GU/Prabhupada 0375 - 'ભજહુ રે મન' પર તાત્પર્ય - ભાગ ૨



Purport to Bhajahu Re Mana -- San Francisco, March 16, 1967

તો જીવન ખૂબજ અસ્થિર છે અને સંકટમય પરિસ્થિતિમાં છે. તેથી વ્યક્તિએ આ મનુષ્ય જીવનનો લાભ લઈને કૃષ્ણ ભાવનામૃતમાં તરત જ સંલગ્ન થવું જોઈએ. તે દરેક વ્યક્તિએ તેના મનને વિનંતી કરવી જોઈએ કે, "મારા પ્રિય મન, મને તે સંકટમય પરિસ્થિતિમાં ના ખેંચ. કૃપા કરીને મને કૃષ્ણ ભાવનામૃતમાં રાખજે." આ રીતે કૃષ્ણ ભાવનામૃત, તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે, તે પણ ગોવિંદ દાસ દ્વારા દર્શાવવામાં આવેલું છે. તે કહે છે,

શ્રવણ, કીર્તન, સ્મરણ,વંદન,
પાદ સેવન, દાસ્ય રે,
પૂજન, સખી-જન, આત્મ-નિવેદન,
ગોવિંદ-દાસ-અભિલાષ રે

અભિલાષ એટલે કે ઈચ્છા, આશા કે લક્ષ્ય. તે એક ભક્ત બનવા માટે લક્ષ્ય કરે છે નવ વિભિન્ન વિધિઓમાં. સૌથી પેહલી વસ્તુ છે શ્રવણ. શ્રવણ એટલે કે સાંભળવું. વ્યક્તિએ અધિકારીઓ પાસેથી સાંભળવું જોઈએ. તે આધ્યાત્મિક જીવન કે કૃષ્ણ ભાવનામૃતની શરૂઆત છે. જેમ કે અર્જુન. તેણે તેની આધ્યાત્મિક ચેતના, કે કૃષ્ણ ભાવનામૃત, કૃષ્ણ પાસેથી સાંભળીને પ્રાપ્ત કરી હતી. તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસેથી કે કૃષ્ણના પ્રતિનિધિ પાસેથી સાંભળવું પડે. જે વ્યક્તિ કૃષ્ણના શબ્દોને તેમના મૂળ રૂપે પ્રસ્તુત કરે છે - વ્યક્તિએ તેમની પાસેથી સાંભળવું પડે. કારણકે વર્તમાન સમયે આપણને પ્રત્યક્ષ સાંભળવાની કોઈ તક નથી. કૃષ્ણથી સાક્ષાત સાંભળવાની તક છે. તે વ્યવસ્થા છે. કૃષ્ણ દરેકના હૃદયમાં છે, અને વ્યક્તિ તેમની પાસેથી ખૂબજ સરળતાથી સાંભળી શકે છે, કોઈ પણ જગ્યાએ અને દરેક જગ્યાએ, પણ તેને પ્રશિક્ષણ હોવું જોઈએ કેવી રીતે સાંભળવું. તે હેતુ માટે વ્યક્તિને કૃષ્ણના પ્રતિનિધિની મદદની જરૂર પડે છે. તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વ્યક્તિ કૃષ્ણ ભક્તિને પ્રાપ્ત કરી શકે છે, ગુરુ અને કૃષ્ણ, બન્નેની કૃપા દ્વારા. ગુરુ-કૃષ્ણ કૃપાય પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). ગુરુની કૃપાથી, અને કૃષ્ણની કૃપા દ્વારા, વ્યક્તિને કૃષ્ણની ભક્તિમય સેવા કરવાની તક મળે છે. તો ચૈતન્ય ચરિતામૃતમાં તે પણ કહેલું છે, કે, ગુરુ કૃષ્ણનો સાક્ષાત પ્રતિનિધિ છે. કૃષ્ણ ભક્તની સામે ગુરુના રૂપમાં આવે છે, જેમ કે સૂર્ય આપણા કક્ષમાં સૂર્ય-કિરણોના રૂપમાં આવે છે. ભલે સૂર્ય તમારા કક્ષમાં કે તમારા શહેરમાં કે તમારા દેશમાં આવતો નથી - તે ઘણા બધા લાખો અને લાખો માઈલ દૂર છે - છતાં, તે તેની શક્તિ, સૂર્યકિરણો દ્વારા પ્રવેશ કરી શકે છે. તેવી જ રીતે, કૃષ્ણ પણ બધી જ જગ્યાએ પ્રવેશ કરે છે તેમની અલગ અલગ શક્તિઓ દ્વારા. અને કૃષ્ણથી આ પ્રકાશને પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિએ સાંભળવું પડે. સાંભળવું એટલું મહત્વનું છે. તેથી ગોવિંદ દાસ કહે છે, શ્રવણ. શ્રવણ એટલે કે સાંભળવું. અને જે વ્યક્તિએ ખૂબજ સારી રીતે સાંભળ્યું છે, પછીનું સ્તર છે કીર્તનમ. જેમ કે અમારા છોકરાઓ જેમણે થોડું સારી રીતે સાંભળ્યું છે, હવે તેઓ ખૂબજ આતુર છે કીર્તન કરવા માટે, એક રસ્તાથી બીજા રસ્તા પર. તે સ્વાભાવિક ક્રમ છે. એવું નથી કે તમે સાંભળો, પણ તમે રોકાયેલા રહો. ના. પછીનું સ્તર છે કીર્તનમ. જપ કરવાની ધ્વનિથી, કે લખવા દ્વારા, કે બોલવા દ્વારા, કે પ્રચાર દ્વારા, કીર્તન હશે. તો શ્રવણમ કીર્તનમ, પેહલા સાંભળવું અને પછી કીર્તન કરવું. અને શ્રવણ અને કીર્તન કોના વિષયમાં? વિષ્ણુ વિશે, કોઈ વ્યર્થ વસ્તુ માટે નહીં. શ્રવણમ કીર્તનમ વિષ્ણો: (શ્રી.ભા. ૭.૫.૨૩). આ વસ્તુઓ શાસ્ત્રોમાં વર્ણિત છે. સામાન્ય લોકો, તે પણ શ્રવણ અને કીર્તનમાં સંલગ્ન છે. તે કોઈ સમાચાર-પત્રમાં કોઈ રાજનેતાના વિષયમાં સાંભળવામાં લાગેલા છે, અને આખો દિવસ તે ચર્ચા કરે છે અને કીર્તન કરે છે, "ઓહ, આ માણસ ચૂંટાશે. ઓહ, આ માણસ ચૂંટાશે." તો શ્રવણ અને કીર્તન બધી જ જગ્યાએ છે. પણ જો તમારે આધ્યાત્મિક મુક્તિ જોઈએ છે, તો તમારે વિષ્ણુ વિશે સાંભળવું જોઈએ, બીજા કોઈના વિશે નહીં. શ્રવણમ કીર્તનમ, વિષ્ણો. તો કવિ ગાય છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પાદ સેવન, દાસ્ય રે. તો વિવિધ પદ્ધતિઓ છે, શ્રવણ, કીર્તન, યાદ કરવું, મંદિરમાં પૂજન કરવું, સેવામાં સંલગ્ન થવું. તો તે બધા જ નવ પ્રકારની ભક્તિમય સેવાની ઈચ્છા કરે છે. અંતમાં, પૂજન સખી જન. સખી-જન એટલે કે જે લોકો ભગવાનના ગુહ્ય ભક્તો છે, તેમને પ્રસન્ન કરવા. અને આત્મ-નિવેદન. આત્મ એટલે કે પોતે, અને નિવેદન એટલે કે શરણાગતિ. ગોવિંદ-દાસ અભિલાષ. કવિનું નામ છે ગોવિંદ દાસ, અને તે વ્યક્ત કરે છે કે તેમની બસ આટલી જ ઈચ્છાઓ છે. તે તેમના મનુષ્ય જીવનનો ઉપયોગ આ રીતે કરવાની ઈચ્છા કરે છે. આ ભજનનો આ સાર છે.