GU/Prabhupada 0506 - તમારી આંખો શાસ્ત્ર હોવી જોઈએ. આ જડ આંખો નહીંLecture on BG 2.18 -- London, August 24, 1973

તો વૃક્ષો અને છોડો, તેઓ વીસ લાખ છે. સ્થાવરા લક્ષ વિંશતી કૃમાયો રુદ્ર સાંખ્યયા: અને જંતુઓ, તેઓ અગિયાર લાખ છે. તો આ ઉખાણાજનક વસ્તુ છે, કે કેવી રીતે વેદિક સાહિત્ય બધી જ વસ્તુ યોગ્ય રીતે મૂકે છે. નવ લાખ, અગિયાર લાખ, વીસ લાખ, જેમ છે તેમ. તેને સાક્ષાત્કાર કહેવાય છે. તો આપણે તે સ્વીકારીએ છીએ. આપણી સુવિધા છે, કારણકે આપણે વેદોને અધિકૃત રૂપમાં સ્વીકાર કરીએ છીએ, તેથી જ્ઞાન છે, તૈયાર. જો કોઈક મને કે તમને પૂછે, "શું તમે કહી શકો કે પાણીની અંદર કેટલા જીવ છે?" તે બહુ મુશ્કેલ છે. જીવવૈજ્ઞાનિકો પણ ના કહી શકે. જોકે તેઓ બહુ નિષ્ણાત છે. હું ના કહી શકું. પણ આપણી સુવિધાઓ, આપણે તરત જ કહી શકીએ, નવ લાખ છે. જોકે આપણે ક્યારેય પ્રયોગ નથી કર્યો, કે નથી વ્યક્તિગત રૂપે જોયા, પણ કારણકે તે વેદિક સાહિત્યમાં સમજાવેલું છે, હું તમને સાચું કહી શકું. તેથી વેદાંતસૂત્રમાં તે કહ્યું છે, કે જો તમારે કોઈ વસ્તુ પ્રત્યક્ષ જોવી કે અનુભવવી હોય... જેમ કે ઘણા બધા ધૂર્તો આવે છે, તેઓ પડકારે છે, "શું તમે ભગવાન બતાવી શકો?" તો... હા. અમે તમને ભગવાન બતાવી શકીએ, જો તમારી પાસે આંખો હોય તો. ભગવાનને અલગ પ્રકારની આંખોથી જોઈ શકાય છે. આ આંખો વડે નહીં. તે શાસ્ત્રમાં કહ્યું છે. અત: શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રહયમ ઈંદ્રિયે: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). ઇંદ્રિય મતલબ આ ઇન્દ્રિયો, આ ભૌતિક ઇન્દ્રિયો. આ ભૌતિક ઇન્દ્રિયો વડે, તમે પ્રત્યક્ષ અનુભવ ના કરી શકો, ભગવાનનું રૂપ કેવું છે, તેમના ગુણો કેવા છે, તેઓ શું કરે છે. આપણે ભગવાન વિષે ઘણી બધી વસ્તુઓ જાણવી છે. પણ શાસ્ત્ર ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, ભગવાનના રૂપનું, ભગવાનના કાર્યોનું. તમે શીખી શકો. શાસ્ત્ર યોનિત્વાત. યોનિ મતલબ સ્ત્રોત, સ્ત્રોત. શાસ્ત્ર યોનિત્વાત. શાસ્ત્ર ચક્ષુસ. શાસ્ત્ર તમારી આંખો હોવી જોઈએ. આ જડ આંખો નહીં દરેક વસ્તુ આપણે પણ શાસ્ત્ર, પુસ્તક દ્વારા અનુભવ કરીએ છીએ.

તો આપણે અધિકૃત પુસ્તકો દ્વારા જોવું પડશે, વર્ણન જે આપણી ધારણાથી પરે છે. અચિંત્યા: ખલુ યે ભાવા ન તાંસ તર્કેણ યોજયેત. તર્કેણ, તર્કથી, જે આપણી ઇંદ્રિયોની ધારણાથી પરે છે. ઘણી બધી વસ્તુઓ. આપણે રોજ ઘણા બધા ગ્રહો જોઈએ છીએ, આકાશમાં તારાઓ, પણ આપણી પાસે કોઈ માહિતી નથી. તેઓ સીધા ચંદ્ર ગ્રહ પર જઈ રહ્યા છે, પણ નિરાશ થઈને પાછા આવે છે. તે કહેવું બહુ શંકાસ્પદ છે. અને તેમને સિદ્ધાંતવાદી ધારણા છે: "આ ગ્રહને છોડીને, બીજા ગ્રહો પર, ઘણા બધા, કોઈ જીવન નથી." આ પૂર્ણ સમજ નથી. શાસ્ત્રયોનીથી, જો તમારે શાસ્ત્ર દ્વારા જોવું હોય તો... જેમ કે ચંદ્ર ગ્રહ. આપણી પાસે શ્રીમદ ભાગવતમમાથી માહિતી છે કે ત્યાં લોકો છે, તેઓ દસ હજારો વર્ષો સુધી જીવે છે. અને તેમના વર્ષનું માપ શું છે? આપણા છ મહિના તેમના એક દિવસ બરાબર થાય છે. હવે આવા દસ હજારો વર્ષો, જરા વિચાર કરો. તેને દૈવ વર્ષ કહેવાય છે. દૈવ વર્ષ મતલબ દેવતાઓની ગણતરી પ્રમાણેનું વર્ષ. જેમ કે બ્રહ્માનો દિવસ, તે દેવતાઓની ગણતરી છે. સહસ્ર યુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુ: (ભ.ગી. ૮.૧૭). આપણી પાસે ભગવદ ગીતામાથી માહિતી છે, કૃષ્ણ કહે છે, કે તેઓ દેવતાઓના વર્ષોની ગણતરી કરે છે. દરેકનું વર્ષ ગણવામાં આવે છે. આને કહેવાય છે... આ આધુનિક વિજ્ઞાન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, સાપેક્ષ સત્ય અથવા સાપેક્ષતાનો નિયમ. એક નાની કીડી, તેને પણ સો વર્ષનું જીવન હોય છે, પણ કીડીના સો વર્ષ અને આપણા સો વર્ષ અલગ અલગ છે. તેને સાપેક્ષ કહેવાય છે. તમારા શરીરના કદ પ્રમાણે, દરેક વસ્તુ સાપેક્ષતામાં છે. આપણા સો વર્ષો અને બ્રહ્માના સો વર્ષો, તે અલગ છે. તેથી કૃષ્ણ કરે છે કે આવી રીતે ગણતરી કરો: સહસ્ત્ર યુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુ: (ભ.ગી. ૮.૧૭).