GU/Prabhupada 0451 - તમે જાણતા નથી કે ભક્ત કોણ છે, કેવી રીતે તેની પૂજા કરવી, તો તમે કનિષ્ઠ રહો છો



Lecture on SB 7.9.4 -- Mayapur, February 18, 1977

તો આ જ યોગ્યતા, શુદ્ધ ભક્ત, વ્યક્તિને મહા ભાગવત બનાવે છે. પણ વિભિન્ન સ્તરો હોય છે. જન્મથી જ મહા ભાગવત, તેને નિત્ય સિદ્ધ કહેવાય છે. તેઓ શાશ્વત રીતે સિદ્ધ, પૂર્ણ છે. તેઓ અહી કોઈ ઉદેશ્ય માટે આવે છે. તો પ્રહલાદ મહારાજ આ ઉદેશ્ય માટે આવ્યા હતા, કે દાનવો, તેમના પિતા પણ, તે તેમને ઘણી બધી મુશ્કેલી આપશે કારણકે તેઓ કૃષ્ણ ભાવનાભવિત હતા. આ શિક્ષા છે. પ્રહલાદ મહારાજ કૃષ્ણની આ આજ્ઞા બતાવવા ઇચ્છતા હતા. હિરણ્યકશિપુ પણ આવ્યો હતો - કેવી રીતે કૃષ્ણના શત્રુ બનવું; અને પ્રહલાદ મહારાજ આવ્યા હતા, બતાવવા, બતાવવા કે કેવી રીતે ભક્ત બનવું. આ ચાલી રહ્યું છે.

તો મહા ભાગવત... કનિષ્ઠ અધિકારી, મધ્યમ અધિકારી અને મહા ભાગવત, અથવા ઉત્તમ અધિકારી. કનિષ્ઠ અધિકારી, શરૂઆતથી જ તેમને શીખવાડવામાં આવે છે કેવી રીતે અર્ચવિગ્રહની પૂજા કરવી, બહુ જ પૂર્ણ રીતે. શાસ્ત્રની શિક્ષા અનુસાર, ગુરુની શિક્ષા અનુસાર, વ્યક્તિએ અર્ચવિગ્રહની પૂજા શીખવી જ જોઈએ.

અર્ચાયામ એવ હરયે ય:
પૂજામ શ્રદ્ધાયેહતે
ન તદ ભક્તેશુ ચાન્યેશુ
સ ભક્ત: પ્રાકૃત: સ્મૃત:
(શ્રી.ભા. ૧૧.૨.૪૭)

પણ વ્યક્તિએ પ્રગતિ કરવી જ જોઈએ. આ ભક્તિમય સેવાની પ્રગતિ છે. પણ આપણે ફક્ત અર્ચવિગ્રહની પૂજામાં વળગેલા રહીએ, આપણે બીજા માટે અનુભવીએ નહીં - ન ચાન્યેશુ ન તદ ભક્ત - તમે જાણતા નથી કે ભક્ત કોણ છે, કેવી રીતે તેમની પૂજા કરવી, તો આપણે કનિષ્ઠ અધિકારી રહીએ છીએ. અને મધ્યમ અધિકારી મતલબ તે તેનું પદ જાણે છે, બીજાનું પદ, ભક્તનું પદ, ભગવાનનું પદ, અને તે મધ્યમ અધિકારી છે. ઈશ્વરે તદ અધિનેશુ બાલિશેશુ દ્વિષત્સુ ચ (શ્રી.ભા. ૧૧.૨.૪૬). તેને ચાર પ્રકારની દ્રષ્ટિ હશે: ભગવાન, ઈશ્વર; તદ અધિનેશુ, તેનો મતલબ જેણે ભગવાનની શરણ ગ્રહણ કરી છે - મતલબ ભક્ત - ઈશ્વરે તદ અધિનેશુ; બાલીશુ, નિર્દોષ બાળકો, જેમ કે આ બાળકો, બાલિશ, અર્ભક: અને દ્વિષત્સુ, ઈર્ષાળુ. એક મધ્યમ અધિકારી આ ચાર પ્રકારના વ્યક્તિઓ જોઈ શકે છે, અને તેમની સાથે અલગ અલગ વ્યવહાર કરે છે. તે શું છે? પ્રેમ મૈત્રી કૃપોપેક્ષા. ઈશ્વર, ભગવાનને પ્રેમ કરવો, કૃષ્ણ પ્રેમ. અને મૈત્રી. મૈત્રી મતલબ મિત્રતા બનાવવી. જે વ્યક્તિ ભક્ત છે, આપણે તેમની સાથે મિત્રતા બનાવવી જોઈએ. આપણે ઈર્ષાળુ ના બનવું જોઈએ; આપણે મિત્રતા બનાવવી જોઈએ. મૈત્રી. અને નિર્દોષ, જેમ કે આ બાળકો, કૃપા - તેમના પર કૃપા કરવી, કેવી રીતે તેઓ ભક્તો બની શકે, કેવી રીતે તેઓ જપ કરી શકે, નૃત્ય કરી શકે, તેમણે પ્રસાદમ આપવો, તેમને શિક્ષા આપવી. અને કૃપા કહેવાય છે. અને છેલ્લે, ઉપેક્ષા. ઉપેક્ષા મતલબ જે લોકો ઈર્ષાળુ છે, તેમનો સંગ ના કરો. ઉપેક્ષા. "ના, તેમને..."

પણ મહા ભાગવત, તે કોઈની ઉપેક્ષા નથી કરતો. તે તેમને પણ પ્રેમ કરે છે જે દ્વિષત્સુ છે. જેમ કે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ, તેમના પિતા ખૂબ જ, ખૂબ જ ઈર્ષાળુ હતા. છતાં, પ્રહલાદ મહારાજે તેમના વ્યક્તિગત લાભ માટે કોઈ વરદાન માંગવાનું અસ્વીકાર કર્યું, પણ ભગવાન નરસિંહ દેવને તેમના પિતાને માફ કરવાની ભીખ માંગી, કે "મારા પિતાએ..." તેમણે કોઈ વ્યક્તિગત વસ્તુ માંગી નહીં. પણ છતાં, તેઓ જાણતા હતા કે "મારા પિતાએ આખું જીવન શત્રુનો ભાગ ભજવ્યો છે, ઘણા બધા અપરાધો... (તોડ) તો આ તક છે. હું ભગવાન પાસે મારા પિતાને માફ કરવાની ભિક્ષા માંગુ." તો કૃષ્ણ જાણતા હતા. તેમના પિતા પહેલેથી જ માફ હતા. કારણકે તે પ્રહલાદ મહારાજનો પિતા બન્યો હતો તેથી તે પહેલેથી જ વરદાન પામેલો હતો. આટલો સારો પુત્ર પ્રાપ્ત કરવું સાધારણ વસ્તુ નથી. તો જેવુ પ્રહલાદ મહારાજે નરસિંહ દેવને વિનંતી કરી કે "કૃપા કરીને મારા પિતાને માફ કરી દો," તો તરત જ તેમણે કહ્યું, "ફક્ત તારા પિતા જ નહીં - તારા પિતા, તેના પિતા, તેના પિતા, બધા જ મુક્ત છે."

તો આપણે પ્રહલાદ મહારાજ પાસેથી આ શિક્ષા લેવી જોઈએ કે જો પરિવારમાં એક બાળક ભક્ત બને છે, તે શ્રેષ્ઠ બાળક છે, શ્રેષ્ઠ. તે પરિવારને શ્રેષ્ઠ સેવા આપી રહ્યો છે. પણ ધૂર્તો, તેઓ બીજી રીતે બોલે છે, કે "મારો પુત્ર ભક્ત બની ગયો છે. તેને ખોટા કાર્યક્રમ કરીને, અપહરણ કરીને, પાછો લાવો." લોકો આટલા ધૂર્ત છે. તમે જોયું? તેઓ તેને એટલો મહાન લાભ નથી ગણાતા કે "મારો ભાગ્યશાળી પુત્ર એક ભક્ત બની ગયો છે. મારૂ આખું પરિવાર મુક્ત થઈ જશે." પણ તેમને કોઈ જ્ઞાન નથી. તેમને કોઈ મગજ નથી. તેથી હું કહું છું કે તે મગજનો ધોવાણ આથી, તે મગજનું પ્રદાન છે. તેમની પાસે કોઈ મગજ નથી. (હાસ્ય) તો તેને બહુ જ ગંભીરતાથી લો અને સરસ રીતે કાર્ય કરો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય!