GU/Prabhupada 0486 - ભૌતિક જગતમાં શક્તિ છે મૈથુન, અને આધ્યાત્મિક જગતમાં તે છે પ્રેમ



Lecture -- Seattle, October 18, 1968

મહેમાન: અમે યોગમાયાને કેવી રીતે ઓળખી શકીએ? પ્રભુપાદ: મને ખબર નથી પડતી કે તમારો પ્રશ્ન શું છે.

તમાલ કૃષ્ણ: તેમને જાણવું છે કે કેવી રીતે આપણે યોગમાયાને ઓળખી શકીએ.

પ્રભુપાદ: યોગમાયા? યોગમાયા મતલબ જે તમને જોડે છે. યોગ મતલબ જોડાણ. જ્યારે તમે ધીમે ધીમે કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થાઓ છો, તે યોગમાયાનું કાર્ય છે. અને જ્યારે તમે કૃષ્ણને ધીમે ધીમે ભૂલી રહ્યા છો, તે મહામાયાનું કાર્ય છે. માયા તમારા પર કાર્ય કરી રહી છે. એક તમને ખેંચી રહી છે, અને બીજી તમને બીજી દિશામાં ખેંચી રહી છે. યોગમાયા. તો, જેમ કે ઉદાહરણ, કે તમે હમેશા સરકારના નિયમો હેઠળ હોવ છો. તમે નકારી ના શકો. જો તમે કહો, "હું સરકારના નિયમોનું પાલન કરવા સાથે સહમત નથી થતો," તે શક્ય નથી. પણ જ્યારે તમે એક અપરાધી છો, તમે પોલીસ નિયમોની હેઠળ છો, અને જ્યારે તમે સજ્જન છો, તમે નાગરિક નિયમોની હેઠળ છો. નિયમો તો છે જ. કોઈ પણ સ્થિતિમાં, તમારે સરકારના નિયમોનું પાલન તો કરવું જ પડે. જો તમે એક સભ્ય નાગરિક રહો, તો તમે નાગરિક નિયમ દ્વારા સુરક્ષિત છો. પણ જેવુ તમે રાજ્યની વિરુદ્ધ જાઓ છો, અપરાધી નિયમ તમારા પર કાર્ય કરશે. તો અપરાધી કાર્યોનો નિયમ છે મહામાયા, ત્રિ-તાપ દુખો, હમેશા. હમેશા કોઈ પ્રકારના દુખમાં મૂકવા. અને કૃષ્ણનો નાગરિક વિભાગ, આનંદામ્બુધી વર્ધનમ. તમે જો ફક્ત વધારતા જાઓ, મારા કહેવાનો મતલબ, આનંદના મહાસાગરની ઊંડાઈ. આનંદામ્બુધી વર્ધનમ. આ ફરક છે, યોગમાયા અને મહામાયા. યોગમાયા છે... યોગમાયા, મૂળ યોગમાયા, કૃષ્ણની આંતરિક શક્તિ છે. તે રાધારાણી છે. અને મહામાયા બાહ્ય શક્તિ છે, દુર્ગા. આ દુર્ગાને બ્રહ્મસંહિતામાં સમજાવેલા છે, સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિર એકા છાયેવ યસ્ય ભુવનાની વિભર્તી દુર્ગા (બ્ર.સં. ૫.૪૪). દુર્ગા આ આખા ભૌતિક જગતની અધિક્ષક દેવી છે. દરેક વસ્તુ તેમના નિયંત્રણ હેઠળ ચાલી રહી છે. પ્રકૃતિ, પ્રકૃતિ શક્તિ છે. શક્તિને નારીજાતિ તરીકે સ્વીકારવામાં આવે છે. જેમ કે આ ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ પણ કોઈ શક્તિ હેઠળ કાર્ય કરી રહ્યા છે. તે શક્તિ શું છે? મૈથુન જીવન. બસ તેટલું જ. તેઓ આટલી બધી મુશ્કેલી વેઠી રહ્યા છે: "ઓહ, રાત્રે હું મૈથુન કરીશ." બસ તેટલું જ. તે શક્તિ છે. યન મૈથુનાદી ગૃહમેધી સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). તેમનું જીવન મૈથુન પર આધારિત છે. બસ તેટલું જ. દરેક વ્યક્તિ ખૂબ જ મહેનત કરી રહ્યું છે, પરાકાષ્ઠા છે મૈથુન. બસ તેટલું જ. આ ભૌતિક જીવન છે. તો શક્તિ. ભૌતિક શક્તિ મતલબ મૈથુન. તો તે શક્તિ છે. જો એક વ્યક્તિ જે કારખાનામાં કામ કરી રહ્યો છે, જો તમે મૈથુન બંધ કરી દો, તે કામ ના કરી શકે. અને જ્યારે તે મૈથુન જીવનનો ભોગ નહીં કરી શકે, તો તે નશો કરશે. આ ભૌતિક જીવન છે. તો શક્તિ તો હોવી જ જોઈએ. અહી આ ભૌતિક જીવનમાં શક્તિ મૈથુન છે, અને આધ્યાત્મિક જીવનમાં શક્તિ પ્રેમ છે. અહી પ્રેમનું ખોટું અર્થઘટન મૈથુન તરીકે કરવામાં આવે છે. તે પ્રેમ નથી; તે વાસના છે. પ્રેમ ફક્ત કૃષ્ણ સાથે શક્ય છે, બીજી કોઈ જગ્યાએ નહીં. બીજી કોઈ પણ જગ્યાએ પ્રેમ શક્ય નથી. તે પ્રેમનું ખોટું અર્થઘટન છે. તે વાસના છે. તો પ્રેમ અને વાસના. પ્રેમ યોગમાયા છે, અને વાસના મહામાયા છે. બસ તેટલું જ. શું તે ઠીક છે?