GU/Prabhupada 0385 - 'ગૌરાંગ બોલિતે હબે' પર તાત્પર્ય



Purport to Gauranga Bolite Habe -- Los Angeles, December 29, 1968

નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવેલું આ ભજન છે, જે એક મહાન ભક્ત છે - ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયની ગુરુ શિષ્ય પરંપરામાં આચાર્ય. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય મતલબ ભગવાન ચૈતન્યથી આવતી ગુરુ શિષ્ય પરંપરા. તો આ નરોત્તમ દાસ ઠાકુરે ઘણા બધા ભજનોની રચના કરી છે, અને તે બધા જ વૈષ્ણવો દ્વારા અધિકૃત માનવામાં આવે છે. તેમણે સરળ બંગાળી ભાષામાં ભજનો ગાયા છે, પણ તાત્પર્ય અને ભજનનો ઊંડો અર્થ બહુ જ મહત્વપૂર્ણ છે. તે કહે છે: ગૌરાંગેર બોલિતે હબે પુલક શરીર. આ જપની સિદ્ધિ છે, કે જેવુ આપણે જપ કરીએ છીએ અથવા ભગવાન ચૈતન્યનું નામ લઈએ છીએ, જેમણે સંકીર્તન આંદોલનની શરૂઆત કરી હતી, તરત શરીરમાં ધ્રુજારી આવી જશે. તો તેનું અનુકરણ નથી કરવાનું. પણ નરોત્તમ દાસ ઠાકુર ભલામણ કરે છે કે જ્યારે તે ક્ષણ આપણી પાસે આવશે, કે જેવુ આપણે ભગવાન ગૌરાંગનું નામ જપ કરીશું, શરીરમાં ધ્રુજારી થઈ જશે. અને, ધ્રુજારી પછી, હરિ હરિ બોલિતે નયને બાબે નીર, હરે કૃષ્ણ જપ કરીને આંખોમાં આંસુ હશે. પછી ફરીથી તે કહે છે, આર કબે નિતાઈચંદ કોરૂણા કરીબે. આપણે બધા ભગવાન નિત્યાનંદની કૃપાની પ્રાર્થના કરીએ છીએ. નિત્યાનંદ મૂળ ગુરુ કહેવાય છે. તો આપણે ગૌરાંગની પાસે, અથવા ભગવાન ચૈતન્યની પાસે, ભગવાન નિત્યાનંદની કૃપા દ્વારા જવું પડે. તો તે વ્યક્તિનું લક્ષણ શું છે જેને ભગવાન નિત્યાનંદની અકારણ કૃપા પ્રાપ્ત કરી છે? નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે જે વ્યક્તિએ વાસ્તવમાં નિત્યાનંદની અકારણ કૃપા પ્રાપ્ત કરી છે, તેને કોઈ ભૌતિક ઈચ્છા હોતી નથી. તે લક્ષણ છે. આર કબે નિતાઈચંદ કોરૂણા કરીબે સંસાર વાસના મોર કબે તુચ્છ. સંસાર વાસના મતલબ ભૌતિક આનંદ માટેની ઈચ્છા, જ્યારે તે બહુ જ તુચ્છ બની જશે. અવશ્ય, જ્યાં સુધી આપણને આ શરીર છે આપણે ઘણી બધી ભૌતિક વસ્તુઓ સ્વીકારવી પડે. પણ આનંદના ભાવમાં નહીં, પણ આપણા શરીર અને આત્માને સાથે રાખવા માટે. તો...

અને તે આગળ કહે છે: રૂપ રઘુનાથ પદે હઇબે આકુતિ. જ્યારે હું છ ગોસ્વામીઓની પુસ્તકો વાંચવા ખૂબ જ આતુર થઈશ. આકુતિ મતલબ આતુરતા. વ્યક્તિ... કારણકે રૂપ ગોસ્વામી આ ભક્તિમય સેવાના પિતા છે. તેમણે તે પુસ્તક લખી છે, ભક્તિ રસામૃત સિંધુ. તે પુસ્તકમાં સુંદર નિર્દેશન છે. અવશ્ય, ચૈતન્ય ચરિતામૃત અને બીજી પુસ્તકોમાં... આપણે તે નિર્દેશનોનો સાર આપણી પુસ્તકમાં આપ્યો છે, ભગવાન ચૈતન્યના ઉપદેશો. તો વ્યક્તિએ રાધા-કૃષ્ણના યુગલ પ્રેમમય કાર્યકલાપો વિશે શીખવું જોઈએ, છ ગોસ્વામીઓની શિક્ષા દ્વારા. નરોત્તમ દાસ ઠાકુર આપણને નિર્દેશન આપે છે કે તમે રાધા-કૃષ્ણનો યુગલ પ્રેમ તમારા પોતાના પ્રયાસોથી સમજવાનો પ્રયત્ન ના કરો. તમારે છ ગોસ્વામીઓના નિર્દેશન હેઠળ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો નરોત્તમ દાસ ઠાકુર ગાય છે... (તોડ) ... નરોત્તમ.

રૂપ રઘુનાથ પદે હઇબે આકુતિ
કબે હામ બુઝબ શ્રી યુગલ પીરીતિ

યુગલ પીરીતિ મતલબ યુગલ પ્રેમ. અને બીજે તે ગાય છે કે વિષય છાડીયા કબે શુદ્ધ હાબે મન. આ મન, જ્યાં સુધી તે ભૌતિક વિચારોમાં બહુ જ ડૂબેલું છે, તે વૃંદાવનના રાજ્યમાં પ્રવેશ ના કરી શકે. નરોત્તમ દાસ ઠાકુર કહે છે: વિષય શુદ્ધ કબે શુદ્ધ હાબે મન. જ્યારે મારૂ મન પૂર્ણ રીતે શુદ્ધ થશે, ભૌતિક ચિંતાઓ અને ઈચ્છાઓથી મુક્ત, પછી હું સમજી શકીશ કે વૃંદાવન શું છે, રાધા અને કૃષ્ણનો યુગલ પ્રેમ શું છે, અને પછી મારૂ આધ્યાત્મિક જીવન સફળ થશે.