GU/Prabhupada 0356 - અમે તરંગી રીતે કાર્ય નથી કરતાં. અમે શાસ્ત્રની અધિકૃત આવૃતિ સ્વીકારીએ છીએ



Lecture at World Health Organization -- Geneva, June 6, 1974

પ્રભુપાદ: વાત છે કે તે સરકારનું કર્તવ્ય છે કે તે જોવું કે કોઈ પણ બેરોજગાર ના રહે. તે સારી સરકાર છે. કોઈ પણ બેરોજગાર નથી. તે વૈદિક પદ્ધતિ છે. સમાજ ચાર વર્ગોમાં વિભાજીત થયું હતું: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને તે સરકારનું અથવા રાજાનું કર્તવ્ય હતું તે જોવું કે, બ્રાહ્મણ બ્રાહ્મણનું કર્તવ્ય કરે છે, અને ક્ષત્રિયનું કર્તવ્ય, ઓહ, ક્ષત્રિય, તેનું કર્તવ્ય છે ક્ષત્રિયનું કર્તવ્ય. તેવી જ રીતે, વૈશ્ય... તો તે સરકારનું કર્તવ્ય છે તે જોવું કે કેમ લોકો બેરોજગાર છે. ત્યારે પ્રશ્નનો ઉકેલ મળશે.

અતિથિ: પણ તે લોકો સરકારમાં પણ છે.

પ્રભુપાદ: હે?

અતિથિ: તે પણ... રક્ષિત લોકો, ધનવાન લોકો, જમીનદારો, તેમનો પણ સરકારમાં ઊચો આવાજ છે.

પ્રભુપાદ: ના. તેનો અર્થ છે કે ખરાબ સરકાર છે.

અતિથિ: હા. તે, તે સત્ય છે.

પ્રભુપાદ: તે ખરાબ સરકાર છે. નહિતો, તે સરકારનું કર્તવ્ય છે કે બધા લોકો રોજગાર-યુક્ત છે.

અતિથિ: તેથી હું તે દિવસની રાહ જોઉ છું જ્યારે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક સાચું ક્રાંતિકારી આંદોલન બની શકે અને આખા સમાજનું મુખ બદલી શકે.

પ્રભુપાદ: હા. મારા ખ્યાલમાં તે ક્રાંતિ લાવશે, કારણકે અમેરિકન અને યુરોપીયન લોકો, તેમણે હાથમાં લીધું છે. મેં તેમની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. તો મારી આશા છે કે યુરોપીયન અને અમેરિકન છોકરાઓ, તેઓ ખૂબજ બુદ્ધિશાળી છે, અને તેઓ કઈ પણ વસ્તુને ગંભીરતાથી લઇ શકે છે. જેથી... હવે અમે કાર્ય કરી રહ્યા છીએ પાંચ વર્ષોથી, છ વર્ષોથી. છતાં, અમે આખી દુનિયામાં આ આંદોલનનો પ્રચાર કર્યો છે. તો હું અનુરોધ કરું છું... હું એક વૃદ્ધ માણસ છું. હું મરી જઈશ. જો તેઓ ગંભીરતાથી લેશે, તે ચાલતું રહેશે, અને એક ક્રાંતિ થશે. કારણકે અમે કઈ પણ માનસિક તરંગોથી, સ્વચ્છંદતાથી નથી બોલી રહ્યા, અમે શાસ્ત્રની અધિકૃત આવૃતિ સ્વીકારીએ છીએ. અને અમે... અમારો કાર્યક્રમ છે કે આ માપણી ઓછામાં ઓછી સો પુસ્તકો છાપવી. કેટલી બધી માહિતી છે. તેઓ આ બધા પુસ્તકો વાંચી શકે છે અને માહિતી પ્રાપ્ત કરી શકે છે. અને અત્યારે અમારું સ્વાગત થઇ રહ્યું છે. વિશેષ કરીને અમેરિકામાં, ઉંચા વર્તુળમાં, કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં, તેઓ હવે આ પુસ્તકો વાંચે છે, અને તેઓ પ્રશંસા કરે છે. તો અમે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ છીએ, આ સાહિત્યને પ્રસ્તુત કરવામાં, જેટલું શક્ય હોય તેટલું વ્યવહારિક રીતે કાર્ય કરીએ છીએ, શિક્ષણ આપીએ છીએ. પણ મારા વિચારમાં જો આ છોકરાઓ, જુવાન છોકરાઓ, તેને ખૂબજ ગંભીરતાથી લેશે, ત્યારે તે ક્રાંતિ લાવશે.