GU/Prabhupada 0390 - 'જય રાધ માધવ' પર તાત્પર્યPurport to Jaya Radha-Madhava -- New York, July 20, 1971

તો આ કૃષ્ણનો મૂળ સ્વભાવ છે, કૃષ્ણનો મૂળ સ્વભાવ. તેઓ રાધા-માધવ છે. તેઓ શ્રીમતી રાધારાણીના પ્રેમી છે. અને કુંજ વિહારી, હમેશા વૃંદાવનના જંગલના વૃક્ષોમાં ગોપીઓના સંગનો આનંદ કરતાં. રાધા-માધવ કુંજ વિહારી. તો તો ફક્ત રાધારાણીના જ પ્રેમી નથી, પણ બ્રજ જન વલ્લભ. વૃંદાવનના બધાજ નિવાસીઓ, તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે. તેઓ બીજું કશું જાણતા નથી. તેઓ જાણતા નથી કે કૃષ્ણ ભગવાન છે, કે નહીં; કે ન તો તેઓ એટલા બધા હેરાન થતાં, કે "હું કૃષ્ણને પ્રેમ કરીશ જો તેઓ ભગવાન હશે તો." "તે ભગવાન હોય કે તેઓ કોઈ પણ હોય. તેનો ફરક નથી પડતો, પણ અમે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ." બસ તેટલું જ. તેને શુદ્ધ પ્રેમ કહેવાય છે. "જો કૃષ્ણ ભગવાન હોય, તો હું તેમને પ્રેમ કરું" - આ શરતી પ્રેમ છે. આ શુદ્ધ પ્રેમ નથી. કૃષ્ણ ભગવાન હોઈ પણ શકે અથવા તેઓ ગમે તે હોય, પણ તેમના અદ્ભુત કાર્યોથી, વ્રજવાસી, તેઓ વિચારી રહ્યા છે, "ઓહ કૃષ્ણ, તે કેટલો અદ્ભુત બાળક છે, કદાચ કોઈ દેવતા. કદાચ કોઈ દેવતા." કારણકે લોકો સામાન્ય રીતે એવી ધારણામાં હોય છે કે દેવતાઓ સર્વ-શક્તિમાન હોય છે. તેઓ આ ભૌતિક જગતમાં શક્તિશાળી હોય છે. પણ તેઓ જાણતા નથી કે કૃષ્ણ તે બધાથી ઉપર છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧). સર્વોચ્ચ દેવતા, બ્રહ્મા, તેમનો અભિપ્રાય આપી રહ્યા છે, "પરમ નિયંત્રક કૃષ્ણ છે."

તો જેમ વૃંદાવનના નિવાસીઓ, તેઓ કૃષ્ણને બિનશરતી પ્રેમ કરે છે, તેવી જ રીતે, કૃષ્ણ પણ તેમને પ્રેમ કરે છે. વ્રજ જન વલ્લભ ગિરિવર ધારી. જ્યારે વૃંદાવનના નિવાસીઓ સંકટમાં હતા કારણકે તેમણે ઇન્દ્રયજ્ઞ બંધ કરી દીધો, અને ઇન્દ્ર બહુ ગુસ્સે થયા, અને તેમણે બહુ જ શક્તિશાળી વાદળોને મોકલ્યા, અને વૃંદાવનમાં અવિરત સાત દિવસ સુધી વરસાદ વરસ્યો, તો જ્યારે નિવાસીઓ ખૂબ જ પરેશાન થયા, કૃષ્ણ, જોકે તેઓ ફક્ત સાત વર્ષના બાળક જ હતા, તેમણે ગોવર્ધન પર્વત ઊંચકીને તેમની રક્ષા કરી. તો તેમણે ઇન્દ્રદેવને શીખવાડ્યુ, કે, "તમારી પરેશાની રોકવી તે મારી ટચલી આંગળીનું કામ છે. બસ." તો તે (ઇન્દ્ર) તેમના ઘૂંટણો પર આવી ગયા. આ વસ્તુઓ તમે કૃષ્ણ પુસ્તકમાં જોશો. તો ગોપી જન વલ્લભ તરીકે, તેમનું કાર્ય છે કેવી રીતે ગોપી જનોની રક્ષા કરવી. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે કેવી રીતે ગોપીજનોમાથી એક બનવું. પછી કૃષ્ણ આપણને કોઈ પણ સંકટમાથી બચાવશે, એક પર્વત ઊંચકીને પણ. કૃષ્ણ એટલા દયાળુ અને શક્તિશાળી છે. જ્યારે કૃષ્ણે પર્વત ઉપાડયો, તેમણે કોઈ યોગ પદ્ધતિનો અભ્યાસ ન હતો કર્યો. અને તે ભગવાન છે. જોકે તેઓ એક બાળક હતા, તેઓ એક બાળક તરીકે રમતા હતા, તેઓ બાળક તરીકે વ્યવહાર કરતાં હતા, પણ જ્યારે જરૂર પડી, તેમણે ભગવાન તરીકે પોતાને પ્રકટ કર્યા. તે કૃષ્ણ છે. તે કૃષ્ણ છે, એવું નહીં કે તેમણે કોઈ યોગ પદ્ધતિનો અભ્યાસ કરવો પડે, પછી તેઓ ભગવાન બને છે. ના. તેઓ તે પ્રકારના ભગવાન નથી, બનાવેલા ભગવાન નહીં. તેઓ ભગવાન છે.

તો ગોપી જન વલ્લભ ગિરિવર ધારી. અને એક બાળક તરીકે, યશોદાના એક લાડકા બાળક તરીકે, યશોદા નંદન,... કૃષ્ણ એક ભક્તના બાળક બનવું પસંદ કરે છે. તેમને ભક્ત પિતા અને માતા પાસેથી ઠપકો લેવાનું ગમે છે. કારણકે દરેક તેમની ભક્તિ કરે છે, કોઈ પણ તેમને ઠપકો આપતું નથી, તો તેઓ આનંદ લે છે જ્યારે એક ભક્ત તેમને ઠપકો આપે છે. તે કૃષ્ણની સેવા છે. જો કૃષ્ણ ઠપકામાં આનંદ લેતા હોય, તો ભક્ત દ્વારા લેવામાં આવતી જવાબદારી: "ઠીક છે, હું તમારો પિતા બનીશ અને તમને ઠપકો આપીશ." જ્યારે કૃષ્ણને લડવું હોય છે, તેમના કોઈ ભક્ત હિરણ્યકશિપુ બને છે અને તેમની સાથે લડે છે. તો કૃષ્ણના બધા કાર્યો તેમના ભક્તો સાથે જ છે. તે છે... તેથી, કૃષ્ણના પાર્ષદ બનવું, કૃષ્ણ ભાવનામૃત વિકસિત કરવી... યશોદા નંદન વ્રજ જન રંજન. તેમનું એક માત્ર કાર્ય છે કેવી રીતે સંતોષ આપવો... જેમ બ્રજ જનનું કાર્ય છે કેવી રીતે કૃષ્ણને સંતોષ આપવો, તેવી જ રીતે, કૃષ્ણનું કાર્ય છે કેવી રીતે બ્રજ જનને સંતોષ આપવો. આ પ્રેમનું આદાનપ્રદાન છે. યમુના તીર વન ચારી. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, યમુનાના તટ પર ફરી રહ્યા છે ગોપીઓને, ગોપાળોને, પક્ષીઓને, પશુઓને, વાછરડાઓને પ્રસન્ન કરવા. તેઓ સાધારણ પક્ષીઓ, પશુઓ, વાછરડાઓ અથવા માણસો નથી. તેઓ આત્મ-સાક્ષાત્કારની સર્વોચ્ચ સિદ્ધિ પર છે. કૃત પુણ્ય પુંજા: (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). ઘણા, ઘણા જન્મો પછી તેમને તે પદ મળ્યું છે, કૃષ્ણ સાથે રમવાનું.

તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે, કે કોઈ પણ વ્યક્તિ કૃષ્ણલોક જઈ શકે છે, અને તેમનો સંગી બની શકે છે, એક મિત્ર તરીકે અથવા ઘણી બધી વસ્તુઓ, સેવક તરીકે, પિતા, માતા તરીકે. અને કૃષ્ણ આમાથી કોઈ પણ દરખાસ્તમાં સહમત થાય છે. આ વસ્તુઓ ભગવાન ચૈતન્યની શિક્ષાઓમાં બહુ જ સરસ રીતે વર્ણવવામાં આવી છે. તો કૃષ્ણ વૃંદાવનથી એક ડગલું પણ બહાર નથી જતાં. મૂળ કૃષ્ણ વૃંદાવનમાં છે. તે બ્રહ્મસંહિતામાં વર્ણવેલું છે,

ચિંતામણી પ્રકર સદ્મશુ કલ્પ વૃક્ષ
લક્ષાવૃતેશુ સુરભીર અભિપાલયંતમ
લક્ષ્મી સહસ્ર શત સંભ્રમ સેવ્યમાનમ
ગોવિંદમ આદિ પુરુષમ...
(બ્ર.સં. ૫.૨૯)

બ્રહ્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, ગોવિંદ, કૃષ્ણ, ને વૃંદાવનમાં સ્વીકારી રહ્યા છે. વેણુમ કવણન્તમ: "તેઓ વાંસળી વગાડવામાં મગ્ન છે."

(વેણુમ કવણન્તરમ) અરવિંદ દલાયતાક્ષમ
બરહાવતંસમ અસિતાંબુદ સુંદરાંગમ
કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી
(બ્ર.સં. ૫.૩૦)

તો આ પુસ્તકોનો લાભ લો, આ જ્ઞાનનો, અને આ પ્રસાદમનો, આ કીર્તનનો, અને સુખી રહો અને કૃષ્ણ પાસે જાઓ. કેટલી સરસ વસ્તુ. ઠીક છે.