GU/Prabhupada 0459 - પ્રહલાદ મહારાજ બાર મહાજનો, અધિકારીઓ, માથી એક છે



Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977

પ્રદ્યુમ્ન: અનુવાદ - "પ્રહલાદ મહારાજે તેમનું મન અને દ્રષ્ટિ ભગવાન નરસિંહ દેવ પર સ્થિર કર્યા પૂર્ણ ધ્યાન સાથે, પૂર્ણ સમાધિમાં. સ્થિર મનથી, તેમણે ખચકાતા અવાજમાં પ્રેમ સાથે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું."

પ્રભુપાદ:

અસ્તૌશીદ ધરીમ એકાગ્ર
મનસા સુસમાહિત:
પ્રેમ ગદગદયા વાચા
તન ન્યસ્ત હ્રદયેક્ષન:
(શ્રી.ભા. ૭.૯.૭)

તો આ વિધિ છે. આ પદ્ધતિની તમે તરત જ આશા ન રાખી શકો, પણ જો તમે સામાન્ય પદ્ધતિનો અભ્યાસ કરો, બહુ જ સરળતાથી કરવામાં આવતી, જેમ તેની ભલામણ ભગવદ ગીતામાં થઈ છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). તમે પ્રહલાદ મહારાજનું પદ તરત જ ના મેળવી શકો. તે શક્ય નથી. પદ્ધતિ છે, સૌ પ્રથમ, સાધના ભક્તિ. આ પ્રહલાદ મહારાજનું પદ અલગ છે. તે મહા ભાગવત છે. ઘણી જગ્યાએ આપણે જોયું જ છે, તે નિત્ય સિદ્ધ છે. બે પ્રકારના ભક્તો હોય છે, ત્રણ: નિત્ય સિદ્ધ, સાધન સિદ્ધ, કૃપા સિદ્ધ. આ વસ્તુઓનું વર્ણન ભક્તિરસામૃતસિંધુમાં થયેલું છે. નિત્ય સિદ્ધ મતલબ તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના શાશ્વત પાર્ષદ છે. તેમને નિત્ય સિદ્ધ કહેવાય છે. અને સાધન સિદ્ધ મતલબ વ્યક્તિ આ ભૌતિક જગતમાં પતિત થયેલો છે, પણ નીતિ અને નિયમો અનુસાર ભક્તિમય સેવાનો અભ્યાસ કરીને, શાસ્ત્રની આજ્ઞા અનુસાર, ગુરુના નિર્દેશન હેઠળ, આ રીતે, વ્યક્તિ નિત્ય સિદ્ધના જેવુ જ પદ પ્રાપ્ત કરી શકે છે. આ છે સાધન સિદ્ધ. અને પછી બીજું છે. તે છે કૃપા સિદ્ધ. કૃપા સિદ્ધ મતલબ... જેમ કે નિત્યાનંદ પ્રભુ, તેમની ઈચ્છા હતી કે આ જગાઈ માધાઈનો ઉદ્ધાર થવો જ જોઈએ. કોઈ સાધના હતી નહીં. તેમણે ક્યારેય કોઈ નીતિ અને નિયમોનું પાલન કર્યું નહીં. તેઓ ચોર અને ડાકુઓ હતા, બહુ જ પતિત સ્થિતિ. પણ નિત્યાનંદ પ્રભુને ઉદાહરણ બતાવવું હતું, કે "હું આ બે ભાઈઓનો ઉદ્ધાર કરીશ. કઈ વાંધો નહીં તેઓ આટલા પતિત છે." તેને કૃપા સિદ્ધ કહેવાય છે. તો આપણે હમેશા યાદ રાખવું જોઈએ કે ત્રણ શ્રેણીઓ હોય છે: નિત્ય સિદ્ધ, સાધન સિદ્ધ અને કૃપા સિદ્ધ. પણ જ્યારે તેઓ સિદ્ધ બને છે, પૂર્ણ, કોઈ પણ પદ્ધતિથી, તેઓ એક જ સ્તર પર હોય છે. કોઈ ભેદ નથી.

તો પ્રહલાદ મહારાજનું પદ છે નિત્ય સિદ્ધ. ગૌરાંગેર સંગી ગને નિત્ય સિદ્ધ બોલી માને. ચૈતન્ય મહાપ્રભુ, જ્યારે તેઓ આવ્યા... ફક્ત તેઓ જ નહીં, પણ બીજા પણ. જેમ કે જ્યારે કૃષ્ણ ઘણા બધા ભક્તો જોડે, તેઓ અવતરિત થયા, જેમ કે અર્જુન. અર્જુન નિત્ય સિદ્ધ છે, નિત્ય સિદ્ધ મિત્ર. જ્યારે કૃષ્ણે કહ્યું કે "મે આ ભગવદ ગીતાનું તત્વજ્ઞાન સૂર્યદેવને કહ્યું હતું," ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ (ભ.ગી. ૪.૧), તે છે ઘણા બધા લાખો વર્ષો પહેલા. વિષય વસ્તુને સ્પષ્ટ કરવા માટે, અર્જુને પૂછ્યું કે "કૃષ્ણ, તમે તો મારી ઉમ્મરના છો. હું કેવી રીતે વિશ્વાસ કરી શકું કે તમે આ તત્વજ્ઞાન ઘણા બધા વર્ષો પહેલા કહ્યું હતું?" તો જે કૃષ્ણે જવાબ આપ્યો, તમે જાણો છો, કે "મારા પ્રિય અર્જુન, તું અને હું બંને, આપણે ઘણી ઘણી વાર પ્રકટ થઈ ચૂક્યા છીએ. ફરક છે કે તું ભૂલી ગયો છું. તેનો મતલબ તે સમયે તું પણ હાજર હતો, કારણકે તું મારો નિત્ય સિદ્ધ મિત્ર છે. જ્યારે પણ હું અવતરિત થાઉં છું, તું પણ જન્મ લે છે. પણ તું ભૂલી ગયો છું; હું ભૂલી નથી ગયો." આ ફરક છે જીવ અને (અસ્પષ્ટ) વચ્ચે, અથવા ભગવાન, કે આપણે પરમ ભગવાનના સૂક્ષ્મ અંશ છીએ; તેથી આપણે ભૂલી શકીએ છીએ. પણ કૃષ્ણ ભૂલતા નથી. તે ફરક છે. તો નિત્ય સિદ્ધ. પ્રહલાદ મહારાજને નિત્ય, મહા ભાગવત, નિત્ય સિદ્ધ, સમજવા જોઈએ. તે કૃષ્ણની લીલાને પૂર્ણ કરવા માટે જન્મ લે છે.

તો શા માટે પ્રહલાદ મહારાજનું અનુકરણ ના કરવું? તે સારું નથી. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬), મે ગઇકાલે સમજાવ્યું હતું. પ્રહલાદ મહારાજ મહાજનોમાથી એક છે, અધિકૃત વ્યક્તિઓ, અધિકૃત ભક્તો. આપણે તેમનું અનુસરણ કરવું જોઈએ. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬) તો શ્રુતયો વિભિન્ના:

તર્કો અપ્રતિષ્ઠા: શ્રુતયો વિભિન્ના
નાસૌ મુનીર યસ્ય મતમ ન ભિન્નમ
ધર્મસ્ય તત્ત્વમ નિહિતમ ગુહાયામ
મહાજનો યેન ગત: સ પંથા:
(ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬)

તમે ભગવાનને તર્ક અને દલીલોથી સમજી ના શકો. તે ક્યારેય થશે નહીં. ઘણા બધા માયાવાદીઓ હોય છે, તેઓ હમેશ માટે કહ્યા કરે છે: "ભગવાન શું છે?" નેતિ નેતિ: "આ નથી, આ નથી, આ નથી. બ્રહ્મ શું છે?" તો તે પદ્ધતિથી તમે ક્યારેય સમજી નહીં શકો કે ભગવાન શું છે. જ્ઞાને પ્રયાસે ઉદપાસ્ય નમંત એવ. ચૈતન્ય મહાપ્રભુએ આ સૂત્રનો સ્વીકાર કર્યો છે. જ્ઞાનથી, તમારી જ્ઞાની વિદ્વતાથી, જો તમારે સમજવું છે - તમે બહુ જ ઉચ્ચ દર્જાના વિદ્વાન હોઈ શકો છો - પણ તે ભગવાનને સમજવા માટે તમારી યોગ્યતા નથી. તે કોઈ યોગ્યતા નથી. તમારે તમારું મિથ્યાભિમાન છોડવું પડે કે "હું ધનવાન છું," "હું બહુ શિક્ષિત છું," "હું બહુ સુંદર છું," "હું બહુ...," વગેરે, વગેરે. તે છે જન્મૈશ્વર્ય શ્રુત શ્રી (શ્રી.ભા. ૧.૮.૨૬). આ યોગ્યતાઓ નથી. કુંતીદેવીએ કહ્યું છે, અકિંચન ગોચર (શ્રી.ભા. ૧.૮.૨૬): "કૃષ્ણ, તમે અકિંચન ગોચર છો." અકિંચન. કિંચન મતલબ જો કોઈ વ્યક્તિ વિચારે કે "હું આ ધરાવું છું; તેથી હું કૃષ્ણને ખરીદી શકું છું," ઓહ, ના, તે ના થાય. તે શક્ય નથી. તમારે કોરું બનવું પડે, અકિંચન ગોચર: