GU/Prabhupada 0461 - હું ગુરુ વગર કરી શકું - તે બકવાસ છે



Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977

જેમ કે અમારા દેશમાં, કદાચ તમે જાણો છો, એક કવિ હતા, રબીન્દ્રનાથ ટાગોર. તેમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાથી ઘણી વિશેષ યોગ્યતા મળી હતી. તેમને મળી હતી... તે ક્યારેય શાળાએ ન હતા ગયા, પણ તેમને શીર્ષક મળ્યું, ડોક્ટર, "ડો. રબીન્દ્રનાથ ટાગોર." અને જો અમે વિચારો કે "હું પણ શાળાએ ગયા વગર ડોક્ટર બનીશ," તે મૂર્ખતા છે. તે વિશેષ છે. તેવી જ રીતે, તમે અનુકરણ કરવાનો પ્રયત્ન ના કરો. સામાન્ય અભ્યાસક્રમનું પાલન કરો, સાધન સિદ્ધિ. શાસ્ત્રમાં આપેલી શિક્ષા પ્રમાણે તમારે નીતિ નિયમોનું પાલન કરવું જ જોઈએ. તેથી ઘણા બધા શાસ્ત્રો છે. અને ગુરુ માર્ગદર્શક છે. આપણે હમેશા... જો તમે નિત્ય સિદ્ધ અથવા કૃપા સિદ્ધ પણ હોવ, તમારે સામાન્ય નીતિ નિયમોને અવગણવા ના જોઈએ. તે બહુ જ ભયાનક છે. એવું કરવાનો પ્રયાસ ના કરો. આપણે પાલન કરવું જ જોઈએ. નિત્ય... જેમ કે ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ સ્વયમ કૃષ્ણ છે, ભગવાન, પણ તેઓ ગુરુ સ્વીકારી રહ્યા છે. તેમના ગુરુ કોણ છે? તેઓ બધાના ગુરુ છે, પણ તેમણે પણ ઈશ્વર પૂરીને તેમના ગુરુ તરીકે સ્વીકાર કર્યા હતા. કૃષ્ણ પોતે, તેમણે પણ તેમના ગુરુ સ્વીકાર કર્યા હતા, સાંદીપની મુનિ, આપણને શીખવાડવા માટે કે ગુરુ વગર તમે કોઈ પ્રગતિ ના કરી શકો. આદૌ ગુર્વાશ્રયમ. સૌ પ્રથમ કાર્ય છે ગુરુનો સ્વીકાર કરવો. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભીગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). એવું ના વિચારો કે "હું ઘણો જ ઉન્નત છું. મારે કોઈ ગુરુની જરૂર નથી. હું ગુરુ વગર કરી શકું છું." તે બકવાસ છે. તે, શક્ય નથી. "સ્વીકારવા જ પડે." તદ વિજ્ઞાનાર્થમ. તદ વિજ્ઞાનાર્થમ આધ્યાત્મિક વિજ્ઞાન છે. "જવું જ પડે." ગુરૂમ એવાભીગચ્છેત સમિત પાની: શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ. તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જો તમે દિવ્ય વિજ્ઞાન, આધ્યાત્મિક વિજ્ઞાન, સમજવા માટે વાસ્તવમાં ગંભીર છો, ઓહ, તમારે ગુરુ હોવા જ જોઈએ. તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ. અને જેમ કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). ગુરુ જાતે બનેલો ના હોઈ શકે. ના. આખા વેદિક સાહિત્યમાં આવો એક પણ કિસ્સો નથી. અને અત્યારે, ઘણા બધા ધૂર્તો, તેઓ કોઈ પણ અધિકૃતતા વગર ગુરુ બની રહ્યા છે. તે ગુરુ નથી. તમે અધિકૃત હોવા જ જોઈએ. એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો... (ભ.ગી. ૪.૨). જેવી પરંપરા તૂટી જાય છે, સ કાલેન યોગ નષ્ટો પરંતપ, તરત જ સમાપ્ત. આધ્યાત્મિક શક્તિ નાશ પામે છે. તમે ગુરુની જેમ વેશ ધારણ કરી શકો છો, તમે મોટા, મોટા શબ્દો બોલી શકો છો, પણ તે ક્યારેય અસરકારક નહીં હોય.

તો આ વિજ્ઞાન છે. તો પ્રહલાદ મહારાજ આપણા ગુરુ છે. તેઓ સાધારણ નથી. એવું ના વિચારો કે "તે પાંચ-વર્ષનો છોકરો છે; તેને કોઈ જ્ઞાન નથી." ના. તે પૂર્ણ નિત્ય સિદ્ધ ગુરુ છે, અને આપણે હમેશા તેમની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ. અને તે છે વૈષ્ણવ ઠાકુર. વૈષ્ણવ ઠાકુર તોમમર કુક્કુર બોલિયા જાનહ મોરે. આ વિનમ્ર રીત છે. "હે વૈષ્ણવ ઠાકુર..." બધા વૈષ્ણવો ઠાકુર છે. તેઓ સાધારણ વ્યક્તિઓ નથી. ઠાકુર... આપણે તેથી સંબોધીએ છીએ: ભક્તિવિનોદ ઠાકુર, ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર. તો વૈષ્ણવ, પ્રહલાદ ઠાકુર. તો આપણે હમેશા પ્રાર્થના કરવી જોઈએ, વૈષ્ણવ ઠાકુર, તોમાર કુક્કુર બોલીય જાનહ મોરે. આ છે... ભક્તિવિનોદ ઠાકુરનું એક ભજન છે. "મારા પ્રિય વૈષ્ણવ ઠાકુર, કૃપા કરીને મને તમારા કુતરા તરીકે સ્વીકાર કરો." વૈષ્ણવ ઠાકુર. જેમ કૂતરો, સ્વામીના ઇશારે, આજ્ઞાકારી રીતે બધુ જ કરે છે, આપણે કુતરા પાસેથી આ શિક્ષા શીખવી જોઈએ, કેવી રીતે સ્વામીને નિષ્ઠાવાન બનવું. તે શિક્ષા છે. દરેક વસ્તુમાં તમે કઈક શીખી શકો છો. દરેકમાં. તેથી મહા ભાગવત, તેઓ દરેકને ગુરુ સ્વીકાર કરે છે, કઈક શીખવા માટે. વાસ્તવમાં, કુતરા પાસેથી આપણે આ કલા શીખી શકીએ, કેવી રીતે જીવનના જોખમે પણ નિષ્ઠાવાન બનવું. ઘણા કિસ્સાઓ છે, કૂતરાએ માલિક માટે પ્રાણ પર આપી દીધા. તો... અને આપણે વૈષ્ણવના કુતરા બનવું જોઈએ. છાડીયા વૈષ્ણવ સેવા, નિસ્તાર પાયેછે કેબા.