GU/Prabhupada 0471 - કૃષ્ણને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ - તમને ફક્ત તમારા હ્રદયની જરૂર છેLecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977

પ્રભુપાદ: તો પ્રહલાદ મહારાજે તે વિચાર્યું કે, જોકે તે એક અસુર પરિવાર, ઉગ્ર, ઉગ્ર જાતમ, માં જન્મ્યા હતા, છતાં, જો તે કૃષ્ણની, ભગવાન નરસિંહ દેવની, સેવા કરવાનું નક્કી કરે, ભક્તિ સાથે, ગજ યુથ પાય (શ્રી.ભા. ૭.૯.૯), હાથીના રાજા, ના પદચિહ્નો પર ચાલીને... તે પ્રાણી હતો. તમે કથા જાણો છો, કે તેના પર પાણીમાં મગર દ્વારા આક્રમણ થયું હતું. તો બે વચ્ચે અસ્તિત્વ માટે સંઘર્ષ હતો, અને છેવટે, મગર પાણીમાં રહેતું પ્રાણી છે; તેની પાસે વધુ શક્તિ હતી. અને હાથી, જોકે તે બહુ જ શક્તિશાળી પ્રાણી છે, પણ તે પાણીમાં રહેતું પ્રાણી નથી, તો તે ખૂબ વિવશ હતો. તો છેવટે, તેને ભગવાનના પવિત્ર નામનો જપ કરવાનું શરૂ કર્યું અને પ્રાર્થના કરી, તો તેનો બચાવ થયો. તેનો બચાવ થયો, અને કારણકે મગરે હાથીનો પગ પકડી રાખ્યો હતો, તેનો પણ બચાવ થયો કારણકે તે વૈષ્ણવ હતો. અને આ પ્રાણી, મગર, તે વૈષ્ણવના ચરણોમાં હતો, તો તેનો પણ બચાવ થયો (હાસ્ય). આ કથા, તમે જાણો છો. તો તેથી, છાડીયા વૈષ્ણવ સેવા. તેણે આડકતરી રીતે વૈષ્ણવને સેવા આપી, અને તે પણ મુક્ત થયો.

તો ભક્તિ એટલી સરસ વસ્તુ છે, કે બહુ જ સરળતાથી તમને પરમ ભગવાનની કૃપા મળી શકે છે. અને જો કૃષ્ણ તમારા પર પ્રસન્ન થાય, તો પછી બાકી શું રહે? તમને બધુ જ મળે છે. તમને બધુ જ મળે છે. યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવ વિજ્ઞાતમ ભવન્તિ (મુ.ઉ. ૧.૩). કૃષ્ણને પ્રસન્ન કરવાની સૌથી સરળ રીત... તમારે કોઈ ધનની આવશ્યકતા નથી, બહુ શિક્ષણ, અને એવું કશું નહીં. ફક્ત તમને તમારા હ્રદયની જરૂર છે. "હે કૃષ્ણ, તમે મારા ભગવાન છો. તમે શાશ્વત રીતે મારા સ્વામી છો. હું શાશ્વત રીતે તમારો સેવક છું. મને તમારી સેવામાં પ્રવૃત્ત થવા દો." તે છે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/(ભક્તો ગાય છે) હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. આ હરે કૃષ્ણ મંત્રનો અર્થ છે: "હે કૃષ્ણ, હે કૃષ્ણની શક્તિ, હું તમારો સેવક છું. એક યા બીજી રીતે હવે હું આ ભૌતિક અવસ્થામાં પતિત થઈ ગયો છું. કૃપા કરીને મને ઉપાડો અને તમારી સેવામાં જોડો." અયી નંદ તનુજા પતિતમ કિંકરમ મામ વિશમે ભવામ્બુધૌ (ચૈ.ચ. અંત્ય ૨૦.૩૨, શિક્ષાષ્ટક ૫). તે ચૈતન્ય મહાપ્રભુની આપણને શિક્ષા છે. ભવામ્બુધૌ. આ ભૌતિક જગત બિલકુલ એક મોટા સમુદ્ર જેવુ છે, ભવ. ભવ મતલબ જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન, અને આંબુ મતલબ આમ્બુધૌ, મતલબ સમુદ્રમાં, મહાસાગરમાં. તો આપણે આ મહાસાગરમાં અસ્તિત્વના સંઘર્ષ માટે સખત મહેનત કરી રહ્યા છીએ. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે, અયી નંદ તનુજા પતિતમ કિંકરમ મામ: "હું તમારો શાશ્વત સેવક છું. એક યા બીજી રીતે હું આ મહાસાગરમાં પડી ગયો છું અને સંઘર્ષ કરી રહ્યો છું. મને ઉપાડો." અયી નંદ તનુજ પતિતમ કિંકરમ મામ વિશમે ભવામ્બુધૌ કૃપયા. તમારી અકારણ કૃપાથી...

અયી નંદ તનુજ પતિતમ કિંકરમ મામ વિશમે ભવામ્બુધૌ
કૃપયા તવ પાદ પંકજ સ્થિત ધૂલી સદ્રશમ વિચિંતયા
(ચૈ.ચ. અંત્ય ૨૦.૩૨, શિક્ષાષ્ટક ૫)

આ ભક્તિ માર્ગ છે, ભક્તિમય સેવા, ખૂબ જ વિનમ્ર બનવું, હમેશા કૃષ્ણને પ્રાર્થના કરવી, "કૃપા કરીને મને તમારા ચરણ કમળની ધૂળમાની એક રજકણ તરીકે બનાવો." આ બહુ જ સરળ વસ્તુ છે. મન્મના. આ રીતે કૃષ્ણ વિશે વિચારો, તેમના ભક્ત બનો, તેમને પ્રણામ કરો, અને જે પણ પત્રમ પુષ્પમ, નાનું ફૂલ, પાણી, તમે અર્પણ કરી શકો, કૃષ્ણને અર્પણ કરો. આ રીતે ખૂબ જ શાંતિથી રહો અને સુખી બનો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.