GU/Prabhupada 0590 - શુદ્ધિકરણ મતલબ વ્યક્તિએ જાણવું જ જોઈએ કે 'હું આ શરીર નથી, હું આત્મા છું'



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

તો આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતિ અધ: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). તો માત્ર આ આનંદ માટે જ આપણે ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ. આપણા મગજ પ્રમાણે, તુચ્છ મગજ, આપણે યોજનાઓ બનાવીએ છીએ. જેમ કે, રાજ્યમાં પણ, તેઓ યોજનાઓ બનાવે છે. વ્યક્તિગત રીતે, અને વ્યાપારી રીતે પણ, દરેક વ્યક્તિ યોજના બનાવી રહ્યું છે. યોજના બનાવવી મતલબ બદ્ધ બનવું. અને તેણે, તેમણે યોજનાઓને પૂર્ણ કરવા ફરીથી જન્મ લેવો પડશે. વાસના. આને વાસના કહેવાય છે. તો આપણે આપણી વાસના, ઈચ્છા, ને શુદ્ધ કરવાની છે. તેની જરૂર છે. જો આપણે શુદ્ધ નહીં કરીએ, તો આપણે જન્મ લેવો પડશે, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન. તો તે ઈચ્છા, કેવી રીતે તે શુદ્ધ થઈ શકે? તે ઈચ્છા શુદ્ધ થઈ શકે. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). આપણે આ ઉપાધિને છોડી દેવી પડે, "હું બ્રાહ્મણ છું," "હું શુદ્ર છું," "હું ક્ષત્રિય છું," "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું આ અને..." ઘણી બધી ઉપાધિઓ. કારણકે હું આધ્યાત્મિક આત્મા છું, પણ આ, આ આવરણ મારી ઉપાધિ છે. તો જો હું પોતાને આ ઉપાધિ સાથે ઓળખું, તો મારે જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન કરવું પડશે. તે તમે શુદ્ધ કરી શકો. તે કેવી રીતે શુદ્ધ થઈ શકે? તે ભક્તિમય સેવાથી શુદ્ધ થઈ શકે. જ્યારે તમે સમજો કે તમે કૃષ્ણના અભિન્ન અંશ છો, જ્યારે હું સમજુ કે "હું કૃષ્ણ સાથે શાશ્વત રીતે સંબંધ ધરાવું છું. તેઓ પરમ છે, હું સેવક છું," અને જ્યારે હું પોતાને તેમની સેવામાં જોડીશ, તે ઈચ્છાઓનું શુદ્ધિકરણ છે. કૃષ્ણ ભાવનામૃત વગર, દરેક વ્યક્તિ અલગ અલગ ભૌતિક ચેતનાઓ પર કાર્ય કરી રહ્યું છે. "હું અમેરિકન છું. તેથી મારે આ રીતે જ કામ કરવું પડે. મારે રશિયન સાથે લડવું જ પડે." રશિયન વિચારે છે કે "હું રશિયન છું. મારે અમેરિકન સાથે લડવું જ પડે." અથવા ચીન... ઘણી બધી ઉપાધિઓ. આને માયા કહેવાય છે, ભ્રમ.

તો આપણે શુદ્ધ કરવું પડે. તે શુદ્ધિકરણ મતલબ વ્યક્તિએ જાણવું જ જોઈએ કે "હું આ શરીર નથી. હું આધ્યાત્મિક આત્મા છું." તો હું આત્મા તરીકે શું કરું છું? જે પણ હું કરું છું, વર્તમાન સમયે, આ જીવનના શારીરિક ખ્યાલ પર... પણ તેના વિશે શું, હું આત્મા તરીકે શું કરું છું? આ જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આવે છે જ્યારે આપણે શુદ્ધ થઈએ છીએ.

બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
સમ: સર્વેશુ ભૂતેશુ
મદ ભક્તિમ લભતે પરમ
(ભ.ગી. ૧૮.૫૪)

મદ ભક્તિમ લભતે પરમ. ક્યારે? આ ભૌતિક ઉપાધિથી મુક્ત થયા પછી, બ્રહ્મભૂત: મુક્ત થયા પછી, તેની પહેલા નહીં. તો ભક્તિ એક લાગણી નથી. ભક્તિ... લોકો કહે છે, "જે લોકો બહુ વિદ્વાન નથી, વેદિક ગ્રંથોનો બહુ સારી રીતે અભ્યાસ નથી કરી શકતા, અને તેથી તેઓ ભક્તિ ગ્રહણ કરે છે." ના. ભક્તિ, વાસ્તવિક ભક્તિ, શરૂ થાય છે જ્યારે વ્યક્તિ પૂર્ણ રીતે

બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
સમ: સર્વેશુ ભૂતેશુ
મદ ભક્તિમ લભતે પરમ
(ભ.ગી. ૧૮.૫૪)

તે, તે ભક્તિમય સેવા આપવાનું શુદ્ધ દિવ્ય સ્તર છે, ભૌતિક ઉપાધિમાથી મુક્ત થયા પછીનું. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તેણે નિર્મલ કહેવાય છે. તે મુક્તિ છે. કારણકે આત્મા શાશ્વત છે. તેને શુદ્ધ કરવી પડે, ભૌતિક અશુદ્ધિઓમાથી. તો જ્યારે તે શુદ્ધ છે, ત્યારે ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે... આ અમેરિકન હાથ અથવા ભારતીય હાથ નહીં. "તે કૃષ્ણનો હાથ છે. આ હાથને કૃષ્ણની સેવામાં જોડવો પડે, મંદિરને સાફ કરવામાં." જો વ્યક્તિ તેવી રીતે વિચારે છે, તે ઘણો, ઘણો મહાન છે કોઈ પણ વેદાંતી કરતાં. જો તે ફક્ત જાણે છે કે "આ હાથ કૃષ્ણનો છે," તો તે કોઈ પણ વેદાંતી કરતાં ઘણો, ઘણો, મહાન છે. આ વેદાંતીઓ... અવશ્ય, બધા ભક્તો, તે લોકો વેદાંતીઓ છે. પણ કોઈ વ્યક્તિ વિચારે છે કે તેણે વેદાંતમાં ઇજારો મેળવ્યો છે. વેદ મતલબ જ્ઞાન. અંત મતલબ પરમ. તો વેદાંત મતલબ પરમ જ્ઞાન. તો પરમ જ્ઞાન કૃષ્ણ છે. વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્ય (ભ.ગી. ૧૫.૧૫). તો આ કહેવાતો વેદાંતી, જો તે સમજી ના શકે કે કૃષ્ણ શું છે, તો તે વેદાંતીનો મતલબ શું છે? તેનો કોઈ અર્થ નથી. તે પૂર્ણ વેદાંતી છે, જે જાણે છે કે "કૃષ્ણ પરમ ભગવાન છે. તેઓ મારા સ્વામી છે. હું તેમનો શાશ્વત સેવક છું." આ વેદાંત જ્ઞાન છે.

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.