GU/Prabhupada 0494 - નેપોલિયને મજબૂત કમાનો બનાવ્યા, પણ તે ક્યાં જતો રહ્યો, કોઈ જાણતું નથી



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

અન્યથા રુપમ મતલબ નહિતો, રહેવું અથવા જીવન નહિતો. નહિતો મતલબ હું આધ્યાત્મિક આત્મા છું. મારે આધ્યાત્મિક શરીર છે. પણ એક યા બીજી રીતે, સંજોગોવશાત, મારી ઇચ્છાને કારણે, મને ક્યારેક મનુષ્યનું જીવન મળે છે અને ક્યારેક કુતરાનું શરીર, ક્યારેક બિલાડીનું શરીર, ક્યારેક વૃક્ષનું શરીર, ક્યારેક દેવતાનું શરીર. ૮૪,૦૦,૦૦૦ વિભિન્ન પ્રકારના શરીરો હોય છે. તો હું મારી ઈચ્છા પ્રમાણે બદલું છું. અને મારા ચેપના પ્રમાણે, કારણમ ગુણ સંગ: અસ્ય (ભ.ગી. ૧૩.૨૨), સૂક્ષ્મ વસ્તુઓ હોય છે. તે મનુષ્ય જીવનનું આધ્યાત્મિક જ્ઞાન છે, કામચલાઉ સુખ માટે કોઈ વસ્તુની શોધ કરવી નહીં. તે મૂર્ખતા છે. તે મૂર્ખતા છે, સમયનો બગાડ. જો આપણે વર્તમાન સમયના આરામ માટે કોઈ વસ્તુ શોધીએ, હું બહુ આરામદાયક રીતે રહી શકું છું, પણ - "તમને અનુમતિ નથી, શ્રીમાન, આરામદાયક રીતે રહેવાની." સૌ પ્રથમ તમે તે જાણો. ધારોકે એક માણસ એક બહુ જ સરસ મકાન બનાવી રહ્યો છે, બહુ મજબૂત મકાન. તે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પડશે નહીં. પણ તે ઠીક છે, પણ તમે તમારા માટે શું કર્યું છે, કે તમે આનો આનંદ કરવા માટે ક્યારેય મૃત્યુ નહીં પામો? "ના, તે જે હોય તે. મારે એક એક મજબૂત-બાંધાનું ઘર જોઈએ છે." તો ઘર રહે છે. તમે જતાં રહો છો. મજબૂત-બાંધાનો દેશ. જેમ કે નપોલિયને મજબૂત-બાંધાના કમાનો બનાવ્યા હતા, પણ તે ક્યાં જતો રહ્યો, કોઈ જાણતું નથી. તો તેથી ભક્તિવિનોદ ઠાકુર કહે છે, ગાય છે, જડ બિદ્યા જતો માયાર વૈભવ તોમાર ભજને બાધા. જેટલા આપણે કહેવાતા ભૌતિક સુખ અથવા ભૌતિક પ્રગતિમાં વધુ પ્રગતિ કરીએ છીએ, તેટલા આપણે વધારે આપણી સાચી ઓળખ ભૂલીએ છીએ. આ પરિણામ છે.

તો આપણે સમજવું જોઈએ કે આપણને અલગ કાર્ય છે, સાચું કાર્ય. તેને આત્મ-સાક્ષાત્કાર કહેવાય છે, "હું આ શરીર નથી." આ આત્મ-સાક્ષાત્કાર છે. તેની કૃષ્ણ દ્વારા શરૂઆતમાં શિક્ષા આપવામાં આવી રહી છે, કે "તું આ શરીર નથી." પ્રથમ સમજણ, પ્રથમ જ્ઞાન, છે તે સમજવું કે "હું આ શરીર નથી. હું આત્મા છું. મને એક અલગ કાર્ય છે." એવું નથી કે આ કામચલાઉ કાર્યો જેમ કે એક કુતરા તરીકે, અથવા મનુષ્ય તરીકે, અથવા વાઘ તરીકે અથવા વૃક્ષ તરીકે અથવા માછલી તરીકે, તે કાર્યો છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. શારીરિક જરૂરિયાતોનો તે જ સિદ્ધાંત. ખાવું, ઊંઘવું, મૈથુન જીવન અને સંરક્ષણ. પણ મનુષ્ય જીવનમાં, મને એક અલગ કાર્ય છે, આત્મ-સાક્ષાત્કાર, આ શારીરિક ફસામણીમાથી બહાર નીકળવું. અને તેને જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન વગર, જે પણ જ્ઞાનમાં આપણે વિકાસ કરી રહ્યા છે, તે મૂર્ખતા છે, બસ તેટલું જ. શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮).