GU/Prabhupada 0449 - ભક્તિથી, તમે પરમ ભગવાનને નિયંત્રિત કરી શકો. તે એક માત્ર માર્ગ છે



Lecture on SB 7.9.3 -- Mayapur, February 17, 1977

તો બ્રહ્મા, બ્રહ્માજી, તેઓ આ બ્રહ્માણ્ડના પ્રથમ જીવ છે. લક્ષ્મીજી ભયભીત બન્યા; બ્રહ્માજી પણ ભયભીત બન્યા. તેથી બ્રહ્માજી પ્રહલાદ મહારાજને વિનંતી કરી કે "તમે આગળ જાઓ, મારા પ્રિય પુત્ર, અને ભગવાનને શાંત પાડો. તમે કરી શકો, કારણકે તમારા માટે તેઓ આ ભયાનક રૂપમાં પ્રકટ થયા છે. તમારા પિતાએ તમને ત્રાસ આપીને તેમનો ઘણી બધી રીતે અપરાધ કર્યો છે, તમને દંડિત કરીને, તમને મુશ્કેલીમાં મૂકીને. તેથી તેઓ ખૂબ જ ક્રોધમાં પ્રકટ થયા છે. તો તમે તેમને શાંત પાડો. અમે ના કરી શકીએ. તે શક્ય નથી." પ્રહલાદ પ્રેશયામ આસ બ્રહ્મ અવસ્થિત અંતિકે (શ્રી.ભા. ૭.૯.૩). તો પ્રહલાદ મહારાજ, બહુ જ ઉન્નત ભક્ત હોવાને કારણે, તેઓ ભગવાનને શાંત પાડી શક્યા. ભક્ત્યા, ભક્તિથી, તમે પરમ ભગવાનને નિયંત્રિત કરી શકો. તે એક માત્ર માર્ગ છે. ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). સમજણ ભક્તિ દ્વારા મળે છે, અને ભક્તિ દ્વારા તમે ભગવાનને નિયંત્રિત કરી શકો છો. વેદેષુ દુર્લભમ અદુર્લભ આત્મ ભક્તૌ (બ્ર.સં. ૫.૩૩). તમે ભગવાનને વેદોના અભ્યાસ દ્વારા ના સમજી શકો. વેદેષુ દુર્લભમ અદુર્લભ આત્મ ભક્તૌ (બ્ર.સં. ૫.૩૩). પણ તેમના ભક્તો માટે, તેઓ, બહુ જ, બહુ જ, સરળતાથી પ્રાપ્ય છે. તેથી ભક્તિ એક માત્ર માર્ગ છે. ભક્ત્યામ એકયા ગ્રાહ્યમ. ફક્ત ભક્તિથી તમે પહોંચી શકો, તમે ભગવાન સાથે વાત કરી શકો એક મિત્રના જેવા સમાન સ્તર પર. ગોપાળો, તેઓ કૃષ્ણ સાથે તે જ સ્તર પર વ્યવહાર કરે છે: "કૃષ્ણ આપણી જેવા જ છે." પણ તેઓ કૃષ્ણને ખૂબ જ, ખૂબ જ તીવ્ર પ્રેમ કરે છે. તે તેમની યોગ્યતા છે. તેથી કૃષ્ણ ક્યારેક ગોપાળોને તેમના ખભા પર ઉપાડવા માટે તૈયાર બને છે. તો આ છે... કૃષ્ણને તે જોઈએ છે, તે "મારો ભક્ત... મારા ભક્ત બનો અને મને નિયંત્રિત કરો. દરેક વ્યક્તિ મારી ભક્તિ આદર અને સમ્માનથી કરે. હું ઈચ્છું છું કે કોઈ વ્યક્તિ આગળ આવે અને મને નિયંત્રિત કરે." તે તેમને જોઈએ છે. તેથી તેઓ માતા યશોદાને સ્વીકારે છે તેમને નિયંત્રિત કરવા માટે. કેવી રીતે ભગવાનનું નિયંત્રણ થઈ શકે? ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). તેઓ પરમ નિયંત્રક છે. કોણ તેમને નિયંત્રિત કરી શકે? તે શક્ય નથી. પણ તેઓ તેમના શુદ્ધ ભક્તો દ્વારા નિયંત્રિત થવા માટે રાજી થાય છે. તેઓ સહમત થાય છે, "હા, માતા, તમે મને નિયંત્રિત કરો. તમે મને બાંધો. તમે મને લાકડી બતાવો જેથી હું ભયભીત થઈ જાઉં."

તો બધી વસ્તુ છે. એવું ના વિચારો કે ભગવાન શૂન્ય છે, ના, શૂન્યવાદી. તેઓ બધુ જ છે. જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તમે બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨). તો ગુસ્સો તો હશે જ, એવું નહીં કે ભગવાન હમેશા શાંત જ હોય. પણ ફરક છે કે તેમનો ક્રોધ અને તેમનો શાંત સ્વભાવ બંને એક જ પરિણામ આપે છે. પ્રહલાદ મહારાજ, એક ભક્ત... તેઓ પ્રહલાદ મહારાજથી બહુ જ સંતુષ્ટ હતા, અને તેઓ તેમના પિતાથી બહુ જ અસંતુષ્ટ હતા, પણ પરિણામ એક જ છે: બંનેને મુક્તિ મળી. જોકે એક ભક્ત પાર્ષદ બને છે, જ્યારે જે દાનવનો ભગવાન દ્વારા વધ થાય છે, તે પાર્ષદ નથી બનતો - તે યોગ્ય નથી - પણ તે આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશે છે. તે આ ભૌતિક બંધનમાથી મુક્તિ મેળવે છે. તો શા માટે એક ભક્તે તે જ પદ લેવું જોઈએ? તેથી, મામ ઈતિ. તતો મામ તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદ અનંતરમ (ભ.ગી. ૧૮.૫૫). તેઓ વિશતે, પ્રવેશે છે, આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશે છે. દરેક વ્યક્તિ જે મુક્ત છે, તે પ્રવેશે છે.

બ્રહ્મ ભૂત: પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
સમ: સર્વેશુ ભૂતેશુ
મદ ભક્તિમ લભતે...
(ભ.ગી. ૧૮.૫૪)

પણ જે લોકો ભક્તો છે, તેમને અનુમતિ મળે છે પ્રવેશ કરવાની, વૈકુંઠ ગ્રહ અથવા ગોલોક વૃંદાવન ગ્રહમાં. આ રીતે વ્યક્તિ તેની મૂળ સ્થિતિ મેળવે છે. પણ જો આપણે આ ભક્તિ નહીં લઈએ, તો આપણે બ્રહ્મ જ્યોતિમાં પ્રવેશ કરી શકીએ છીએ, પણ પતન થવાનો અવકાશ છે. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતી અધો અનાદ્રત યુશ્માદ અંઘ્રય: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). તો જે લોકો નિરાકારવાદી છે, તેઓ આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશી શકે છે. તેને કહેવાયું છે પરમ પદમ. પદમ પદમ યદ વિપદામ ન તેશામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). પણ અહી પણ પતનનો અવકાશ છે. આરૂહ્ય કૃચ્છેણ. ઘણી બધી તપસ્યાઓ પછી વ્યક્તિ બ્રહ્મ જ્યોતિમાં લીન થઈ શકે છે. પણ જ્યાં સુધી તે પરમ પદમ વિશે માહિતી નથી મેળવતો - સમાશ્રિતા યે પદ પલ્લવ પ્લવમ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮) - નીચે પતન થવાનો અવકાશ રહે છે. ભૌતિક જગતમાં તે છે ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯).

પણ આધ્યાત્મિકમાં પણ, જો તમે આધ્યાત્મિક જગતમાં પ્રવેશો, ત્યાંથી પણ, ક્યારેક એવું થાય છે. અવશ્ય, તે ભગવાનની ઇચ્છાથી થાય છે. જેમ કે જય વિજય. તેઓ અંગત પાર્ષદો હતા. પણ સમજૂતી છે કે કૃષ્ણની ઈચ્છા હતી કે "તેમણે જવું જોઈએ..., હિરણ્યકશિપુ..., આ બે, જય-વિજય, તેમણે ભૌતિક જગતમાં જવું જોઈએ, અને મારે તેમની સાથે લડવું જોઈએ." કારણકે તે યુદ્ધ, ક્રોધિત બનવું, તે વૃત્તિ પણ છે. તેઓ ક્યાં પ્રદર્શિત કરશે? વૈકુંઠમાં આ ગુસ્સો અને યુદ્ધ પ્રદર્શિત કરવાનો કોઈ અવકાશ નથી. તે શક્ય નથી. તેથી તેઓ તેમના ભક્તને પ્રેરણા આપે છે "ભૌતિક જગતમાં જા અને મારો શત્રુ બન, અને હું યુદ્ધ કરીશ. હું ક્રોધિત થઈશ," કારણકે વૈકુંઠમાં, આધ્યાત્મિક રાજ્યમાં, કોઈ અવકાશ નથી. દરેક વ્યક્તિ સેવા આપી રહ્યો છે; દરેક વ્યક્તિ મૈત્રીભાવમાં છે. કોઈ સંબંધ... યુદ્ધનો પ્રશ્ન જ ક્યાં છે? પણ લડાઈનો ભાવ છે; ગુસ્સો છે. તેઓ તેનું પ્રદર્શન ક્યાં કરે? અને તેથી કૃષ્ણ અવતાર લે છે, તેઓ ગુસ્સે થાય છે, અને ભક્ત શત્રુ બને છે, અને આ કૃષ્ણ-લીલા છે, નિત્ય-લીલા. તે ચાલતી જ રહે છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય! હરિબોલ!