GU/Prabhupada 0454 - બહુ જ જોખમી જીવન જો આપણે આપણું દિવ્ય જ્ઞાન જાગૃત ના કરીએ તો



Lecture -- Bombay, April 1, 1977

પ્રભુપાદ: તો તે શ્લોક શું છે? દિવ્ય જ્ઞાન હ્રદદે પ્રકાશીતો. બસ તેને બોલો. (ભારતીયો પુનરાવર્તન કરે છે) તેની પહેલા.

ભારતીય મહેમાનો: પ્રેમ ભક્તિ યાહા હોઈતે, અવિદ્યા વિનાશ યાતે, દિવ્ય જ્ઞાન હ્રદે પ્રકાશીતો.

પ્રભુપાદ: તો જરૂર છે પ્રેમ ભક્તિની. પ્રેમ ભક્તિ યાહા હોઈતે, અવિદ્યા વિનાશ યાતે, દિવ્ય જ્ઞાન. તો તે દિવ્ય જ્ઞાન શું છે? દિવ્ય મતલબ દિવ્ય, ભૌતિક નહીં. તપો દિવ્યમ (શ્રી.ભા. ૫.૫.૧). દિવ્યમ મતલબ, આપણે પદાર્થ અને આત્માના સંયોજન છીએ. આત્મા દિવ્ય છે. અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરા (ભ.ગી. ૭.૫). તે છે પરા પ્રકૃતિ, ચડિયાતી. જો ચડિયાતી ઓળખ હોય... અને તે ચડિયાતી ઓળખને સમજવા માટે આપણને ચડિયાતા જ્ઞાનની આવશ્યકતા પડે છે, સાધારણ જ્ઞાનની નહીં. દિવ્ય જ્ઞાન હ્રદે પ્રકાશીતો. તો આ ગુરુનું કર્તવ્ય છે, તે દિવ્ય જ્ઞાન જાગૃત કરવું. દિવ્ય જ્ઞાન. અને કારણકે ગુરુ તે દિવ્ય જ્ઞાન પ્રકાશિત કરે છે, તેમની પૂજા થાય છે. તેની જરૂર છે. આધુનિક... આધુનિક અથવા હમેશા; આ માયા છે. તે દિવ્ય જ્ઞાન ક્યારેય પ્રકટ નથી થતું. તેમને હમેશા અદિવ્ય જ્ઞાનના અંધકારમાં રાખવામા આવે છે. અદિવ્ય જ્ઞાન મતલબ "હું આ શરીર છું." "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," આ અદિવ્ય જ્ઞાન છે. દેહાત્મ બુદ્ધિ: યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). હું આ શરીર નથી.

તો દિવ્યજ્ઞાનની શરૂઆત છે જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કે "હું આ શરીર નથી. હું ચડિયાતો તત્વ છું, હું આધ્યાત્મિક આત્મા છું. આ ઉતરતું છે. તો શા માટે હું આ ઉતરતા જ્ઞાનમાં રહું?" આપણે ઉતરતા જ્ઞાનમાં ના રહેવું જોઈએ... ઉતરતું જ્ઞાન મતલબ અંધકાર. તમસી મા. વેદિક આજ્ઞા છે, "ઉતરતા જ્ઞાનમાં ના રહો." જ્યોતિર ગમ: "ચડિયાતા જ્ઞાન પર આવો." તો ગુરુપૂજા મતલબ કારણકે ગુરુ ચડિયાતું જ્ઞાન આપે છે. આ જ્ઞાન નહીં - કેવી રીતે ખાવું, ઊંઘવું, મૈથુન કરવું અને સંરક્ષણ કરવું. સામાન્ય રીતે, રાજનેતાઓ, સામાજિક નેતાઓ, તેઓ આ જ્ઞાન આપે છે - કેવી રીતે ખાવું, ઊંઘવું, મૈથુન કરવું, રક્ષણ કરવું. એક ગુરુને આ વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા નથી. તે દિવ્યજ્ઞાન છે, ચડિયાતું જ્ઞાન. તેની જરૂર છે. આ મનુષ્ય જીવન એક તક છે જગાડવા તે દિવ્ય જ્ઞાન હ્રદે પ્રકાશીતો. અને જો તેને તે દિવ્ય જ્ઞાન વિશે અંધકારમાં રાખવામા આવે છે, ફક્ત તેને પ્રશિક્ષિત કરવામાં આવે છે, કેવી રીતે ખાવું, ઊંઘવું, મૈથુન કરવું અને રક્ષણ કરવું, તો તેનું જીવન નષ્ટ થઈ જાય છે. તે એક મોટુ નુકસાન છે. મૃત્યુ સંસાર વર્ત્મની. અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મની (ભ.ગી. ૯.૩). જો આપણે આપણું દિવ્યજ્ઞાન જગાડીએ નહીં તો આપણું જીવન બહુ જોખમી હોય છે. આપણે હમેશા આ યાદ રાખવું જોઈએ. ઘણું જોખમી જીવન - એક વાર ફરીથી આ જન્મ અને મૃત્યુના મોજામાં ફેંકી દેવાયેલા, આપણે જાણતા નથી કે હું ક્યાં જઈ રહ્યો છું. ઘણું જ ગંભીર. આ કૃષ્ણ ભાવનામૃત દિવ્યજ્ઞાન છે. તે સાધારણ જ્ઞાન નથી. દરેક વ્યક્તિએ આ દિવ્યજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દૈવીમ પ્રકૃતિમ આશ્રિતમ. તેથી જે વ્યક્તિ આ દિવ્યજ્ઞાનમાં રુચિ ધરાવે છે, તેને દૈવીમ પ્રકૃતિમ આશ્રિતમ કહેવાય છે. દૈવીથી, દિવ્ય આવે છે, સંસ્કૃત શબ્દ. સંસ્કૃત શબ્દ, દૈવીથી, દિવ્ય, વિશેષણ.

તો મહાત્માનાસ તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમ આશ્રિત: (ભ.ગી ૯.૧૩). જે વ્યક્તિએ આ દિવ્ય જ્ઞાનની વિધિનો સ્વીકાર કર્યો છે, તે મહાત્મા છે. મહાત્મા કેવી રીતે ખાવું, કેવી રીતે ઊંઘવું, કેવી રીતે મૈથુન કરવો તેનું જ્ઞાન મેળવીને સિક્કો લગાવીને નથી બનાતું. શાસ્ત્રમાં તે વ્યાખ્યા નથી. તો મહાત્મા સુદુર્લભ:

બહુનામ જન્મનામ અંતે
જ્ઞાનવાન મામ પ્રપ્રદ્યન્તે
વાસુદેવ: સર્વમ ઈતિ
સ મહાત્મા...
(ભ.ગી. ૭.૧૯)

જે વ્યક્તિ પાસે આ દિવ્યજ્ઞાન છે, વાસુદેવ: સર્વમ ઈતિ સ મહાત્મા, તે મહાત્મા છે. પણ તે બહુ, બહુ દુર્લભ છે. નહિતો આના જેવા મહાત્મા, તે રસ્તા પર ભટકાતાં હોત. તે તેમનું કાર્ય છે. તો તમારે હમેશા આ શબ્દ યાદ રાખવો જોઈએ, દિવ્ય જ્ઞાન હ્રદે પ્રકાશીતો. અને કારણકે ગુરુ દિવ્યજ્ઞાન પ્રકાશિત કરે છે, વ્યક્તિ તેનો આભારી બને છે. યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાન ન ગતિ: કુતો અપિ. તો આ ગુરુપૂજા આવશ્યક છે. જેમ અર્ચવિગ્રહની પૂજા આવશ્યક છે... તે સસ્તી આરાધના નથી. તે દિવ્યજ્ઞાન પ્રકાશિત કરવાની વિધિ છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.