GU/Prabhupada 0412 - કૃષ્ણ ઈચ્છે છે કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો ફેલાવો થવો જ જોઈએConversation with Devotees -- April 12, 1975, Hyderabad

પ્રભુપાદ: અનાશ્રિત: કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતી ય:, સ સન્યાસી (ભ.ગી. ૬.૧). અનાશ્રિત: કર... દરેક વ્યક્તિ તેની ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ સારા પરિણામની આશા રાખે છે. તે છે આશ્રિત: કર્મ ફલમ. તેણે સારા પરિણામની શરણ લીધી છે. પણ જે વ્યક્તિએ કર્મોના પરિણામની શરણ નથી લીધી... તે મારુ કર્તવ્ય છે. કાર્યમ. કાર્યમ મતલબ "તે મારુ કર્તવ્ય છે. તેનો ફરક નથી પડતો કે પરિણામ શું છે. મારે મારા શ્રેષ્ઠ સામર્થ્યથી તે કરવું જ જોઈએ. પછી હું પરિણામની ચિંતા નથી કરતો. પરિણામ કૃષ્ણના હાથમાં છે." કાર્યમ: "તે મારુ કર્તવ્ય છે. મારા ગુરુ મહારાજે તે કહ્યું છે, તો તે મારૂ કર્તવ્ય છે. તેનો ફરક નથી પડતો શું તે સફળ થશે કે નહીં થાય. તે કૃષ્ણ પર આધારિત છે." આ રીતે, કોઈ પણ વ્યક્તિ, જો તે કાર્ય કરે, તો તે એક સન્યાસી છે. વસ્ત્ર નહીં, પણ કાર્ય કરવાનું વલણ. હા, તે સન્યાસ છે. કાર્યમ: "તે મારુ કર્તવ્ય છે." સ સન્યાસી ચ યોગી ચ. તે યોગી છે, પ્રથમ વર્ગનો યોગી. જેમ કે અર્જુન. અર્જુને સત્તાવાર રીતે સન્યાસ ગ્રહણ ન હતો કર્યો. તે ગૃહસ્થ હતો, સૈનિક. પણ જ્યારે તેણે તેને બહુ જ ગંભીરતાથી લીધું, કાર્યમ - "કૃષ્ણ આ યુદ્ધ ઈચ્છે છે. કોઈ વાંધો નહીં, હું મારા સંબંધીઓને મારીશ. મારે તે કરવું જ જોઈએ." - તે સન્યાસ છે. સૌ પ્રથમ તેણે કૃષ્ણ સાથે દલીલ કરી કે "આ પ્રકારનું યુદ્ધ સારું નથી," પરિવાર હત્યા, અને વગેરે, વગેરે. તેણે દલીલ કરી. પણ ભગવદ ગીતા સાંભળ્યા પછી, જ્યારે તે સમજી ગયો કે "તે મારૂ કર્તવ્ય છે. કૃષ્ણ ઈચ્છે છે કે હું તે કરું." કાર્યમ. તો તેના એક ગૃહસ્થ, એક સૈનિક હોવા છતાં, તે એક સન્યાસી છે. તેણે તે લીધું - કાર્યમ. કાર્યમ મતલબ "તે મારુ કર્તવ્ય છે." તે સાચો સન્યાસ છે. "કૃષ્ણ ઈચ્છે છે કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર થવો જ જોઈએ. તો આ મારૂ કાર્યમ છે. આ મારૂ કર્તવ્ય છે. અને નિર્દેશન છે મારા ગુરુ. તો મારે કરવું જ જોઈએ." આ સન્યાસ છે. આ સન્યાસ છે, સન્યાસ માનસિકતા. પણ અહી ઔપચારિકતા છે. તે સ્વીકાર થઈ પણ શકે.

ભારતીય માણસ: તેમાં થોડી મનોવૈજ્ઞાનિક અસર હોય છે.

પ્રભુપાદ: આહ. ભારતમાં વિશેષ કરીને, લોકોને ગમે છે. સન્યાસી પ્રચાર કરી શકે છે. નહિતો, સન્યાસનું સૂત્ર આપેલું છે - કાર્યમ: "પણ ફક્ત આ જ મારૂ કર્તવ્ય છે. બસ તેટલું જ. કૃષ્ણ ભાવનામૃત આંદોલન ધપાવવું જોઈએ. આ મારૂ એકમાત્ર કર્તવ્ય છે." તે સન્યાસી છે. કારણકે કૃષ્ણ વ્યક્તિગત રીતે આવે છે, તેઓ માંગ કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). અને ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણ, તેઓ કહે છે, યેઈ કૃષ્ણ તત્ત્વ વેત્ત સેઈ ગુરુ હય (ચૈ.ચ. મધ્ય ૮.૧૨૮): "જે પણ વ્યક્તિ કૃષ્ણ વિજ્ઞાન જાણે છે, તે ગુરુ છે." અને ગુરુનું કાર્ય શું છે? યારે દેખ, તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮) "જેને પણ તમે મળો, તમે ફક્ત તેના પર કૃષ્ણની શિક્ષા લાગુ પાડવાનો પ્રયત્ન કરો." સર્વ ધર્માન પરિત્યજ્ય... તો આ રીતે, જો આપણે તેને ગ્રહણ કરીએ, બહુ જ ગંભીરતાથી, "આ મારૂ કર્તવ્ય છે" - તો તમે એક સન્યાસી છો. બસ તેટલું જ. તો સન્યાસી. કૃષ્ણ પ્રમાણભૂત કરે છે, સ સન્યાસી. લોકો કૃષ્ણની શિક્ષાને બહુ ગંભીરતાથી લેતા નથી. તે ભારતનું દુર્ભાગ્ય છે. તેઓ કૃષ્ણના ઘણા બધા પ્રતિસ્પર્ધીઓને લાવે છે. શું કૃષ્ણ... અને "કૃષ્ણ... રામકૃષ્ણ પણ કૃષ્ણ જેવા જ છે." આ ધૂર્તતાએ વિનાશ સર્જ્યો છે. તેમણે સૌથી મોટું અહિત કર્યું છે. કૃષ્ણને બદલે, તેઓ એક ધૂર્તને લઈ આવ્યા છે, રામકૃષ્ણ.

ભાગવત: તેમને ભુવનેશ્વરમાં એક મોટો મઠ છે. ભુવનેશ્વરમાં, તેમને એક બહુ મોટો રામકૃષ્ણ મઠ છે. વિવેકાનંદ શાળા, ગ્રંથાલય, ઘણી બધી જમીન, બધુ જ, સારી રીતે સંચાલિત.

પ્રભુપાદ: તો આપણે તે કરી શકીએ છીએ. તમારે લોકોને વિશ્વાસ બેસાડવો પડે. તેમની સાથે પ્રતિસ્પર્ધા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ તમે, તમે તમારી પોતાના તત્વજ્ઞાનનો બધે જ પ્રચાર કરી શકો છો.

ભારતીય માણસ: જે ઓરિસ્સાના લોકો સાથે થઈ રહ્યું છે...

પ્રભુપાદ: હમ્મ?

ભારતીય માણસ: તેમને આશ્વસ્ત કરવાનો પ્રયાસ કરવો: ના, તે ખોટું છે અને આ સાચું છે.

પ્રભુપાદ: ના, તેમની રામકૃષ્ણ મિશન લલચામણી છે તે દરિદ્ર નારાયણ સેવા અને હોસ્પિટલ. તે તેમની એક માત્ર લલચામણી છે. તેમની પાસે કોઈ કાર્યક્રમ નથી. તેમના તત્વજ્ઞાનથી કોઈ આકર્ષિત નથી થતું. અને તેમની પાસે શું તત્વજ્ઞાન છે? કોઈ વાંધો નહીં. આપણને તેમની ચિંતા નથી.