GU/Prabhupada 0404 - આ કૃષ્ણ ભાવનામૃતની તલવાર લો - તમે બસ શ્રદ્ધાથી સાંભળવાનો પ્રયત્ન કરો



Lecture on SB 1.2.16 -- Los Angeles, August 19, 1972

તો શુશ્રૂશો:, શુશ્રૂશો શ્રદ્ધાધાનસ્ય (શ્રી.ભા. ૧.૨.૧૬). જે લોકો શ્રદ્ધાથી સાંભળવામાં પ્રવૃત્ત છે, શ્રદ્ધાધાન... આદૌ શ્રદ્ધા. શ્રદ્ધા વગર, તમે કોઈ પ્રગતિ ના કરી શકો. આ આધ્યાત્મિક જીવનની શરૂઆત છે. આદૌ શ્રદ્ધા. "ઓહ, અહી છે..., કૃષ્ણ ભાવનામૃત ચાલી રહ્યું છે. તે બહુ જ સરસ છે. તેઓ સુંદર રીતે પ્રચાર કરી રહ્યા છે." લોકો હજુ, તેઓ આપણા કાર્યોને બિરદાવે છે. જો આપણે આપણું ધોરણ જાળવીશું, તો તેઓ કદર કરશે. તો આને શ્રદ્ધા કહેવાય છે. આ કદરને કહેવાય છે શ્રદ્ધા, શ્રદ્ધાધાનસ્ય. જો તે જોડાય નહીં પણ, જો વ્યક્તિ કહે, "ઓહ, તે બહુ સરસ છે, તે બહુ... આ લોકો સારા છે." ક્યારેક તેઓ, અખબારમાં તેઓ કહે છે કે "આ હરે કૃષ્ણ લોકો સારા છે. અમને તેવા વધુ લોકો જોઈએ છે." તેઓ કહે છે. તો આ કદર પણ, આવા વ્યક્તિ માટે એક સારો ઉત્સાહ છે. જો તે સાંભળતો નથી, આવતો નથી, ફક્ત તે કહે છે "તે બહુ સરસ છે. હા." જેમ કે નાના બાળકો, એક શિશુ, તે પણ કદર કરી રહ્યું છે, આ કરતાલ સાથે ઊભું રહેવાનુ પ્રયત્ન કરી રહ્યું છે. કદર કરતું. જીવનની શરૂઆતથી જ, કદર કરે છે, "તે સરસ છે." તે જાણે કે ના જાણે, તેનો ફરક નથી પડતો. ફક્ત આ કદર કરવી જ તેને આધ્યાત્મિક જીવનનો સ્પર્શ આપે છે. તો તે સરસ છે. શ્રદ્ધા. જો તેઓ વિરુદ્ધમાં ના જાય, ફક્ત કદર કરે, "ઓહ, તે લોકો સારું કરી રહ્યા છે..." તો આધ્યાત્મિક જીવનનો વિકાસ મતલબ આ કદરનો વિકાસ, બસ તેટલું જ. પણ કદરની શ્રેણીઓ હોય છે.

તો શુશ્રૂશો: શ્રદ્ધાધાનસ્ય વાસુદેવ કથા રુચિ: પાછલા શ્લોકમાં, તે સમજાવેલું છે, યદ અનુધ્યાસીના યુક્તા: (શ્રી.ભા. ૧.૨.૧૫). વ્યક્તિએ પ્રવૃત્ત થવું જ પડે, હમેશા વિચારતો. આ તલવાર છે. તમારે આ કૃષ્ણ ભાવનામૃતની તલવાર લેવી જ પડે. પછી તમે મુક્ત બનો છો. ગાંઠને આ તલવાર વડે કાપવામાં આવે છે. તો.. હવે કેવી રીતે આપણે આ તલવાર લઈ શકીએ? તે વિધિનું અહી વર્ણન થયું છે, કે તમે ફક્ત, શ્રદ્ધાથી સાંભળવાનો પ્રયત્ન કરો. તમને તલવાર મળશે. બસ તેટલું જ. વાસ્તવમાં, આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફેલાઈ રહ્યું છે. આપણે એક પછી એક તલવાર મેળવી રહ્યા છીએ, માત્ર સાંભળવાથી. મે આ આંદોલનની શરૂઆત ન્યુ યોર્કથી કરી હતી. તમે બધા જાણો છો. વાસ્તવમાં મારી પાસે કોઈ તલવાર હતી નહીં. જેમ કે કોઈ ધાર્મિક સિદ્ધાંતોમાં, તેઓ ધાર્મિક ગ્રંથ એક હાથમાં લે છે, અને બીજા હાથમાં, તલવાર: "તમે આ ગ્રંથનો સ્વીકાર કરો; નહિતો, હું તમારું માથું કાપી નાખીશ." તે પણ બીજો પ્રચાર છે. પણ મારી પાસે પણ તલવાર હતી, પણ તે પ્રકારની તલવાર નહીં. આ તલવાર - લોકોને સાંભળવાનો અવસર આપવો. બસ તેટલું જ.

વાસુદેવ કથા રુચિ: તો જેવુ તે રુચિ લે છે... રુચિ... રુચિ મતલબ સ્વાદ. "આહ, અહી કૃષ્ણની વાત થાય છે, બહુ જ સરસ. મને સાંભળવા દે." તમને પછી તરત જ તલવાર મળી જાય છે. તલવાર તમારા હાથમાં જ છે. વાસુદેવ કથા રુચિ: પણ રુચિ ક્યાંથી આવે છે? આ સ્વાદ? કારણકે, જેમ કે મે ઘણી વાર સમજાવેલું છે, સ્વાદ, જેમ કે શેરડી. દરેક વ્યક્તિ જાણે છે કે તે મીઠી છે, પણ જો તમે એક માણસને આપશો જે કમળાથી પીડાઈ રહ્યો છે, તેને તે કડવી લાગશે. દરેક વ્યક્તિ જાણે છે કે શેરડી મીઠી હોય છે, પણ એક ચોક્કસ માણસ જે રોગ, કમળા, થી પીડાય છે, તેને શેરડી કડવી લાગશે. દરેક વ્યક્તિ તે જાણે છે. તે હકીકત છે.

તો રુચિ, વાસુદેવ કથા, કૃષ્ણ કથા, સાંભળવાનો સ્વાદ, આ ભૌતિક રીતે રોગી વ્યક્તિ સ્વાદ ના કરી શકે. આ રુચિ, સ્વાદ. સ્વાદ લેવા માટે પ્રાથમિક કાર્યો હોય છે. તે શું છે? પ્રથમ વસ્તુ છે તે કદર: "ઓહ, તે બહુ જ સરસ છે." આદૌ શ્રદ્ધા, શ્રદ્ધાધાન. તો શ્રદ્ધા, કદર, આ શરૂઆત છે. પછી સાધુ સંગ (ચૈ.ચ. મધ્ય ૨૨.૮૩). પછી સંગ: "ઠીક છે, આ લોકો કૃષ્ણ કીર્તન કરી રહ્યા છે અન કૃષ્ણ વિશે વાતો કરી રહ્યા છે. મને જવા દો અને બેસવા દો અને વધુ સાંભળવા દો." આને સાધુ સંગ કહેવાય છે. જે લોકો ભક્તો છે, તેમની સાથે ભળવું. આ બીજું સ્તર છે. ત્રીજું સ્તર છે ભજન ક્રિયા. જ્યારે વ્યક્તિ સરસ રીતે સંગ કરે છે, પછી તે અનુભવશે, "શા માટે એક શિષ્ય ના બનું?" તો અમે અરજી સ્વીકારીએ છીએ, "પ્રભુપાદ, જો તમે મને કૃપા કરીને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો." આ ભજન ક્રિયાની શરૂઆત છે. ભજન ક્રિયા મતલબ ભગવાનની સેવામાં પ્રવૃત્ત થવું. આ ત્રીજું સ્તર છે.