GU/Prabhupada 0442 - ખ્રિસ્તી ધર્મમાં, વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે છે, 'અમને અમારો દૈનિક રોટલો આપો'Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968

ભક્ત: "કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે કે ભવિષ્યમાં પણ ભગવાન અને બીજાની વ્યક્તિગતતા રહેશે, જેમ તેની ઉપનિષદોમાં પુષ્ટિ થયેલી છે, તે શાશ્વત રીતે રહેશે. આ કૃષ્ણનું વિધાન અધિકૃત છે."

પ્રભુપાદ: હા, ઉપનિષદ કહે છે નિત્યો નિત્યાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). હવે, નિત્ય મતલબ શાશ્વત, અને પરમ ભગવાન પરમ શાશ્વત છે, અને આપણે વ્યક્તિગત જીવો, આપણે પણ શાશ્વત છીએ. તો તેઓ નેતા શાશ્વત છે. એકો બહુનામ... કેવી રીતે તેઓ નેતા છે? એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે એક, એક વચન શાશ્વત, વ્યક્તિ, તેઓ બીજા બધા શાશ્વતોની બધી જ જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે. આ વસ્તુઓ વેદોમાં સ્પષ્ટ પણે કહેલી છે. અને વાસ્તવમાં આપણે અનુભવ કરી રહ્યા છે. જેમ કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં, વ્યક્તિ ચર્ચ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, "અમને અમારો દૈનિક રોટલો આપો." શા માટે તે ભગવાન પાસે માંગી રહ્યો છે? અવશ્ય, આ નાસ્તિક વર્ગના માણસો હવે તેમને શીખવાડે છે, "રોટલો ક્યાં છે? તમે ચર્ચ જાઓ છો. તમે અમારી પાસે આવો; અમે તમને રોટલો પૂરો પાડીશું." તો આ વેદિક વિચાર ત્યાં પણ છે. વેદો કહે છે, એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે પરમ એક શાશ્વત, તેઓ પૂરું પાડી રહ્યા છે. તેઓ બીજા બધા વ્યક્તિગત શાશ્વતોનું પાલન કરી રહ્યા છે. અને બાઇબલ પણ સમર્થન આપે છે કે "તમે જાઓ, ભગવાન પાસે તમારો દૈનિક રોટલો માંગો." તો જો ભગવાન પાલક ના હોય, શા માટે આ આજ્ઞા છે? તેથી તેઓ નેતા છે, તેઓ પાલક છે. અને વેદો સ્પષ્ટ રીતે કહે છે કે આ સ્થિતિ છે. તેઓ પરમ છે. અને આ જાણવાથી વ્યક્તિ શાંત બની શકે છે. તે વેદિક આજ્ઞા છે. આગળ વધો.

ભક્ત: "કૃષ્ણનું આ વિધાન અધિકૃત છે કારણકે કૃષ્ણ ભ્રમમાં ન હોઈ શકે. જો વ્યક્તિગતતા..."

પ્રભુપાદ: હા. જો માયાવાદી તત્વજ્ઞાની કહે કે આ કૃષ્ણનું વિધાન માયામાં છે, તો "તેઓ કહે છે કે 'દરેક ભૂતકાળમાં વ્યક્તિ હતું.' ના, ભૂતકાળમાં દરેક એક, જથ્થાબંધ હતું, એકરૂપ. માયાથી, આપણે વ્યક્તિગત બની ગયા છીએ." જો માયાવાદી તેવું કહે છે, તો કૃષ્ણ એક બદ્ધ જીવોમાના એક બની જાય છે. તેઓ સત્તા ગુમાવી દે છે. કારણકે બદ્ધ જીવ તમને સત્ય ન આપી શકે. હું બદ્ધ જીવ છું. હું એવી કોઈ વસ્તુ ના કહી શકું જે નિરપેક્ષ હોય. તો કૃષ્ણનો નિરપેક્ષ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. તો જો માયાવાદી સિદ્ધાંત સ્વીકારવામાં આવે, તો કૃષ્ણનો સિદ્ધાંત અસ્વીકાર કરવો પડે. જો કૃષ્ણનો અસ્વીકાર થાય, તો કૃષ્ણની પુસ્તક, ભગવદ ગીતા, વાંચવાની કોઈ જરૂર નથી. તે બેકાર છે, સમયનો બગાડ. જો તેઓ એક આપણા જેવા બદ્ધ જીવ હોય... કારણકે આપણે એક બદ્ધ જીવ પાસેથી શિક્ષા ના લઈ શકીએ. તો ગુરુ, જો તમે એવું પણ ગણો કે તે બદ્ધ જીવ છે, પણ તે પોતાના તરફથી કશું બોલતા નથી. તે ફક્ત કૃષ્ણની તરફથી બોલે છે. તો જ્યાં સુધી... વેદિક સિદ્ધાંત છે કે જ્યાં સુધી વ્યક્તિ ભૌતિક સ્થિતિઓથી મુક્ત નથી, તે કોઈ પૂર્ણ જ્ઞાન આપી ના શકે. બદ્ધ જીવ, ગમે તેટલો તે શૈક્ષણિક રીતે વિકસિત હોય, ભણેલો, તે કોઈ પૂર્ણ જ્ઞાન આપી ના શકે. ફક્ત તે વ્યક્તિ જે આ ભૌતિક નિયમોની સ્થિતિથી પરે છે, તે જ આપણને પૂર્ણ જ્ઞાન આપી શકે. તેવી જ રીતે શંકરાચાર્ય, તે પણ નિરાકારવાદી છે, પણ તે કૃષ્ણને પરમ સત્તા તરીકે સ્વીકાર કરે છે. સ ભગવાન સ્વયમ કૃષ્ણ. "કૃષ્ણ તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે." આધુનિક માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ આ શંકરાચાર્યના વિધાનને બહાર નથી પાડતા. લોકોને છેતરવા માટે. પણ શંકરાચાર્યનું વિધાન છે. અમે સાબિતી આપી શકીએ છીએ. તે કૃષ્ણને પરમ સત્તા તરીકે સ્વીકારે છે. તેમણે કૃષ્ણની પ્રશંસા કરતી કે પૂજા કરતી ઘણી બધી કવિતાઓ લખી છે. અને છેલ્લે તે કહે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. "તમે ધૂર્ત મૂર્ખાઓ. ઓહ, તમે સમજવા માટે વ્યાકરણ પર આધાર રાખી રહ્યા છો." "આ બધુ બકવાસ છે." ભજ ગોવિંદમ. "ફક્ત ગોવિંદની ભક્તિ કરો." ભજ ગોવિંદમ ભજ... ત્રણ વાર તે કહે છે. "ફક્ત કૃષ્ણની ભક્તિ કરો." ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ ત્રણ વાર કહ્યું છે, હરેર નામ હરેર નામ હરેર નામ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). ત્રણ વાર મતલબ ખૂબ જ ભાર આપતા. જેમ કે આપણે ક્યારેક કહીએ છીએ, "તમે આ કરો, આ કરો, આ કરો." તેનો મતલબ કોઈ 'ના' નહીં. બધી ચિંતા સમાપ્ત કરો. તો જેવુ એક વસ્તુ પર ત્રણ વાર ભાર મૂકવામાં આવે છે, તેનો મતલબ અંતિમ. તો શંકરાચાર્ય કહે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. મૂઢ, મૂઢ મે ઘણી વાર સમજાવેલું છે. મૂઢ મતલબ ધૂર્ત, ગધેડો. તમે તમારા વ્યાકરણની સમાજ પર આધાર રાખો છો, દૂક્રન કરણે. દૂક્રન, આ વ્યાકરણના પૂર્વગ, લગાડવાનું છે, પ્રત્ય, પ્રકરણ. તો તમે આ શાબ્દિક મૂળ અને તે શાબ્દિક મૂળ પર આધાર રાખો છો, અને નિર્માણ કરો છો, તમારો અર્થ અલગ રીતે કરીને અર્થઘટન કરો છો. આ બધુ બકવાસ છે. આ દુક્રન કરણે, તમારી વ્યાકરણના શબ્દોની ભુલભુલામણી, તમને મૃત્યુના સમયે બચાવશે નહીં. તું ધૂર્ત, તું ફક્ત ભક્તિ કર ગોવિંદની, ગોવિંદની, ગોવિંદની. તે શંકરાચાર્યની પણ શિક્ષા છે. કારણકે તે એક ભક્ત હતા, તે એક મહાન ભક્ત હતા. પણ તેમણે નાસ્તિક બનવાનો ઢોંગ કર્યો કારણકે તેમણે નાસ્તિકો સાથે વ્યવહાર કરવાનો હતો. જ્યાં સુધી તે પોતાને નાસ્તિક તરીકે પ્રસ્તુત ના કરે, નાસ્તિક અનુયાયીઓ તેમને સાંભળે નહીં. તેથી તેમણે તે સમય પૂરતો માયાવાદ સિદ્ધાંત પ્રસ્તુત કર્યો. માયાવાદ સિદ્ધાંત શાશ્વત રીતે સ્વીકારી ના શકાય. શાશ્વત તત્વજ્ઞાન છે ભગવદ ગીતા. તે ફેંસલો છે.