GU/Prabhupada 0502 - બકવાસ ધારણાઓનો ત્યાગ કરો - કૃષ્ણ ભાવનામૃતનું ઉદાર જીવન ગ્રહણ કરો



Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

તો પ્રહલાદ મહારાજ શિખામણ આપે છે કે "તમે આ બધી બકવાસ ધારણાઓ ત્યજી દો". વનમ ગતો યદ ધરીમ આશ્રયેત (શ્રી.ભા. ૭.૫.૫). ફક્ત વનમ ગત:, મતલબ માત્ર મુક્ત થાઓ આ ધારણામાથી, જીવનની ગૃહમ અંધ કુપમ ધારણામાથી. કૃષ્ણ ભાવનામૃતનું ઉદાર જીવન સ્વીકારો. પછી તમે સુખી બનશો. હિત્વાત્મ પાતમ ગૃહમ અંધ કુપમ વનમ ગતો યદ ધારીમ આશ્રયેત (શ્રી.ભા. ૭.૫.૫). હરિમ આશ્રયેત. વાસ્તવિક કાર્ય છે હરિમ આશ્રયેત. વનમ ગત: વનમ ગત: મતલબ વનમાં જાઓ. પહેલા ગૃહસ્થ જીવન પછી, વાનપ્રસ્થ જીવન, સન્યાસ જીવન, તેઓ વનમાં રહેતા હતા. પણ વનમાં જવું તે જીવનનો મુખ્ય હેતુ નથી. કારણકે વનમાં ઘણા પશુઓ છે. તેનો મતલબ શું તે છે કે તેઓ તેમના આધ્યાત્મિક જીવનમાં ઘણા ઉન્નત છે? તેને મર્કટ વૈરાગ્ય કહેવાય છે. મર્કટ વૈરાગ્ય મતલબ "વાંદરાનું વૈરાગ્ય." વાંદરો નગ્ન હોય છે. નાગા બાબા. નગ્ન. અને ફળ ખાય છે, વાંદરો, અને ઝાડ ની નીચે કે ઉપર રહે છે. પણ તેને ઓછામાં ઓછી ત્રણ ડઝન પત્નીઓ હોય છે. તો આ મર્કટ વૈરાગ્ય, આ રીતના વૈરાગ્યનું કોઈ મૂલ્ય નથી. વાસ્તવિક વૈરાગ્ય. વાસ્તવિક વૈરાગ્ય મતલબ તમારે અંધ કૂપ જીવન છોડવું પડે, અને કૃષ્ણની શરણ લેવી પડે, હરિમ આશ્રયેત. જો તમે કૃષ્ણની શરણ લો, તો તમે આ બધુ છોડી શકો. નહીં તો, તે શક્ય નથી; તમે આ જીવનના ફન્દા માં આવી જશો. તો હિત્વાત્મ પાતમ ગૃહમ અંધ કુપમ વનમ ગતો યદ ધરીમ આશ્રયેત (શ્રી.ભા. ૭.૫.૫). છોડવું નહીં.. જો તમે કશું છોડી દેશો, તમારે કઈક પકડવું પણ પડે. નહીં તો, તે બગડી જશે. લઈ લો. તે ભલામણ છે: પરમ દ્રશ્ટ્વા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). તમે તમારું કૌટુંબિક, સામાજિક, રાજનૈતિક, આ, તે બધા જ જીવન છોડી શકો, જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃત જીવન સ્વીકારો. નહીં તો, તે શક્ય નથી. નહીં તો, તમારે આમાંથી કોઈ એક જીવન લેવું પડે. તમારી સ્વતંત્રતાનો કોઈ પ્રશ્ન જ નથી. તમારા ચિંતામુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ જ રસ્તો છે.

તો અહી તેજ વસ્તુ, કે તત્ત્વ દર્શિભી:, જે ખરેખર નિરપેક્ષ સત્યને જાણે છે... અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, જેવુ કે વેદાંત સૂત્રમાં કહ્યું છે... કાલે જ, એક છોકરો મને પૂછતો હતો: "વેદાંત શું છે? વેદાંત, વેદાંતનો અર્થ શું છે?" તે બહુ સરસ છે, બહુ સરળ છે. વેદ મતલબ જ્ઞાન, અને અંત મતલબ પરમ. તો વેદાંત મતલબ પરમ જ્ઞાન. તો પરમ જ્ઞાન કૃષ્ણ છે. કૃષ્ણ કહે છે, વેદેશ્ચ સર્વૈર અહમ એવ વેદ્યો વેદાંત કૃદ વેદ વિદ ચ અહમ. તેઓ વેદાંતના રચયિતા છે અને તેઓ વેદાંતના જાણકાર પણ છે. જ્યાં સુધી કોઈ વેદાંતના જાણકાર ના હોય, તે કેવી રીતે વેદાંત લખી શકે? ખરેખર, વેદાંત તત્વજ્ઞાન વ્યાસદેવ, કૃષ્ણના અવતાર, દ્વારા લખવામાં આવ્યું છે. તો તેઓ વેદાંત કૃદ છે. અને તેઓ વેદાંત વિત પણ છે. તો પ્રશ્ન હતો કે શું વેદાંત મતલબ અદ્વૈતવાદ કે દ્વૈતવાદ. તો એ સમજવું બહુ સરળ છે. વેદાંતનું પ્રથમ સૂત્ર: અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહમન, નિરપેક્ષ સત્ય, વિષે પૃચ્છા કરવી. હવે, ક્યાં પૃચ્છા કરવી? જો તમારે પૃચ્છા કરવી હોય, તમારે કોઈ વ્યક્તિ પાસે જવું પડે જે જાણતો હોય. તેથી, તરત જ, વેદાંતસૂત્રની શરૂઆતમાંજ, દ્વંદ્વ છે, કે પૃચ્છા કરવી જ પડે, અને જવાબ આપવો જ પડે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો વેદાંતસૂત્રમાં, કેવી રીતે તમે તેને અદ્વૈતવાદ કહી શકો? તે દ્વૈતવાદ છે, શરૂઆતથી જ, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આપણે પૃચ્છા કરવી જ પડે કે બ્રહમન શું છે, અને આપણે જવાબ પણ આપવો પડે, અથવા ગુરુ, અથવા શિષ્ય, તે છે દ્વૈત. તમે કેવી રીતે કહી શકો કે તે અદ્વૈતવાદ છે? તો આપણે આ રીતે અભ્યાસ કરવો પડે. અહી તે કહ્યું છે, તત્ત્વ દર્શિભી: તત્ત્વ દર્શિભી મતલબ વેદાંતવિત જે વેદાંત જાણે છે. જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). જે નિરપેક્ષ સત્ય ને જાણે છે, ક્યાથી બધાની શરૂઆત થઈ છે. જન્માદિ અસ્ય યત: તે શ્રીમદ ભાગવતમની શરૂઆત છે.