GU/Prabhupada 0358 - આ જીવનમાં આપણે ઉકેલ લાવીશું. પાછું નહીં. હવે પાછું આવવું નહીં
Lecture on BG 7.14 -- Hamburg, September 8, 1969
હવે, કેવી રીતે આપણે મૃત્યુ પામીશું? બિલાડીઓ અને કૂતરાઓની જેમ? તો પછી આ મનુષ્ય રૂપી જીવનનો ઉપયોગ શું છે? બિલાડીઓ અને કુતરાઓ, તેમની પાસે પણ શરીર છે. તેમણે પણ મરવું પડશે. અને મારી પાસે શરીર છે; હું પણ મૃત્યુને પ્રાપ્ત કરીશ. તો શું હું બિલાડીઓ અને કૂતરાઓની જેમ મરવા માટે છું? તો હું કેવા પ્રકારનો માણસ છું? ના. શાસ્ત્ર કહે છે કે લબ્ધવા-સુદુર્લભમ ઇદમ બહુ સંભવાન્તે (શ્રી.ભા. ૧૧.૯.૨૯). વિવિધ પ્રકારના શરીરની કેટલી બધી ઉત્ક્રાંતિ પછી... તમે સમજો છો ઉત્ક્રાંતિ સિદ્ધાંતને. તે બિલકુલ ડાર્વિન સિદ્ધાંતની જેવું નથી, પણ ઉત્ક્રાંતિની પદ્ધતિ તો છે જ. તે વૈદિક સાહિત્યમાં પણ માન્ય છે. પશુ જીવનના નીચલા સ્તરથી પશુ જીવનના સર્વોચ્ચ સ્તર સુધી. તો આ મનુષ્ય જીવનને સમજવું પડે. આપણને કેટલી બધી નીચી યોનિઓ પછી આ માનવ શરીર પ્રાપ્ત થયું છે. લબ્ધવા સુ-દુર્લભમ. અને તે ખૂબજ દુર્લભ છે. તમે ગણો, જે જીવવિજ્ઞાનીઓ છે, તમે ગણો કેટલા પ્રકારના જીવો છે, ૮૪,૦૦,૦૦૦ પ્રકારની જીવ યોનીઓ છે. તેમાંથી, મનુષ્યો ખૂબજ ઓછી સંખ્યાના છે. ૮૪,૦૦,૦૦૦ માંથી, મનુષ્યયોની માત્ર ૪,૦૦,૦૦૦ છે; બીજા પશુઓની સરખામણીમાં, ખૂબ નાની સંખ્યા. તેમાંથી, જે અસભ્ય માણસો છે, કેટલા બધા. તે લગભગ પશુ જ છે. પછી સભ્ય મનુષ્યનું રૂપ છે, જેમ કે આપણે છીએ. તેમાંથી, તેઓ જાણતા નથી... કેટલા બધા, તેઓ જાણતા નથી કે આધ્યાત્મિક જીવન શું છે. મનુષ્યાણામ. તે પણ ભગવદ ગીતામાં વ્યક્ત છે: મનુષ્યાણામ સહસ્રેષુ (ભ.ગી. ૭.૩) કેટલા બધા હજારો માણસોમાંથી, એક આતુર હોય છે જીવનની સમસ્યાઓના સમાધાન માટે. બધા નહીં. બધા લોકો, તેઓ જાણતા પણ નથી કે જીવનની સમસ્યાઓ શું છે. કે ન તો તેઓ પરવાહ કરે છે. તેઓ વિચારે છે, "ઠીક છે, સમસ્યા રહેવા દો. આપણી પાસે જીવન છે, ચાલો ઇન્દ્રિયોનો ભોગ કરીએ." તો તેઓ પશુઓની જેવા છે. પણ જે વાસ્તવમાં જિજ્ઞાસુ છે સમસ્યાઓનું સમાધાન કરવા માટે, તે વાસ્તવમાં મનુષ્યોની જેમ સ્વીકૃત છે. બીજા, તેઓ મનુષ્યો પણ નથી. તે પશુઓની જેમ જ છે.
તો તમારી પાસે આ તક છે. આ શરીરનો બરાબર ઉપયોગ થવો જોઈએ, આ સમસ્યાનું સમાધાન કરવા માટે. જો આપણે પોતાને માત્ર જન્મ અને મૃત્યુના તરંગોમાં વ્યર્થ ગુમાવી દઈશું, વિવિધ પ્રકારના શરીરો માટે, તે બહુ સારી બુદ્ધિ નથી. તે બુદ્ધિ જ નથી. તો આ મનુષ્ય જીવનનો ઉપયોગ થવો જોઈએ સમસ્યાઓનું સમાધાન કરવા માટે. તે વૈદિક સભ્યતા છે. તે વધારે પડતું સમસ્યાઓના ઉકેલ ઉપર ભાર આપે છે, સાચી સમસ્યાઓ. આ ભૌતિકવાદી જીવનની રીત એટલે કે સમસ્યાઓને વધારવી અને નવી સમસ્યાઓની રચના કરવી. તે પૂર્ણ માનવ સભ્યતા નથી. પૂર્ણ માનવ સભ્યતા છે કે તમારે ખૂબજ ધીરજથી બેસીને, શાંતિથી, અને તત્વજ્ઞાનિક રીતે વિચારવું જોઈએ, "કેવી રીતે આ સમસ્યાનું સમાધાન કરવું? ક્યાં મને આ જ્ઞાન પ્રાપ્ત થશે?" તે માનવ રૂપ છે. આખો વૈદિક ઉપદેશ તેમ છે. હવે તમે આ જીવનનો ઉપયોગ કરો સમસ્યાનું સમાધાન કરવા માટે. મરો નહીં, મૃત્યુ પહેલા તમે ઉકેલ કાઢો. બિલાડીઓ અને કૂતરાઓની જેમ મરો નહીં. ના. અને જે પણ પ્રયત્ન કરે છે... વેદ કહે છે, એતદ વિદિત્વા ય: પ્રયાતી સ બ્રાહ્મણ: "જે વ્યક્તિ જીવનની સમસ્યાઓનું સમાધાન કરવાના પ્રયાસ કર્યા પછી મૃત્યુ પામે છે, તે બ્રાહ્મણ છે." અને જે બિલાડીઓ અને કૂતરાઓની જેમ મરે છે, તે કૃપણ છે. કૃપણ એટલે કે ખૂબજ ઓછી બુદ્ધિવાળો.
તો આપણે કુતરા અને બિલાડીની જેમ મરવું ન જોઈએ. આપણે બ્રાહ્મણની જેમ મરવું જોઈએ. જો તમને આ જીવનમાં સમાધાન નથી મળતું, તો તમને બીજી તક મળે છે. જેમ કે આ બધા છોકરાઓ જે અમારી પાસે આવ્યા છે, તે સમજવું જોઈએ કે પાછળના જીવનમાં પણ તેમણે પ્રયત્ન કર્યો હતો સમસ્યાનું સમાધાન કરવા માટે, પણ તે પૂરું થયું ન હતું. અહીં એક બીજી તક છે. આ વસ્તુઓ ભગવદ ગીતામાં વ્યક્ત છે. તો હવે, આ જીવનમાં, તમારે દ્રઢ હોવું જોઈએ. જે લોકો કૃષ્ણ ભાવનામૃતના સ્પર્શમાં આવે છે, અને પાલન કરવા માટે દીક્ષિત છે, તેઓ ખૂબજ દ્રઢ હોવા જોઈએ કે "આ જીવનમાં અમે સમાધાન કાઢીશું. હવે નહીં. હવે ફરી પાછું નથી આવવું." તે આપણો નિશ્ચય હોવો જોઈએ. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે હેતુ માટે છે, જીવનની બધી સમસ્યાઓનું સમાધાન કાઢીને પાછા ભગવદ ધામ જવા માટે, જ્યાં આપણને શાશ્વત, ચિન્મય આનન્દમય જીવન મળે છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો સારાંશ છે.