GU/Prabhupada 0577 - કહેવાતા તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનીઓ, બધા જ, ધૂર્તો, મૂર્ખાઓ - ત્યાગ કરો



Lecture on BG 2.19 -- London, August 25, 1973

જેમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧) છે, તેમનું રૂપ, દિવ્ય રૂપ, શાશ્વત રૂપ, જ્ઞાનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, તેવી જ રીતે આપણે પણ, જોકે અંશ, તે જ ગુણ. તેથી તે કહ્યું છે, ન જાયતે, આ સમસ્યા, આ ધૂર્ત સમાજ, તેઓ સમજી ના શકે - કે હું શાશ્વત છું, મને આ જન્મ અને મૃત્યુની પરિસ્થિતીમાં મૂકવામાં આવ્યો છે. કોઈ ધૂર્ત સમજતું નથી. કહેવાતા તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો, બધા જ, તેથી ધૂર્તો, મૂર્ખાઓ. તેમનો ત્યાગ કરો. તરત જ તેમનો ત્યાગ કરો. તેઓ સખત મહેનત કરી રહ્યા છે. તે જ: નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪). જેમ કે પાગલ માણસ કામ કરે છે. પાગલ માણસના કામનું મૂલ્ય શું છે? તે આખો દિવસ અને રાત વ્યસ્ત છે, હું બહુ વ્યસ્ત છું. તો તમે કોણ છો શ્રીમાન? હું એક પાગલ માણસ છું. તમારું મગજ તૂટેલું છે, પાગલ. તો તમારા કામનું મૂલ્ય શું છે. પણ આ ચાલી રહ્યું છે.

તો કૃષ્ણ ભાવનામૃત, તમે જરા વિચાર કરો કેટલું મહત્વનુ આંદોલન છે તે. તે માનવ સમાજ માટે શ્રેષ્ઠ કલ્યાણ કાર્ય છે. તે લોકો મૂર્ખાઓ અને ધૂર્તો છે, અને તેમને કોઈ જ્ઞાન નથી, તેમની બંધારણીય સ્થિતિથી અજ્ઞાત, અને તેઓ બિનજરૂરી રીતે દિવસ અને રાત સખત મહેનત કરી રહ્યા છે. તેથી તેમને કહેવામા આવ્યા છે, મૂઢ. મૂઢ મતલબ ગધેડો. ગધેડો ધોબી માટે દિવસ અને રાત કામ કરે છે થોડા ઘાસ માટે. ઘાસ બધે જ પ્રાપ્ય છે, પણ તે, છતાં, તે વિચારે છે કે "જો હું ધોબી માટે કામ નહીં કરું, બહુ જ સખત પરિશ્રમ, મને ઘાસ નહીં મળે." તેને ગધેડો કહેવાય છે. તેથી, જ્યારે વ્યક્તિ આ જ્ઞાનની કેળવણી પછી બુદ્ધિશાળી બને છે... વ્યક્તિ બુદ્ધિશાળી બને છે. સૌ પ્રથમ બ્રહ્મચારી. પછી, જો વ્યક્તિ બ્રહ્મચારી ના રહી શકે, ઠીક છે, એક પત્ની સ્વીકારો, ગૃહસ્થ. પછી છોડી દો, વાનપ્રસ્થ. પછી સન્યાસ ગ્રહણ કરો. આ પદ્ધતિ છે. મૂઢ, તે લોકો દિવસ અને રાત ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરશે. તેથી, જીવનના એક ચોક્કસ સમયે, તે મૂર્ખતા છોડી દેવી જોઈએ અને સન્યાસ લેવો જોઈએ. ના, સમાપ્ત. તે સન્યાસ છે. હવે જીવનનો આ ભાગ પૂર્ણ પણે કૃષ્ણની સેવા માટે હોવો જોઈએ. તે સાચો સન્યાસ છે. અનાશ્રિત: કર્મફલમ કાર્યમ કર્મ કરોતી ય: (ભ.ગી. ૬.૧). તે મારૂ કર્તવ્ય છે કૃષ્ણની સેવા કરવી, હું શાશ્વત સેવક છું... કાર્યમ. કરવું જ પડે, મારે કૃષ્ણની સેવા કરવી જ જોઈએ. તે મારૂ પદ છે. તે સન્યાસ છે. અનાશ્રિત: કર્મફલમ કાર્યમ કર્મ કરોતી ય: કર્મીઓ, તેઓ ઇન્દ્રિય તૃપ્તિથી કોઈ સારા પરિણામની અપેક્ષા રાખે છે. તે કર્મી છે. અને સન્યાસી મતલબ... તેઓ પણ સખત પરિશ્રમ કરે છે, પણ ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં. કૃષ્ણની સંતુષ્ટિ માટે. તે સન્યાસ છે. આ સન્યાસ અને કર્મી છે. કર્મી પણ કામ કરે છે, સખત અને ખૂબ સખત, પણ બધુ જ તેના આમીષ મદ્ય સેવા માટે. અમીષ મદ્ય સેવા. વ્યવાય, ફક્ત મૈથુન જીવન, માંસાહાર, અને નશા માટે. અને ભક્ત તે જ રીતે કામ કરે છે, સખત, પણ કૃષ્ણની સંતુષ્ટિ માટે. આ અંતર છે. અને જો તમે, એક જીવન સમર્પિત કરો, આવી રીતે, કોઈ વધુ ઇન્દ્રિય તૃપ્તિ નહીં, ફક્ત કૃષ્ણ માટે, તો તમે આ પદ પર આવો છો, ન જાયતે, હવે વધુ મૃત્યુ નહીં, હવે વધુ જન્મ નહીં. કારણકે તમારું પદ છે ન જાયતે ન... તે તમારું વાસ્તવિક પદ છે. પણ કારણકે તમે અજ્ઞાનમાં છો, પ્રમત્ત:, તમે પાગલ બન્યા છો, તમે ગાંડા બન્યા છો; તેથી તમે આ ઇન્દ્રિય તૃપ્તિની પદ્ધતિ ગ્રહણ કરી છે. તેથી તમે એક ભૌતિક શરીરમાં ફસાયેલા છો, અને શરીર બદલાઈ રહ્યું છે. તેને જન્મ અને મૃત્યુ કહેવાય છે.