GU/Prabhupada 0579 - આત્મા બિલકુલ તે જ રીતે તેનું શરીર બદલે છે જે રીતે આપણે આપણા વસ્ત્રો બદલીએ છીએ



Lecture on BG 2.21-22 -- London, August 26, 1973

પ્રદ્યુમ્ન: અનુવાદ - "હે પાર્થ, કેવી રીતે એક વ્યક્તિ કે જે જાણે છે કે આત્મા અવિનાશી છે, અજન્મા, શાશ્વત અને અચળ છે, કોઈને મારી શકે કે મારવાનું કારણ બની શકે?

"જેમ વ્યક્તિ નવા વસ્ત્રો પહેરે છે, જૂના ત્યાગીને, તેવી જ રીતે, આત્મા નવા ભૌતિક શરીરો સ્વીકારે છે, જૂના અને બેકાર શરીરો છોડીને."

પ્રભુપાદ: તો આ બીજો રસ્તો છે વિશ્વાસ અપાવવાનો કે... બહુ જ સરળ વસ્તુ. કોઈ પણ સમજી શકે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ આપણા વસ્ત્રો, કોટ અને શર્ટ, જ્યારે તે જૂના થાય છે, ફાટી જાય છે, વપરાય તેવા નથી હોતા, તો આપણે તેને ફેંકી દઈએ છીએ અને નવું વસ્ત્ર લઈએ છીએ, શર્ટ, કોટ. તેવી જ રીતે, આત્મા બાળપણથી, શિશુકાળથી બદલાઈ રહ્યો છે. જેમ કે એક શિશુ પાસે જૂતાં છે, પણ જ્યારે તેને બાળકનું શરીર મળે છે, તે જૂતાં તેને થતાં નથી. તમારે બીજા જૂતાં લેવા પડે. તેવી જ રીતે, જ્યારે તેજ બાળક મોટો થાય છે અથવા શરીર બદલે છે, તેને બીજા જૂતાં જોઈએ છે. તેવી જ રીતે, આત્મા તેનું શરીર બદલી રહ્યો છે બિલકુલ તે જ રીતે કે જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ. વાસાંસી જીર્ણાની. જીર્ણાની મતલબ જ્યારે તે જૂનું થઈ જાય છે, વાપરી શકાય તેવું નથી રહેતું, યથા વિહાય, જેમ આપણે ત્યાગ કરીએ છીએ.. વિહાય મતલબ ત્યાગ કરવો. નવાની, નવું વસ્ત્ર. નર: અપરાણી ગૃહણાતિ. હવે શરીરને અહી વસ્ત્ર સાથે સરખાવ્યું છે. જેમ કે કોટ અને શર્ટ. દરજી કોટને શરીર પ્રમાણે કાપે છે. તેવી જ રીતે, આ ભૌતિક શરીર, જો તે શર્ટ અને કોટ છે, તો તે આધ્યાત્મિક શરીર પ્રમાણે કપાય છે. આધ્યાત્મિક શરીર નિરાકાર નથી, રૂપ વગરનું. જો તે નિરાકાર છે, તો કેવી રીતે નવા વસ્ત્ર, કોટ અને શર્ટ, ને હાથ અને પગ છે? તે સામાન્ય બુદ્ધિ છે. કોટને હાથ છે, અથવા પેન્ટને પગ છે, કારણકે વ્યક્તિ કે જે કોટ વાપરે છે, તેને હાથ અને પગ છે.

તો આ સાબિત કરે છે કે આધ્યાત્મિક શરીર નિરાકાર નથી. તે શૂન્ય નથી, તેને આકાર છે. પણ આકાર એટલો સૂક્ષ્મ છે, અણોર અણિયાન મહતો મહિયાન: એક આકાર છે અણુ કરતાં પણ નાનું. અણોર અણિયાન મહતો મહિયાન. બે રૂપ છે, આધ્યાત્મિક. એક છે પરમ ભગવાનનું રૂપ, વિરાટ રૂપ, મહતો મહિયાન, અને આપણું રૂપ, અણોર અણિયાન, અણુ કરતાં પણ સૂક્ષ્મ. તે કઠ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. અણોર અણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ. નિહિતો ગુહાયામ, ગુહાયામ મતલબ હ્રદયમાં. બંને છે. હવે શોધો, આધુનિક વિજ્ઞાન. બંને આત્મા અને પરમાત્મા, તે હ્રદયમાં સ્થિત છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ-દેશે (ભ.ગી. ૧૮.૬૧). હ્રદ... એવું નથી... એવું નથી કહ્યું કે "શરીરમાં બીજે કશે બેઠેલા છે." ના. હ્રદ-દેશે, હ્રદયમાં. અને વાસ્તવમાં, તબીબી વિજ્ઞાનથી, હ્રદય શરીરની બધી ગતિવિધિઓનું કેન્દ્ર છે, કાર્યાલય. અને મગજ સંચાલક છે. નિર્દેશક છે, કૃષ્ણ. તેઓ કહે છે બીજી જગ્યાએ, સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ઠ: (ભ.ગી. ૧૫.૧૫). બધુ જ સ્પષ્ટ છે.