GU/Prabhupada 0406 - જે કોઈ પણ કૃષ્ણવિજ્ઞાન જાણે છે, તે ગુરુ બની શકે છે



Discourse on Lord Caitanya Play Between Srila Prabhupada and Hayagriva -- April 5-6, 1967, San Francisco

પ્રભુપાદ: પહેલું દ્રશ્ય હશે વિજય નરસિંહ ગઢ મંદિરની મુલાકાત.

હયગ્રીવ: વિજય...

પ્રભુપાદ: વિજય નરસિંહ ગઢ.

હયગ્રીવ: હું તમારી પાસે આનો સ્પેલિંગ પછી લઈ લઇશ.

પ્રભુપાદ: હું સ્પેલિંગ આપું છું. વી-આઈ-જે-એ-વાય-એન-આર-આઈ-એસ-આઈ-એન-જી-એ-જી-આ-આર-એચ. વિજય નરસિંહ ગઢ મંદિર. આ આધુનિક વિશાખાપટનમ જહાજના યાર્ડની નજીક છે. એક મોટું ભારતીય જહાજોનું યાર્ડ છે, વિશાખાપટનમ. પહેતા તે વિશાખાપટનામ ન હતું. તો તેની નજીક, સ્ટેશનથી પાંચ માઈલ દૂર, ટેકરી પર એક સરસ મંદિર છે. તો મને લાગે છે કે મંદિરનું દ્રશ્ય હશે, અને ચૈતન્ય મહાપ્રભુએ તે મંદિરની મુલાકાત લીધી હતી. અને તે મંદિર પછી, તેઓ ગોદાવરી નદીના કિનારે આવ્યા હતા. જેવી રીતે ગંગા નદી બહુ પવિત્ર નદી છે, તેવી જ રીતે ચાર બીજી નદીઓ છે. યમુના, ગોદાવરી, કૃષ્ણ, નર્મદા. ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, અને કૃષ્ણ. આ પાંચ નદીઓને બહુ જ પવિત્ર ગણવામાં આવે છે. તો તેઓ ગોદાવરીના કિનારે આવ્યા, અને તેમણે તેમનું સ્નાન લીધું, અને તેઓ એક વૃક્ષની નીચે સરસ જગ્યાએ બેઠા હતા, અને જપ કરતાં હતા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તે વખતે તેમણે જોયું કે એક મોટી શોભાયાત્રા આવી રહી છે, અને તે દ્રશ્ય હોવું જોઈએ... તે સભાયાત્રામાં... પહેલા રાજાઓ અને રાજ્યપાલો, તેઓ તેમના પાર્ષદો સાથે ગંગામાં સ્નાન કરતાં હતા, વાજિંત્રો વગાડવાવાળા અને ઘણા બ્રાહ્મણો અને બધા પ્રકારની દાન આપવાની વસ્તુઓ. આ રીતે તેઓ સ્નાન લેવા આવતા હતા. તો ભગવાન ચૈતન્યે જોયું કે કોઈ વ્યક્તિ તે મહાન શોભાયાત્રામાં આવી રહ્યું છે, અને તેમને રામાનંદ રાય વિશે જણાવવામાં આવ્યું, મદ્રાસ રાજ્યના રાજ્યપાલ. સાર્વભૌમ ભટ્ટાચાર્યે તેમને વિનંતી કરી કે "તમે દક્ષિણ ભારતમાં જાઓ છો. તમારે રામાનંદ રાયને મળવું જ જોઈએ. તે એક મહાન ભક્ત છે." તો જ્યારે તેઓ કાવેરીના કિનારે બેઠા હતા અને રામાનંદ રાય શોભાયાત્રામા આવતા હતા, તેઓ સમજી ગયા કે તે રામાનંદ રાય છે. પણ કારણકે તેઓ સન્યાસી હતા, તેમણે તેમને સંબોધ્યા નહીં. પણ રામાનંદ રાય, તે એક મહાન ભક્ત હતા, અને તેમણે એક સરસ સન્યાસીને જોયા, યુવાન સન્યાસી બેઠા હતા અને હરે કૃષ્ણ જપ કરતાં હતા. સામાન્ય રીતે, સન્યાસીઓ હરે કૃષ્ણ જપ નથી કરતાં. તેઓ, "ૐ, ૐ..." ફક્ત ૐ ધ્વનિ. હરે કૃષ્ણ નહીં.

હયગ્રીવ: તમારો શું મતલબ છે જ્યારે તમે કહ્યું કે તેમણે તેમને સન્યાસી હોવાને કારણે સંબોધ્યા નહીં?

પ્રભુપાદ: સન્યાસીઓ, પ્રતિબંધ છે કે સન્યાસીએ ધનવાન વ્યક્તિ પાસે ભીખ ના માંગવી જોઈએ અથવા તેમને મળવું જોઈએ. તે પ્રતિબંધ છે.

હયગ્રીવ: પણ મે વિચાર્યું કે રામાનંદ રાય એક ભક્ત હતા.

પ્રભુપાદ: પણ તે ભક્ત હતા, અવશ્ય, પણ બહારથી તે રાજ્યપાલ હતા. બહારથી. તો ચૈતન્ય મહાપ્રભુ તેમની પાસે ગયા નહીં, પણ તેઓ સમજી ગયા કે "અહી એક સરસ સન્યાસી છે." તેઓ નીચે આવ્યા અને તેમના પ્રણામ કર્યા અને તેમની સમક્ષ બેઠા. અને ઓળખાણ થઈ, અને ભગવાન ચૈતન્યે કહ્યું કે "ભટ્ટાચાર્યે પહેલેથી જ તમારા વિશે મને કહ્યું છે. તમે એક મહાન ભક્ત છો. તો હું તમને મળવા આવ્યો છું." અને પછી તેમણે જવાબ આપ્યો, "શું ભક્ત? હું એક રાજનેતા છું. પણ ભટ્ટાચાર્ય મારા પ્રત્યે બહુ જ દયાળુ છે કે તેમણે તમને મને દર્શન આપવા મોકલ્યા. તો જો તમે આવ્યા છો, તો કૃપા કરીને, કૃપા કરીને મને આ ભૌતિક માયામાથી મુક્ત કરો." તો રામાનંદ રાય સાથે મુલાકાત યોજવામાં આવી, અને સાંજે બંને ફરીથી મળ્યા, અને ચર્ચા થઈ હતી, મારા કહેવાનો મતલબ, જીવનની આધ્યાત્મિક પ્રગતિ. ભગવાન ચૈતન્યે તેમને પૂછ્યું અને રામાનંદ રાયે જવાબ આપ્યો. અવશ્ય, તે લાંબી કથા છે, કેવી રીતે તેમણે પ્રશ્નો પૂછ્યા અને કેવી રીતે રામાનંદ રાયે જવાબો આપ્યા.

હયગ્રીવ: રામાનંદ રાય.

પ્રભુપાદ: હા.

હયગ્રીવ: શું તે મહત્વનુ છે? તે સભાનું દ્રશ્ય.

પ્રભુપાદ: સભા, સભા, તે ચર્ચા શું તમારે આપવી છે?

હયગ્રીવ: જો તે દ્રશ્ય મહત્વનુ હોય તો તેની રજૂઆત થવી જોઈએ? તમે ઈચ્છો છો કે હું રજૂ કરું?

પ્રભુપાદ: મહત્વનુ દ્રશ્ય તે છે કે તેઓ રામાનંદ રાયને મળ્યા, રામાનંદ રાય શોભાયાત્રામાં આવ્યા, તે સુંદર દ્રશ્ય હતું. આ વસ્તુઓ પહેલેથી જ પૂર્ણ છે. તો જ્યાં સુધી આ વાર્તાલાપનો પ્રશ્ન છે, વાર્તાલાપનો સાર હતો કે...

હયગ્રીવ: મને ફક્ત સંક્ષિપ્તમાં સાર આપો.

પ્રભુપાદ: સંક્ષિપ્તમાં સાર. આ દ્રશ્યમાં ચૈતન્ય મહાપ્રભુ વિદ્યાર્થી બન્યા. એકદમ વિદ્યાર્થી નહીં. તેમણે પૂછ્યું અને રામાનંદ રાયે જવાબ આપ્યા. તો દ્રશ્યનું મહત્વ તે છે કે ચૈતન્ય મહાપ્રભુ ઔપચારિકતાનું પાલન નથી કરતાં, ફક્ત સન્યાસીઓ જ ગુરુ હોવા જોઈએ. જે પણ વ્યક્તિ કૃષ્ણ વિજ્ઞાન જાણે છે, તે આધ્યાત્મિક ગુરુ બની શકે છે. અને આ ઉદાહરણ વ્યવહારિક રીતે બતાવવા માટે, જો કે તેઓ સન્યાસી અને બ્રાહ્મણ હતા અને રામાનંદ રાય એક શુદ્ર અને ગૃહસ્થ હતા, છતાં તેઓ એક વિદ્યાર્થ જેવા બન્યા અને રામાનંદ રાયને પૂછ્યું. રામાનંદ રાયને થોડો સંકોચ થયો કે "હું કેવી રીતે એક સન્યાસીના શિક્ષકનું પદ ગ્રહણ કરી શકું?" પછી ચૈતન્ય મહાપ્રભુએ જવાબ આપ્યો, "ના, ના, સંકોચ ના કરો." તેમણે કહ્યું કે વ્યક્તિ સન્યાસી હોય કે ગૃહસ્થ હોય કે પછી તે બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, તેનો ફરક નથી પડતો. જે પણ વ્યક્તિ કૃષ્ણ વિજ્ઞાન જાણે છે, તે શિક્ષકનું પદ ગ્રહણ કરી શકે છે. તો તે તેમની ભેટ હતી. કારણકે ભારત સમાજમાં, તે ફક્ત એવું લેવાય છે કે બ્રાહ્મણો અને સન્યાસીઓ જ ગુરુ બની શકે છે. પણ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, "ના. કોઈ પણ વ્યક્તિ ગુરુ બની શકે છે, જો તે (કૃષ્ણ) વિજ્ઞાનનો જાણકાર હોય." અને ચર્ચાનો સાર હતો કે કેવી રીતે વ્યક્તિ પોતાને ભગવદ પ્રેમની સર્વોચ્ચ સિદ્ધિ પર લાવે. અને ભગવદ પ્રેમ વર્ણિત છે, ખૂબ જ ભવ્ય રીતે રાધારાણીમાં. તો તે ભાવમાં, રાધારાણીના લક્ષણમાં. અને રામાનંદ રાય, રાધારાણીના પાર્ષદ લલિતા સખીના ભાવમાં, બંને ભેટ્યા અને પરમાનંદમાં નાચવા માંડ્યા. તે દ્રશ્યનો અંત હશે. બંને પરમાનંદમાં નાચવા માંડ્યા.

હયગ્રીવ: રામાનંદ રાય.

પ્રભુપાદ: અને ચૈતન્ય મહાપ્રભુ.

હયગ્રીવ: ઠીક છે.