GU/Prabhupada 0580 - આપણે ભગવાનની અનુમતિ વગર આપણી ઇચ્છાઓની પૂર્તિ ના કરી શકીએ



Lecture on BG 2.21-22 -- London, August 26, 1973

સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ટ: (ભ.ગી. ૧૫.૧૫), "હું દરેક વ્યક્તિના હ્રદયમાં બેઠેલો છું." ભગવાનને શોધો, કૃષ્ણને શોધો. ઘણી જગ્યાએ, બધા વેદિક સાહિત્યોમાં, ગુહાયામ. ગુહાયામ મતલબ હ્રદયમાં. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ટો મત્ત: સ્મૃતિર જ્ઞાનમ આપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫) પરમ નિર્દેશક, કૃષ્ણ, અહી બેઠેલા છે, અને તેઓ નિર્દેશન આપે છે, "હવે આ જીવને તેની ઈચ્છા આ રીતે પૂર્ણ કરવી છે." તેઓ ભૌતિક પ્રકૃતિને નિર્દેશન આપે છે. "હવે, એક વાહન બનાવો, શરીર, આ ધૂર્ત માટે આ રીતે. તેને આનંદ માણવો છે. ઠીક છે, તેને મજા કરવા દો." આ ચાલી રહ્યું છે. આપણે બધા ધૂર્તો, આપણે જીવનની વિભિન્ન રીતો નિર્માણ કરીએ છીએ. "હું વિચારું છું." તો તમે વિચારો છો. જેવુ તમે વિચારો છો.. પણ આપણે ભગવાનની અનુમતિ વગર આપણી ઇચ્છાઓની પૂર્તિ ના કરી શકીએ. તે શક્ય નથી. પણ કારણકે આપણે જિદ્દી છીએ, કે "મારે મારી ઈચ્છા આ રીતે જ પૂરી કરવી છે," કૃષ્ણ અનુમતિ આપે છે, "ઠીક છે." જેમ કે એક બાળક કોઈ વસ્તુ લેવાની જીદ કરે છે. પિતા આપે છે, "ઠીક છે, લઈ લે." તો બધા શરીરો આપણે મેળવીએ છીએ, જોકે ભગવાનની અનુમતિથી, પણ તેઓ અચકાતાં અનુમતિ આપે છે "કેમ આ ધૂર્તને આમ જોઈએ છે?" આ આપણી સ્થિતિ છે. તેથી, છેલ્લે કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય, (ભ.ગી. ૧૮.૬૬) "આ ધૂર્તતા છોડી દે, 'મારે આ શરીર જોઈએ છે, મારે તે શરીર જોઈએ છે, મારે જીવનનો આ રીતે આનંદ માણવો છે' - આ બધુ બકવાસ છોડી દે."

તો અહી વેદિક સાહિત્યોમાં આપણે જોઈએ છીએ કે બંને ભગવાન અને જીવ, તેઓ હ્રદયમાં સ્થિત છે. જીવ, ઈચ્છા કરે છે, અને સ્વામી અનુમતિ આપે છે, અને પ્રકૃતિ અથવા ભૌતિક પ્રકૃતિ શરીર આપે છે. "અહી શરીર છે, તૈયાર, શ્રીમાન. આવી જાઓ." તેથી આપણા બંધનનું અથવા મુક્તિનું મૂળ કારણ છે ઈચ્છા. જેમ આપણે ઈચ્છીએ છીએ. જો તમે ઈચ્છો, જો તમે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ, ની ફસામણીથી મુક્ત થવાનું ઈચ્છો, તે તૈયાર છે. અને જો તમે આ ફસામણીને ચાલુ રાખવાનું ઈચ્છો, શરીરનો બદલાવ, વાસાંસી જીર્ણાની... કારણકે તમે આ ભૌતિક શરીરમાં આધ્યાત્મિક જીવનનો આનંદ ના માણી શકો. તમે આ ભૌતિક શરીરમાં ભૌતિક જગતનો આનંદ માણી શકો. અને જો તમે આધ્યાત્મિક જીવનનો આનંદ માણવો છે, તો તમારે તે આધ્યાત્મિક શરીરમાં માણવો પડે. પણ કારણકે આપણને આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક આનંદ, વિશે કોઈ માહિતી નથી, આપણે ફક્ત આ જગતનો આનંદ માણવા વિશે ઈચ્છા કરીએ છીએ. પુન: પુનસ ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦), ચાવેલાને ફરીથી ચાવવું. તે જ મૈથુન, તેજ પુરુષ અને સ્ત્રી, તેઓ ઘરે આનંદ માણી રહ્યા છે. ફરીથી તે જ નગ્ન નૃત્યમાં જવું. વિષય વસ્તુ તે જ છે, મૈથુન, અહિયાં કે ત્યાં. પણ તેઓ વિચારે છે, "જો હું તે થિએટર અથવા નગ્ન નૃત્યમાં જઈશ, તો બહુ આનંદ આવશે." તો તેને કહેવાય છે પુન: પુનસ ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦), ચાવેલાને ફરીથી ચાવવું. તે જ મૈથુન જીવન ઘરે, ચાવવું, અને નગ્ન નૃત્યમાં જવું, ચાવવું. ચાવેલાને ચાવવું. તેમાં કોઈ રસ નથી. કોઈ રસ નથી; તેથી તેઓ નિરાશ થઈ રહ્યા છે. કારણકે વસ્તુ તે જ છે. જેમ કે તમે શેરડીને ચાવો અને રસ લઈ લો, અને ફરીથી જો તમે ચાવો, તો તમને શું મળે? પણ તેઓ એટલા મંદબુદ્ધિ છે, એટલા ધૂર્ત, તેઓ જાણતા નથી. તેઓ મેળવવાનો પ્રયત્ન કરે છે, મારા કહેવાનો મતલબ, આનંદ જે પહેલેથીજ માણી લીધો છે, પહેલેથી જ ચાખી લીધો છે. પુન: પુનસ ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). અદાન્ત ગોભીર વિષતામ તમિશ્રમ પુન: પુનસ ચર્વિત ચર્વણાનામ. એક મનુષ્ય.... તમે જોશો કે જ્યારે કુતરાઓ, તેઓ મૈથુન કરશે, તેમને કોઈ શરમ નથી. ઘણા, બધા વાસનાના ભૂખ્યા લોકો ત્યાં ઊભા રહેશે અને જોશે. જોવું મતલબ તેઓ ઈચ્છા કરે છે, "જો હું આ રીતે રસ્તા પર આનંદ માણી શકું." અને ક્યારેક તેઓ કરે છે. આ ચાલી રહ્યું છે. પુન: પુનસ ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦).