GU/Prabhupada 0543 - એવું નથી કે તમારે ગુરુ બનવા માટે મોટો દેખાડો કરવો પડે



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે યારે દેખ તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તો હું તમને વિનંતી કરું છું - કૃપા કરીને ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાનું પાલન કરો, કે તમે પણ, તમે પણ તમારા ઘરે ગુરુ બનો. એવું નથી કે તમારે ગુરુ બનવા માટે એક મોટો દેખાડો કરવાનો છે. પિતા ગુરુ બની ગયા છે, માતા ગુરુ બની ગયા છે. વાસ્તવિક રીતે, શાસ્ત્રમાં તે કહ્યું છે, વ્યક્તિએ પિતા ના બનવું જોઈએ, માતા ના બનવું જોઈએ, જો તે તેના સંતાનોના ગુરુ ના બને તો. ન મોચયેદ ય: સમુપેત મૃત્યુમ :(શ્રી.ભા. ૫.૫.૧૮). જો વ્યક્તિ તેની સંતાનને જન્મ અને મૃત્યુના પાશમાથી બચાવી ના શકે, તેણે પિતા ના બનવું જોઈએ. આ વાસ્તવિક ગર્ભનિરોધક વિધિ છે. એવું નહીં કે બિલાડીઓ અને કુતરાઓની જેમ મૈથુન કરો, અને જ્યારે બાળક હોય ત્યારે ગર્ભપાત કરાવો અને તેને મારી નાખો. ના. તે સૌથી મહાન પાપમય કાર્ય છે. સાચી ગર્ભનિરોધક વિધિ છે, કે જો તમે તમારા પુત્રને જન્મ અને મૃત્યુના ચુંગલમાથી મુક્ત કરાવવામાં અસમર્થ હોવ, પિતા ના બનો. તેની જરૂર છે. પિતા ન સ સ્યાજ જનની ન સ સ્યાત ગુરુ ન સ સ્યાત ન મોચયેદ ય: સમુપેત મૃત્યુમ (શ્રી.ભા. ૫.૫.૧૮). જો તમે તમારા બાળકોને જન્મના પાશમાથી બચાવી ના શકો...

આ આખું વેદિક સાહિત્ય છે. પુનર જન્મ જયાય: કેવી રીતે આગલા જન્મ, આગલા ભૌતિક જન્મ, પર વિજય મેળવવો, તે લોકો નથી જાણતા. મૂર્ખ વ્યક્તિઓ વેદિક સંસ્કૃતિ ભૂલી ગયા છે, વેદિક સંસ્કૃતિ શું છે. વેદિક સંસ્કૃતિ છે આગલા જન્મ પર વિજય મેળવવો, બસ તેટલુ જ. પણ તે લોકો આગલા જન્મ પર વિશ્વાસ નથી કરતાં. નવાણું ટકા લોકો, તે લોકો વેદિક સંસ્કૃતિથી એટલા નીચે ઉતરી ગયા છે. ભગવદ ગીતામાં પણ તે જ તત્વજ્ઞાન છે. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). આ વેદિક સંસ્કૃતિ છે. વેદિક સંસ્કૃતિ મતલબ, ઉત્ક્રાંતિ પદ્ધતિ દ્વારા આપણે આ મનુષ્ય જીવન પર આવીએ છીએ. અહી આત્માના એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતરને રોકવાનો અવસર છે. તથા દેહાંતર પ્રાપ્તિર, અને તમે નથી જાણતા કયા પ્રકારનું આગલું શરીર મને મળશે. આ શરીર પ્રધાન મંત્રીનું હોઈ શકે છે, અથવા બીજું કોઈ, અને આગલું શરીર કુતરાનું હોઈ શકે છે, પ્રકૃતિના નિયમો ઉપરથી.

પ્રકૃતે: ક્રિયમાણાની
ગુનૈ: કર્માણી સર્વશ:
અહંકાર વિમુઢાત્મા
કર્તાહમ (ઈતિ મન્યતે)
(ભ.ગી. ૩.૨૭)

તેઓ જાણતા નથી. તેઓ આ સંકૃતિને ભૂલી ગયા છે. આ મનુષ્ય જીવનનો પશુઓની જેમ દુરુપયોગ, ખાવું, ઊંઘવું, પ્રજનન અને સંરક્ષણ. આ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ છે પુનર જન્મ જયાય:, કેવી રીતે આગલા ભૌતિક જન્મ પર વિજય મેળવવો. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તેથી આપણે ઘણા બધા ગ્રંથો પ્રસ્તુત કરી રહ્યા છીએ. તે આખા જગતમાં વિદ્વાન લોકોના વર્તુળમાં સ્વીકૃત થઈ રહ્યું છે. આ આંદોલનનો લાભ લો. અમે ખોલવાનો પ્રયાસ કર્યો છે, અહી એક કેન્દ્ર ખોલવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે. અમારાથી ઈર્ષાળુ ના બનો. કૃપા કરીને અમારા પર દયા દાખવો. અમે..., અમારો વિનમ્ર પ્રયાસ. અને તેનો લાભ લો. આ અમારી વિનંતી છે.

આપનો ખૂબ ખૂબ આભાર.