GU/Prabhupada 0362 - જેમ આપણને બાર જીબીસી છે, કૃષ્ણને પણ જીબીસી છે



Lecture on SB 1.13.15 -- Geneva, June 4, 1974

જો તમે શેરીમાં ચાલી રહ્યા છો, જો તમે ચાલતા ચાલતા કીડીને પણ મારશો, તમે દંડિત થશો. આ પ્રકૃતિનો નિયમ છે. આપણે એટલી જોખમી પરિસ્થિતિમાં છીએ. દરેક કદમ ઉપર સજા છે. હવે, જો તમે શાસ્ત્ર ઉપર વિશ્વાસ કરો છો, તે બીજી વાત છે. જો તમે વિશ્વાસ નથી કરતા, તો તમે કઈ પણ કરી શકો છો. પણ શાસ્ત્રથી, આપણે સમજી શકીએ છીએ કે પ્રકૃતિના નિયમો, કે ભગવાન, ખૂબ જ કડક છે, ખૂબ જ કડક. તો મંડૂક મુનિએ પણ યમરાજને ઠપકો આપ્યો, કે "મારા બાળપણમાં, વગર કોઈ જ્ઞાનના મેં કઈ કર્યું હતું, અને તેના માટે તમે મને આટલી મોટી સજા આપી છે. તો તમે બ્રાહ્મણ કે ક્ષત્રિય બનવા માટે યોગ્ય નથી. તમે શૂદ્ર બની જાઓ." તો તેમને શુદ્ર બનવાનો શાપ મળ્યો હતો. તેથી યમરાજે વિદુરના રૂપે જન્મ લીધો, અને એક શૂદ્ર માતાના ગર્ભમાં જન્મ લીધો. તે વિદુરના જન્મનો ઇતિહાસ છે.

તો તેમની ગેરહાજરીમાં, અર્યમા, એક દેવતા, તે યમરાજની જગ્યાએ કાર્ય કરતાં હતા. તેથી એમ કહેવાયેલું છે કે, અબિભ્રદ અર્યમા દંડમ (શ્રી.ભા. ૧.૧૩.૧૫). ઓફિસ ચાલતી રહેવી જ જોઈએ, મેજિસ્ટ્રેટનું પદ ખાલી રહી ના શકે. તો કોઈને આવીને કાર્ય કરવું જ પડે. તો અર્યમા કાર્ય કરી રહ્યા હતા. યથાવદ અઘ-કારીશુ (શ્રી.ભા. ૧.૧૩.૧૫). અઘ-કારીશુ. અઘ-કારી મતલબ... અઘ એટલે કે પાપમય કૃત્યો, અને કારીશુ. કારીશુ એટલે કે જે લોકો પાપમય કૃત્યો કરે છે. અને યથાવત. યથાવત એટલે કે બિલકુલ તે બિંદુ સુધી, તેમને કેવી રીતે દંડિત કરવા જોઈએ. યથાવદ અઘ-કારીશુ. યાવદ દધાર શૂદ્રત્વમ (શ્રી.ભા. ૧.૧૩.૧૫). તો જ્યા સુધી યમરાજ શૂદ્રની જેમ ચાલતા રહ્યા, અર્યમા યમરાજની જગ્યાએ કાર્ય કરતાં હતા. આ તાત્પર્ય છે. (તાત્પર્ય વાંચે છે:) "વિદુર, એક શૂદ્રના ગર્ભમાં જન્મેલા હતા, તેમને મનાઈ હતી તે ધૃતરાષ્ટ્ર અને પાંડુ સાથે શાહી વારસામાં ભાગ મેળવવાની પણ, તો તે કેવી રીતે તેઓ એક પ્રચારકની પદવીને સ્વીકાર કરી શકે એટલા શિક્ષિત વ્યક્તિને ઉપદેશ આપવા માટે...? જવાબ છે કે ભલે તે સ્વીકૃત હતું કે તે જન્મથી શૂદ્ર હતા, કારણકે તેમણે ઋષિ મૈત્રેયની અધિકૃતતાથી આધ્યાત્મિક પ્રકાશ માટે આ જગતનો ત્યાગ કર્યો હતો અને તેમના દ્વારા દિવ્ય જ્ઞાનમાં પૂર્ણ રીતે શિક્ષિત હતા, તે ખૂબ જ યોગ્ય હતા આચાર્ય કે ગુરુની પદવીને સ્વીકાર કરવા માટે." વિદુર એક શુદ્ર હતા, શુદ્રની રીતે જન્મેલા હતા. તો તે કેવી રીતે પ્રચારક બન્યા?

તો કારણ છે કે... "શ્રી ચૈતન્ય મહાપ્રભુને અનુસાર, જે પણ વ્યક્તિ ભાગવત તત્ત્વ વિજ્ઞાનના દિવ્ય જ્ઞાનમાં પારંગત છે, ભલે તે એક બ્રાહ્મણ હોય કે શૂદ્ર, ગૃહસ્થ હોય કે સન્યાસી, તે ગુરુ બનવા માટે યોગ્ય છે." એવું નથી કે કારણકે તેઓ શૂદ્રને ત્યાં જન્મ્યા હતા એટલે તેઓ પ્રચાર ન કરી શકે, તેઓ આચાર્ય કે ગુરુની પદવીને સ્વીકાર ન કરી શકે. તે ચૈતન્ય મહાપ્રભુનો સિદ્ધાંત નથી. ચૈતન્ય તત્વજ્ઞાનને આ શરીર, ભૌતિક શરીર સાથે કઈ પણ લેવા-દેવા નથી. ચૈતન્ય તત્વજ્ઞાન આત્મા સાથે સંબંધિત છે. આ આંદોલન આત્માની ઉન્નતિનું આંદોલન છે, આત્માને દુર્ગતિથી બચાવવા માટે. તેથી લોકો ક્યારેક આશ્ચર્યચકિત થાય છે. આ જીવનનો શારીરિક ખ્યાલ, તે જ કાર્યો કર્મ હશે. આધ્યાત્મિક જીવનના સ્તર ઉપર, તે જ કર્મ ભક્તિ હશે. તે જ કર્મ ભક્તિ હશે. તો ભક્તિ નિષ્ક્રિયતા નથી. ભક્તિ પૂર્ણ રીતે વ્યસ્ત રેહવું છે. યત કરોષિ યત જુહોશી યદ અસ્નાસી યત તપસ્યસિ કુરુશ્વ તદ મદ અર્પણમ (ભ.ગી. ૯.૨૭). આ ભક્તિ છે, ભક્તિ-યોગ, કૃષ્ણ દરેક વ્યક્તિને કહે છે, "જો તમે તમારું કર્મ ન છોડી શકો, તો તે ઠીક છે. પણ તમારા કર્મના ફળ, તમે મને આપો. ત્યારે તે ભક્તિ હશે."

તો વિદુર યમરાજ હતા. તે યમરાજ જ નહીં, સાધારણ, પણ તે એક મહાન અધિકારીઓમાથી એક છે. શાસ્ત્રમાં બાર અધિકારીઓનું વર્ણન છે. તેમાંથી એક યમરાજ છે. બલી વૈયસાકીર વયમ. તે શ્રીમદ ભાગવતમમાં વ્યક્ત છે. યમરાજ કૃષ્ણના જી.બી.સી.માના એક છે. હા. જેમ આપણી પાસે બાર જી.બી.સી. છે, તેવી જ રીતે કૃષ્ણને પણ બાર જી.બી.સી છે.

સ્વયંભૂર નારદ: શંભુ:
કુમાર: કપિલો મનુ:
પ્રહલાદો જનકો ભીષ્મો
બલીર વૈયાસકીર વયમ
(શ્રી.ભા. ૬.૩.૨૦)

આ બાર વ્યક્તિઓ અધિકૃત છે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે. તો આપણે અનુસરણ કરવું જોઈએ. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). તેથી અમે આ જીબીસીની રચના કરી છે. તો તેઓ ખૂબજ જવાબદાર વ્યક્તિઓ હોવા જોઈએ. નહિતો, તેમને સજા આપવામાં આવશે. તેમને શૂદ્ર બનવા માટે સજા મળશે. ભલે યમરાજ જીબીસી છે, પણ તેમણે નાનકડી ભૂલ કરી. તેમને શૂદ્ર બનવાની સજા મળી હતી. તો જે જીબીસી છે, તેમણે ખૂબ, ખૂબજ, સાવધાન હોવું જોઈએ ઇસ્કોનના કાર્યક્રમના સંચાલન માટે. નહિતો તેમને સજા આપવામાં આવશે. જેમ પદવી ખૂબજ મોટી છે, તેમ સજા પણ ખૂબજ મોટી છે. તે મુશ્કેલી છે. તમે આ ઉદાહરણથી જોઈ શકો છો, વિદુરના. તેમને તરત જ સજા મળી હતી. તેમણે નાનકડી ભૂલ કરી હતી. કારણકે ઋષિયો, મુનિઓ, તેઓ શાપ આપશે.