GU/Prabhupada 0387 - 'ગૌરાંગેર દૂતિ પદ' પર તાત્પર્યPurport to Gaurangera Duti Pada -- Los Angeles, January 6, 1969

ગૌરાંગેર સંગે ગણે, નિત્ય સિદ્ધ બોલી માને. જે પણ વ્યક્તિએ ભગવાન ચૈતન્યના પાર્ષદોને સમજી લીધા છે, તે સાધારણ આત્માઓ નથી... તેઓ મુક્ત આત્મા છે. નિત્ય સિદ્ધ બોલે માની. ત્રણ પ્રકારના ભક્તો હોય છે. એક કહેવાય છે સાધન સિદ્ધ. સાધન સિદ્ધ મતલબ ભક્તિમય સેવાના નીતિ નિયમોનું પાલન કરીને, જો વ્યક્તિ પૂર્ણ બને છે, તે સાધન સિદ્ધ કહેવાય છે. બીજો ભક્ત કૃપા સિદ્ધ કહેવાય છે. કૃપા સિદ્ધ મતલબ જો તેણે બધા નીતિ નિયમોનું પાલન ચુસ્ત પણે ના પણ કર્યું હોય, છતાં, આચાર્ય અથવા એક ભક્તની કૃપાથી, અથવા કૃષ્ણ દ્વારા, તે પૂર્ણ સ્તર પર પહોંચે છે. તે વિશેષતા છે. અને બીજો ભક્ત નિત્ય સિદ્ધ કહેવાય છે. નિત્ય સિદ્ધ મતલબ તેઓ ક્યારેય દૂષિત નથી થતાં. સાધન સિદ્ધ અને કૃપા સિદ્ધ ભૌતિક સ્પર્શથી દૂષિત થાય છે, અને નીતિ નિયમોનું પાલન કરવાથી, અથવા અમુક ભક્ત અને આચાર્યની કૃપાથી, તેઓ પૂર્ણ સ્તર પર પહોંચે છે. પણ નિત્ય સિદ્ધ મતલબ તેઓ ક્યારેય દૂષિત નથી થતાં. તેઓ હમેશા મુક્ત હોય છે. તો ભગવાન ચૈતન્યના બધા જ પાર્ષદો, જેમ કે અદ્વૈત પ્રભુ, શ્રીવાસ, ગદાધર, નિત્યાનંદ, તે વિષ્ણુ તત્ત્વ છે. તે બધા મુક્ત છે. ફક્ત તેઓ જ નહીં, ગોસ્વામીઓ... ઘણા બીજા બધા છે. તો તેઓ હમેશને માટે મુક્ત છે. તો જે પણ વ્યક્તિ સમજી શકે કે ભગવાન ચૈતન્યના પાર્ષદો નિત્ય સિદ્ધ છે... નિત્ય સિદ્ધ બલે માની, સેઈ યય વ્રજેન્દ્ર સુત પાશ. તરત જ તે કૃષ્ણના ધામમાં પ્રવેશવા માટે યોગ્ય બને છે.

અને પછી તે કહે છે, ગૌડ મંડલ ભૂમિ, યેબા જાની ચિંતામણી. ગૌર મંડલ મતલબ પશ્ચિમ બંગાળની ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને તેમની લીલાઓનું સ્થળ. નવદ્વીપ, ભગવાન ચૈતન્યના જન્મના વાર્ષિક સમારોહ દરમ્યાન, ભક્તો જાય છે, અને ભગવાન ચૈતન્યના વિભિન્ન લીલાસ્થળોની પરિક્રમા કરે છે. તેને નવ દિવસ લાગે છે. તો બંગાળનો તે ભાગ ગૌડ મંડલ કહેવાય છે. તો નરોત્તમ દાસ ઠાકુર કહે છે, "જે વ્યક્તિ સમજે છે કે, આ દેશના આ ભાગ અને વૃંદાવનમાં કોઈ અંતર નથી," તાર હય વ્રજ ભૂમિ વાસ, "તે તેટલું જ સરસ છે કે જેટલું કોઈ વ્યક્તિ વૃંદાવનમાં રહે છે." પછી તે કહે છે, ગૌર પ્રેમ રસાર્ણર્વે. ભગવાન ચૈતન્યના કાર્યો તે બિલકુલ કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપોના મહાસાગર જેવા જ છે. તેથી જે વ્યક્તિ આ મહાસાગરમાં ડૂબકી લગાવે છે, ગૌર પ્રેમ રસાર્ણર્વે, સેઈ તરંગ યેબા ડૂબે. જેમ કે આપણે ડૂબકી લગાવીએ છીએ અને સ્નાન કરીએ છીએ, અને આપણે મહાસાગર અથવા સમુદ્રમાં રમત રમીએ છીએ. તેવી જ રીતે, જે વ્યક્તિ આનંદ લે છે, ભગવાન ચૈતન્યના ભગવદ પ્રેમ વિતરણના મહાસાગરની રમતિયાળ લહેરોમાં, આવો વ્યક્તિ તરત જ ભગવાન કૃષ્ણનો અંગત ભક્ત બની જાય છે. સેઈ રાધા માધવ અંતરંગ. અંતરંગ મતલબ સાધારણ ભક્ત નહીં. તેઓ અંગત ભક્તો છે. નરોત્તમ દાસ ઠાકુર કહે છે, ગૃહે વા વનેતે થાકે. "આવો ભક્ત, જે ભગવાન ચૈતન્યના આંદોલનની લહેરોમાં આનંદ લે છે," કારણકે તે ભગવાનનો એક ખૂબ જ અંગત ભક્ત બન્યો છે...

તેથી નરોત્તમ દાસ ઠાકુર કહે છે, "આવો ભક્ત, તેનો ફરક નથી પડતો, કે શું તે સન્યાસ આશ્રમમાં છે અથવા તે ગૃહસ્થ છે." ગૃહ. ગૃહ મતલબ ગૃહસ્થ. તો ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન એવું નથી કહેતું કે તમારે એક સન્યાસી જ બનવું પડે. જેમ કે માયાવાદી સન્યાસીઓ, નિરાકારવાદીઓ, શંકરાચાર્ય, તેઓ સૌ પ્રથમ શરત મૂકે છે કે "તમે પહેલા સન્યાસ ગ્રહણ કરો, અને પછી આધ્યાત્મિક પ્રગતિની વાત કરો." તો શંકર સંપ્રદાયમાં કોઈ પણ વ્યક્તિને પ્રામાણિક નિરાકારવાદી તરીકે સ્વીકારવામાં નથી આવતું જ્યાં સુધી તેણે સન્યાસ આશ્રમ સ્વીકાર્યો ના હોય. પણ અહી, ચૈતન્ય મહાપ્રભુના આંદોલનમાં, આવો કોઈ પ્રતિબંધ નથી. અદ્વૈત પ્રભુ, તેઓ એક ગૃહસ્થ હતા. નિત્યાનંદ, તેઓ ગૃહસ્થ હતા. ગદાધર, તેઓ પણ ગૃહસ્થ હતા. અને શ્રીવાસ, તેઓ પણ ગૃહસ્થ હતા. અને ચૈતન્ય મહાપ્રભુએ બે વાર લગ્ન કર્યા હતા. તો તેનો ફરક નથી પડતો. નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે સન્યાસ આશ્રમમાં રહો, અથવા ગૃહસ્થ આશ્રમમાં રહો, તેનો ફરક નથી પડતો. જો તે વાસ્તવમાં ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તન કાર્યોમાં ભાગ લે છે, અને વાસ્તવમાં સમજે છે કે તે શું છે, તે આવા ભક્તિમય મહાસાગરની લહેરોમાં રમત રમે છે, તો આવો વ્યક્તિ હમેશા મુક્ત હોય છે. અને નરોત્તમ દાસ ઠાકુર હમેશા વધુ ને વધુ તેના સંગની ઈચ્છા કરે છે. તે આ ભજનનો સાર છે.