી. સાચું વિમોક્ષ, મુક્તિ એટલે કે હવે કોઈ જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને રોગ નહીં. તે વિમોક્ષ છે. પણ તેઓ જાણતા પણ નથી.