GU/Prabhupada 0571 - વ્યક્તિએ પારિવારિક જીવનમાં ના રહેવું જોઈએ. તે વેદિક સંસ્કૃતિ છે



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: હવે જ્યારે તમે... તમે શું આ સંસ્થામાં એક ચોક્કસ સમય માટે જાઓ છો?

પ્રભુપાદ: કોઈ નિર્ધારિત સમયગાળો નથી. ના. પણ, કહો, મારા માટે, મને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું, મારા પિતા આ સંપ્રદાયમાં હતા...

પત્રકાર: ઓહ, તમારા પિતા...

પ્રભુપાદ: ઓહ હા. મારા પિતાએ મને બાળપણથી પ્રશિક્ષણ આપ્યું, હા. અને પછી હું મારા ગુરુને ૧૯૨૨માં મળ્યો, અને મારી દિક્ષા થઈ.. બધાની પાછળ પૃષ્ઠભૂમિ હતી, કારણકે જેમ મે તમને કહ્યું, ૮૦,૯૦ ટકા લોકો પરિવાર પરથી કૃષ્ણ ભાવનાભાવિત છે. તમે જોયું? તો અમને જીવનની શરૂઆતથી પ્રશિક્ષણ મળ્યું હતું. સત્તાવાર રીતે, અવશ્ય, મે મારા ગુરુ ૧૯૩૩માં સ્વીકાર્યા. ત્યારથી, મને થોડી પૃષ્ઠભૂમિ હતી, અને જ્યારથી હું મળ્યો, મે આ ખ્યાલ વિકસિત કર્યો.

પત્રકાર: અચ્છા, અચ્છા. તો તમે, એક રીતે, આ પ્રચાર તમારી પોતાની રીતે, ૧૯૩૩થી કરો છો.

પ્રભુપાદ: ના, હું આ પ્રચાર કરું છું ઓગણીસો..., વ્યાવહારિક રીતે '૫૯થી.

પત્રકાર: '૫૯, અચ્છા. તમે ત્યાં સુધી શું કર્યું...

પ્રભુપાદ: હું એક ગૃહસ્થ હતો. હું દવાઓનો વ્યવસાય કરતો હતો. પહેલા, હું એક મોટી રસાયણની પેઢીનો સંચાલક હતો. પણ હું આ જ્ઞાનની કેળવણી કરતો હતો જો કે હું ગૃહસ્થ હતો. હું બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન) પ્રકાશિત કરતો હતો...

પત્રકાર: તો તમે પ્રકાશિત કરતાં હતા...

પ્રભુપાદ: ભારતમાં.

પત્રકાર: ઓહ, અચ્છા.

પ્રભુપાદ: હા, મે ૧૯૪૭માં મારા ગુરુની આજ્ઞાથી ચાલુ કર્યું હતું. તો જે પણ હું કમાતો, હું ખર્ચ કરતો. હા. મને કશું મળતું ન હતું, પણ હું વિતરિત કરતો હતો. તો હું આ કાર્ય ઘણા લાંબા સમયથી કરતો હતો. પણ વાસ્તવમાં મારા પરિવાર સાથે બધો સંબંધ છોડી દીધા પછી, હું આ કાર્ય ૧૯૫૯થી કરું છું.

પત્રકાર: શું તમારે બાળકો છે?

પ્રભુપાદ: ઓહ હા, મારે પુખ્ત છોકરાઓ છે.

પત્રકાર: તમે બસ તેમને છોડી દીધા?

પ્રભુપાદ: હા. મારે પત્ની છે, મારા પૌત્રો છે, બધા જ, પણ મારે તેમની સાથે કોઈ સંબંધ નથી. તેઓ તેમની રીતે કરે છે. મારી પત્ની મોટા બાળકોના ભરોસે છે. હા.

પત્રકાર: શું તે...? મારો અર્થ છે કે મને તે સમજવું થોડું અઘરું લાગે છે, તમારા પરિવારને છોડી દેવું અને ફક્ત એવું કઈક કહેવું, "પછી મળીશું."

પ્રભુપાદ: હા, હા, તે વેદિક નિયમ છે. દરેકે પરિવારનો સંબંધ એક ચોક્કસ ઉમ્મરે છોડી દેવો જોઈએ, ૫૦ વર્ષ પછી. વ્યક્તિએ પારિવારિક જીવનમાં ના રહેવું જોઈએ. તે વેદિક સંસ્કૃતિ છે. એવું નથી કે મૃત્યુ સુધી, વ્યક્તિ પારિવારિક છે, ના. તે સારું નથી.

પત્રકાર: શું તમે તે સમજાવી શકો.

પ્રભુપાદ: સૌ પ્રથમ, એક છોકરાને બ્રહ્મચારી, આધ્યાત્મિક જીવન, તરીકે પ્રશિક્ષણ આપવામાં આવે છે. પછી તેને પારિવારિક જીવનમાં પ્રવેશ ન કરવાની સલાહ આપવામાં આવે છે. પણ જો તે તેના મૈથુન જીવનને નિયંત્રિત નથી કરી શકતો, તેને અનુમતિ આપવામાં આવે છે, "ઠીક છે. તું લગ્ન કર." પછી તે પારિવારિક જીવનમાં રહે છે. તો તે ૨૪ અથવા ૨૫ વર્ષે લગ્ન કરે છે. ૨૫ વર્ષો, તેને મૈથુન જીવનનો આનંદ કરવા દો. તે સમયમાં, તેને અમુક પુખ્ત બાળકો થઈ જાય છે. તો ૫૦ વર્ષની ઉમ્મરે, પતિ અને પત્ની ઘરેથી ચાલ્યા જાય છે અને તેઓ બધા તીર્થસ્થળોની યાત્રા કરે છે જેથી તેઓ પારિવારિક મોહથી વિરક્ત થઈ શકે. આ રીતે, જ્યારે માણસ થોડો વધુ ઉન્નત થાય છે, તે તેની પત્નીને કહે છે કે "તું જા અને પરિવારની દેખરેખ કર અને તારા પુત્રો, પુખ્ત, તે તારી સંભાળ રાખશે. મને સન્યાસ લેવા દે." તો તે એકલો બની જાય છે અને જે જ્ઞાન તેણે મેળવ્યું છે તેનો પ્રચાર કરે છે. તે વેદિક સંસ્કૃતિ છે. એવું નહીં કે માણસે જન્મથી મૃત્યુ સુધી પારિવારિક જીવનમાં રહેવું જોઈએ. ના. બુદ્ધ ધર્મમાં તે ફરજિયાત નિયમ છે કે એક બુદ્ધજીવીએ ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સન્યાસી રહેવું જોઈએ. હા. કારણકે આખો ખ્યાલ છે કેવી રીતે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવી. તો જો વ્યક્તિ તેના પારિવારિક જીવનમાં રહે, અડચણોથી યુક્ત, તે કોઈ આધ્યાત્મિક પ્રગતિ ના કરી શકે. પણ જો પરિવાર પણ, જો પરિવાર કૃષ્ણ ભાવનાભાવિત છે, તો તે મદદ કરે છે. પણ તે બહુ દુર્લભ છે. કારણકે પતિ કૃષ્ણ ભાવનાભાવિત હોય, પત્ની ના પણ હોય. પણ સંસ્કૃતિ એટલી સરસ છે કે દરેક વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત રહે છે.