GU/Prabhupada 0546 - જેટલી શક્ય હોય તેટલી પુસ્તકો પ્રકાશિત કરો અને આખી દુનિયામાં વિતરિત કરો



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, Lecture -- Mayapur, February 21, 1976

પ્રભુપાદ: જ્યાં સુધી જીવ આ ભૌતિક જગતમાં છે, તેણે પ્રકૃતિના અલગ અલગ ગુણો સાથે સંગ કરવો જ પડે. તે જ ઉદાહરણ. જેમ કે અગ્નિનું તણખલું જમીન પર પડે. તો જમીન, અલગ અલગ પરિસ્થિતી હોય છે. એક પરિસ્થિતી છે સૂકું ઘાસ, એક પરિસ્થિતી છે લીલું ઘાસ, અને બીજી પરિસ્થિતી છે ફક્ત જમીન. તો તેવી જ રીતે, ત્રણ પરિસ્થિતિઓ હોય છે: સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ. તો સત્વ ગુણ મતલબ જો તણખલું સૂકા ઘાસ પર પડે, તો તે તરત જ ઘાસને પ્રજ્વલિત કરે છે. તો સત્વ ગુણમાં, પ્રકાશ, આ અગ્નિ ગુણ દેખાય છે. પણ જો તણખલું પાણી પર પડે, ભીની જમીન પર, તો તે પૂર્ણ રીતે બુઝાઇ જાય છે. ત્રણ અવસ્થાઓ. તેવી જ રીતે, આપણે આ ભૌતિક જગતમાં નીચે આવ્યા છીએ, જો આપણે સત્વગુણ સાથે સંગ કરીશું, તો આધ્યાત્મિક જીવનની કઈક આશા છે. અને જો આપણે રજો ગુણ અને તમો ગુણમાં છીએ, તો કોઈ આશા નથી. રજસ-તમ: રજસ-તમો-ભાવ કામ લોભાદયશ ચ યે (શ્રી.ભા. ૧.૨.૧૯). રજસ-તમ: જો આપણે રજોગુણ અને તમોગુણ સાથે સંગ કરીએ, તો આપણી ઈચ્છાઓ વાસનાથી પૂર્ણ અને લોભી હશે. કામ લોભાદયશ ચ. તતો રજસ તમો ભાવ કામ લોભાદયશ ચ (શ્રી.ભા. ૧.૨.૧૯). અને જો આપણે સત્વગુણને વધારીશું, તો આ કામ લોભાદય, આ બે વસ્તુઓ, આપણને સ્પર્શ નહીં કરે. આપણે કામ-લોભ થી થોડા વિરક્ત રહીશું. તો જો સત્વગુણમાં... આ શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે:

શ્રુણવતામ સ્વકથા: કૃષ્ણ:
પુણ્ય શ્રવણ કિર્તન:
હ્રદિ અંત: સ્થો હિ અભદ્રાણિ
વિધુનોતી સુહ્રતસતામ
(શ્રી.ભા. ૧.૨.૧૭)

તો આપણે આ બધા ત્રણ ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી પરે જવું પડે, ખાસ કરીને રજોગુણ, તમોગુણ. જો આપણે તે કરવાનો પ્રયત્ન નહીં કરીએ, તો આધ્યાત્મિક મુક્તિની કોઈ આશા નથી, અથવા ભૌતિક બંધનમાથી મુક્તિની. પણ કલિયુગમાં વ્યવાહરિક રીતે કોઈ સત્વગુણ નથી, ફક્ત રજસ, રજોગુણ, તમોગુણ, ખાસ કરીને તમોગુણ. જઘન્ય ગુણ વૃત્તિસ્થા: (ભ.ગી. ૧૪.૧૮). કલૌ શુદ્ર સંભવા: તેથી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફેલાવ્યું છે, હરે કૃષ્ણ મંત્રનો જપ.

તો આ સ્થળથી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આ આંદોલનની શરૂઆત કરી હતી, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, આખા ભારતમાં, અને તેમણે ઈચ્છા કરી હતી કે પૃથ્વીતે આછે યત નગરાદિ ગ્રામ: "તો જેટલા પણ નગરો અને ગામો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફેલાવું જોઈએ." (ચૈ.ભા. અંત્ય ખંડ ૪.૧૨૬) તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન હવે તમારા હાથમાં છે. અવશ્ય, ૧૯૬૫ (૧૯૨૨)માં, ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર, તેમની ઈચ્છા હતી કે હું આ સંદર્ભમાં કશું કરું. તેમની ઈચ્છા હતી તેમના બધા શિષ્યો પાસેથી, બધા શિષ્યો. ખાસ કરીને તેમણે ઘણી વાર ભાર આપ્યો કે "તમે આ કરો. જે પણ તમે શીખ્યું છે, તમે તેને અંગ્રેજી ભાષામાં વિસ્તૃત કરવાનો પ્રયાસ કરો." અને ૧૯૩૩માં, જ્યારે તેઓ રાધાકુંડમાં હતા, હું તે વખતે બોમ્બેમાં હતો મારા વેપારી જીવનના સંદર્ભમાં. તો હું એમને મળવા ગયો હતો, અને એક મિત્રને બોમ્બેમાં થોડી જમીન આપવી હતી, 'બોમ્બે ગૌડીય મઠ' શરૂ કરવા માટે. તે મારો મિત્ર છે. તો તે લાંબી કથા છે, પણ મારે આ કહેવું છે, ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીનો ઉદેશ્ય. તો તે વખતે મારા ગુરુભાઈઓ પણ ઉપસ્થિત હતા. તેમણે મને મારા મિત્રના દાન વિશે યાદ કરાવ્યુ, અને ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદે તરત જ જમીન લઈ લીધી. તેમણે કહેવાનું ચાલુ રાખ્યું કે "ઘણા બધા મંદિરોની સ્થાપના કરવાની કોઈ જરૂર નથી. વધુ સારું છે કે આપણે થોડી પુસ્તકો પ્રકાશિત કરીએ." તેમણે તેવું કહ્યું હતું. તેમણે કહ્યું કે "આપણે આપણું, આ ગૌડીય મઠ ઉલ્ટદંગમાં શરૂ કર્યું હતું. ભાડું બહુ જ ઓછું હતું, અને જો આપણે ૨ થી ૨૫૦ રૂપિયા જમા કરી શક્યા હોત, તે બહુ સારું ચાલ્યું હોત. પણ કારણકે આ જે.વી. દત્તાએ આપણને આ પથ્થર, આરસપહાણ ઠાકુરબારી આપ્યું છે, શિષ્યો વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે, તો મને તે હવે નથી ગમતું. તેના કરતાં, બહેતર છે કે આરસપહાણના પથ્થરને બહાર કાઢી અને વેચી નાખવું અને થોડી પુસ્તકો પ્રકાશિત કરવી." તો તે મુદ્દો મે સ્વીકાર્યો, અને તેમણે ખાસ કરીને મને સલાહ પણ આપી હતી, કે "જો તારી પાસે થોડું ધન આવે, તો પુસ્તકો પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરજે." તો તેમના આશીર્વાદથી તમારા સહયોગથી તે ઘણું સફળ બન્યું છે. હવે આપણી પુસ્તકો આખી દુનિયામાં વેચાય છે, અને ઘણું સંતોષકારક વેચાણ છે. તો ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરના આ પ્રાકટ્ય દિવસ પર, તેમના શબ્દોને યાદ કરવાનો પ્રયત્ન કરો, કે તેમને જોઈતું હતું કે આપણા તત્વજ્ઞાન પર જેટલી વધુ હોય તેટલી પુસ્તકો પ્રકાશિત થાય, અને તે ખાસ કરીને અંગ્રેજી-જાણકાર લોકોને આપવામાં આવે, કારણકે અંગ્રેજી ભાષા નવી દુનિયાની ભાષા છે. અમે આખી દુનિયામાં ભ્રમણ કરીએ છીએ. તો ક્યાય પણ અમે અંગ્રેજી બોલીએ, તે સમજાય છે, સિવાય કે અમુક જગ્યાઓ. તો આ દિવસે, ખાસ કરીને, ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરના પ્રાકટ્ય દિવસે, હું ખાસ કરીને મારા શિષ્યો કે જે મને સહકાર આપે છે તેને વિનંતી કરીશ, કે જેટલી શક્ય હોય તેટલી વધુ પુસ્તકો પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરો અને સમસ્ત દુનિયામાં વિતરણ કરો. તે શ્રી ચૈતન્ય મહાપ્રભુને અને ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરને પણ સંતોષ આપશે. આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.