GU/Prabhupada 0533 - રાધારાણી હરિપ્રિયા છે, કૃષ્ણને અત્યંત પ્રિય



Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971

રાધારાણી હરિપ્રિયા છે, કૃષ્ણને અત્યંત પ્રિય. તો જો આપણે કૃષ્ણ પાસે રાધારાણી દ્વારા જઈશું, રાધારાણીની કૃપા દ્વારા, તો તે બહુ સરળ બની જાય છે. જો રાધારાણી ભલામણ કરે છે કે "આ ભક્ત બહુ જ સારો છે," તો કૃષ્ણ તરત જ તેનો સ્વીકાર કરી લે છે, ભલે તે ગમે તેટલો મૂર્ખ ના હોય. કારણકે તે રાધારાણી દ્વારા ભલામણ થયેલી છે, કૃષ્ણ સ્વીકારે છે. તેથી વૃંદાવનમાં તમે જોશો કે બધા જ ભક્તો, તેઓ રાધારાણીનું નામ કૃષ્ણ કરતાં વધુ લે છે. જ્યાં પણ તમે જશો, તમે ભક્તોને કહેતા જોશો, "જય રાધે." તમે હજી વૃંદાવનમાં જોશો. તેઓ રાધારાણીના ગુણગાન કરે છે. તેઓ રાધારાણીની પૂજા કરવામાં વધુ રુચિ ધરાવે છે. કારણકે ગમે તેવો પતિત હું હોઉ, જો એક યા બીજી રીતે જો હું રાધારાણીને પ્રસન્ન કરું, તો મારે માટે કૃષ્ણને સમજવું બહુ જ સરળ બની જાય છે. નહિતો,

મનુષ્યાણામ સહસ્રેષુ
કશ્ચિદ યતતિ સિદ્ધયે
યતતામ અપિ સિદ્ધાનામ
કશ્ચિદ વેત્તિ મામ તત્ત્વત:
(ભ.ગી. ૭.૩)

જો તમે માનસિક તર્કોની ક્રિયાથી કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો, ઘણા ઘણા જન્મો લાગશે. પણ જો તમે ભક્તિમય સેવા ગ્રહણ કરશો, ફક્ત રાધારાણીને પ્રસન્ન કરવાની કોશિશ કરશો, અને કૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. કારણકે રાધારાણી કૃષ્ણને આપી શકે છે. તેઓ એટલા મહાન ભક્ત છે, મહાભાગવતનું પ્રતિક. કૃષ્ણ પણ સમજી નથી શકતા કે રાધારાણીના ગુણો શું છે. કૃષ્ણ પણ, જો કે તેઓ કહે છે વેદાહમ સમતિતાની (ભ.ગી. ૭.૨૬), "હું બધુ જ જાણું છું," છતાં, તેઓ રાધારાણીને સમજવામાં નિષ્ફળ જાય છે. રાધારાણી એટલા મહાન છે. તેઓ તે કહે છે... વાસ્તવમાં, કૃષ્ણ બધુ જ જાણે છે. રાધારાણીને સમજવા માટે, કૃષ્ણ રાધારાણીનું પદ સ્વીકાર કરે છે. કૃષ્ણને રાધારાણીની શક્તિ સમજવી હતી. કૃષ્ણ વિચારતા હતા કે "હું પૂર્ણ છું. હું બધી જ રીતે પૂર્ણ છું, પણ છતાં, મારે રાધારાણીને સમજવા છે. કેમ?" તે વૃત્તિએ કૃષ્ણને રાધારાણીનો ભાવ સ્વીકારવા પર મજબૂર કર્યા, કૃષ્ણને, પોતાને, સમજવા માટે.

આ છે, અવશ્ય, બહુ જ દિવ્ય, મહાન વિજ્ઞાન. જે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે અને શાસ્ત્રનો બરાબર જાણકાર છે, તે સમજી શકે. પણ છતાં, આપણે શાસ્ત્રમાથી ચર્ચા કરી શકીએ છીએ. જ્યારે કૃષ્ણને પોતાને સમજવા હતા, તેમણે શ્રીમતી રાધારાણીનો ભાવ ગ્રહણ કર્યો. અને તે છે ચૈતન્ય મહાપ્રભુ. રાધા ભાવ દ્યુતિ સુવલિતમ. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ છે, પણ તેમણે રાધારાણીનો ભાવ ગ્રહણ કર્યો છે. જેમ રાધારાણી હમેશા કૃષ્ણ વિરહના ભાવમાં છે, તેવી જ રીતે, રાધારાણીનું પદ, ભગવાન ચૈતન્ય કૃષ્ણ વિરહ અનુભવતા હતા. તે ભગવાન ચૈતન્યનો ઉપદેશ છે, વિરહનો ભાવ, મિલનનો નહીં. ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શીખવામાં આવેલી ભક્તિમય સેવાની વિધિ, અને તેમની ગુરુ શિષ્ય પરંપરા, તે છે કે કેવી રીતે કૃષ્ણ વિરહ અનુભવવો. તે રાધારાણીનું સ્થાન છે, હમેશા વિરહનો અનુભવ.

ગોસ્વામીઓ, તેઓ પણ, તેઓ જ્યારે વૃંદાવનમાં હતા, તેમણે ક્યારેય નહીં કહ્યું કે "મે કૃષ્ણને જોયા છે." જોકે તેઓ સૌથી વધુ સિદ્ધ હતા, તેમણે ક્યારેય નહીં કહ્યું કે "મે કૃષ્ણને જોયા છે." તેમની પ્રાર્થના આવી હતી: હે રાધે વ્રજ દેવિકે ચ લલિતે હે નંદ સુનો કુત: હે રાધે, રાધારાણી, હે રાધે વ્રજ દેવિકે ચ... રાધારાણી એકલા નથી રહેતા. તેઓ હમેશા તેમની સહેલીઓ સાથે રહે છે, વ્રજ દેવી, લલિતા અથવા વિશાખા અને વૃંદાવનની બીજી ગોપીઓ. તો ગોસ્વામીઓ પ્રાર્થના કરી રહ્યા છે, તેમનાં પરિપક્વ સ્તર પર, જ્યારે તેઓ વૃંદાવનમાં રહેતા હતા, તેઓ આમ પ્રાર્થના કરતાં હતા, હે રાધે વ્રજ દેવિકે ચ લલિતે હે નંદ સુનો કુત: "ક્યાં, રાધારાણી, ક્યાં છો તમે? તમારા પાર્ષદો ક્યાં છે? તમે ક્યાં છો, નંદ સુનો, નંદ મહારાજના પુત્ર, કૃષ્ણ? તમે બધા ક્યાં છો?" તેઓ શોધતા હતા. તેમણે ક્યારેય નથી કહ્યું, "મે કૃષ્ણને ગોપીઓ સાથે નાચતા જોયા છે. ગઈ રાત્રે મે જોયા હતા." (હાસ્ય) આ સહજીયા છે. તે પરિપક્વ ભક્ત નથી. આને કહેવાય છે.... આને સહજીયા કહેવાય છે. તેઓ બધુ ખૂબ સસ્તું લઈ લે છે - કૃષ્ણ બહુ જ સસ્તા, રાધારાણી બહુ જ સસ્તા - જાણે તેઓ દરેક રાત્રે જોતાં હોય. ના. ગોસ્વામીઓ આપણને તેવું નથી શીખવાડતા. તેઓ શોધી રહ્યા છે. હે રાધે વ્રજ દેવિકે ચ લલિતે હે નંદ સુનો કુત:, શ્રી ગોવર્ધન પાદપ તલે કાલિંદી વન્યે કુત: "શું તમે ગોવર્ધન પર્વત નીચે છો, અથવા યમુનાના તટ પર છો? કાલિંદી વન્યે કુત: ઘોષન્તાવ ઈતિ સર્વતો વ્રજ પૂરે ખેદૈર મહા વિહવલૌ. તેમનું કાર્ય છે આ રીતે રુદન કરવું, "તમે ક્યાં છો? તમે ક્યાં છો, રાધારાણી? તમે ક્યાં છો, લલિતા, વિશાખા, રાધારાણીના પાર્ષદો? તમે ક્યાં છો, કૃષ્ણ? તમે ગોવર્ધન પર્વત નજીક છો કે યમુનાના તટ પર છો?" ઘોષન્તાવ ઈતિ સર્વતો વ્રજ પૂરે. તો વૃંદાવનના આખા માર્ગ પર તેઓ આ રીતે રુદન કરતાં હતા અને તેમને શોધતા હતા, ખેદૈર મહા વિહવલૌ, જેમ કે પાગલ વ્યક્તિ. ખેદૈર મહા વિહવલૌ. વન્દે રૂપ સનાતનૌ રઘુ યુગૌ શ્રી જીવ ગોપાલકૌ.