GU/Prabhupada 0438 - ગાયનું છાણ સૂકવીને અને બાળીને રાખ બનાવીને દંતમંજન તરીકે વપરાય છે
Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968
આયુર્વેદમાં, ગાયના છાણને સૂકવીને અને બાળીને રાખમાં બનાવવામાં આવે છે જે દંતમંજન તરીકે વપરાય છે. તે બહુ સારું જંતુનાશક દંતમંજન છે. તેવી જ રીતે, ઘણી બધી વસ્તુઓ છે, વેદોમાં ઘણી બધી આજ્ઞાઓ, જે વિરોધાભાસી લાગી શકે છે, પણ તે વિરોધાભાસ નથી. તે અનુભવ પર છે, દિવ્ય અનુભવ પર. જેમ કે એક પિતા તેના બાળકને કહે છે, કે "મારા પ્રિય પુત્ર, તું આ ભોજન લે. તે બહુ સરસ છે." અને બાળક તે લે છે, પિતાનો, અધિકારીનો, વિશ્વાસ કરીને. પિતા કહે છે... બાળક જાણે છે કે "મારા પિતા..." તેને વિશ્વાસ છે કે "મારા પિતા મને એવું કશું નહીં આપે જે ઝેર છે." તેથી તે આંધળું સ્વીકારી લે છે, કોઈ પણ કારણ વગર, ભોજનના કોઈ પણ વિશ્લેષણ વગર, કે શું તે શુદ્ધ છે કે અશુદ્ધ. તમારે તે રીતે વિશ્વાસ કરવો પડે. તમે એક હોટલમાં જાઓ છો કારણકે તેને સરકાર દ્વારા પરવાનો મળેલો છે. તમારે વિશ્વાસ કરવો પડે જ્યારે તમે ભોજન લો છો કે તે સરસ છે, તે શુદ્ધ છે, અથવા તે ચોખ્ખું છે, અથવા તે છે..." પણ તમે કેવી રીતે તે જાણો? અધિકારી. કારણકે આ હોટલ સરકાર દ્વારા અધિકૃત છે, તેને પરવાનો છે, તેથી તમે વિશ્વાસ કરો છો. તેવી જ રીતે શબ્દ પ્રમાણ મતલબ જેવુ કોઈ સાબિતી છે, વેદિક સાહિત્યમાં, "આ વસ્તુ આ છે," તમારે સ્વીકાર કરવો જ પડે. બસ તેટલું જ. પછી તમારું જ્ઞાન પૂર્ણ છે, કારણકે તમે વસ્તુઓને પૂર્ણ સ્ત્રોત પાસેથી સ્વીકારી રહ્યા છો. તેવી જ રીતે કૃષ્ણ, કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકાર થયેલો છે. જે પણ તેઓ કહે છે, તે ઠીક છે. સ્વીકાર કરો. અર્જુને છેલ્લે કહ્યું, સર્વમ એતદ ઋતમ મન્યે (ભ.ગી. ૧૦.૧૪). "મારા પ્રિય કૃષ્ણ, જે પણ તમે કહો છો હું સ્વીકારું છું." તે આપણો સિદ્ધાંત હોવો જોઈએ. શા માટે હું સંશોધન કરવાની ચિંતા કરું, જ્યારે અધિકારી પાસેથી સાબિતી છે? તો સમય બચાવવા, મુશ્કેલી ઊભી ના કરવા વ્યક્તિએ અધિકારીનો સ્વીકાર કરવો જોઈએ, વાસ્તવિક અધિકારી. આ વેદિક વિધિ છે. અને તેથી વેદો કહે છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨).