GU/Prabhupada 0592 - તમારે ફક્ત કૃષ્ણ વિશે વિચારવું જોઈએ, તે પૂર્ણતા છે



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

પ્રભુપાદ: તો તે અભ્યાસ છે. તમારે ફક્ત કૃષ્ણ વિશે વિચારવાના સ્તર પર આવવું જોઈએ. તે પૂર્ણતા છે. અને જો તમે ઘણી બધી વસ્તુઓથી મૂંઝાઈ જશો, તો એક બિલાડી, કૂતરો, હરણ, અથવા દેવતા, કઈ પણ, બનવાનું સંકટ છે.

ભારતીય: મહારાજ, કેમ તમે...?

પ્રભુપાદ: યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતિ અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). તમારી, મૃત્યુ સમયે, જે પણ ઈચ્છા હશે, તમે આગલું શરીર તે પ્રમાણે મેળવશો. તે પ્રકૃતિનો નિયમ છે. (તોડ) ... રશિયામાં, મોસ્કોમાં, ઘણા યુવાન માણસો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સ્વીકારવા માટે ઘણા આતુર. અને એમાથી અમુક મારા દ્વારા દિક્ષિત છે. અને તેઓ કરી રહ્યા છે. જેમ કે આ છોકરાઓ કરી રહ્યા છે. તો આ... જ્યાં સુધી મારા અનુભવનો પ્રશ્ન છે, જ્યાં પણ હું જઉ છું, લોકો એક સમાન છે. તે કૃત્રિમ રીતે, મારા કહેવાનો મતલબ, તેમને સામ્યવાદી અથવા આ અને તે તરીકે કહેવામા આવે છે. (તોડ) .. લોકો, તે બધા એક સમાન જ છે. જેવુ અમે કૃષ્ણ ભાવનામૃતની વાત કરીએ છીએ, તરત જ તેઓ પ્રતિક્રિયા આપે છે. તે મારુ અનુભવ છે. વાસ્તવમાં તે હકીકત છે. ચૈતન્ય ચરિતામૃતમાં, તે કહ્યું છે, નિત્યસિદ્ધ કૃષ્ણપ્રેમ સાધ્ય કભુ નય, શ્રવણાદી શુદ્ધ ચિત્તે કરયે ઉદય (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭). કૃષ્ણ ભાવનામૃત દરેક વ્યક્તિના હ્રદયમાં છે. તે સુષુપ્ત છે. પણ તે અશુદ્ધ છે અને ભૌતિક અસ્વચ્છ વસ્તુઓથી આવરિત છે. શ્રવણાદી શુદ્ધ ચિત્તે. આનો મતલબ, જેમ તમે સાંભળો છો... જેમ કે આ છોકરાઓ, આ અમેરિકન અને યુરોપીયન છોકરાઓ, તેઓ આવ્યા હતા, સૌ પ્રથમ, મને સાંભળવા. સાંભળીને, સાંભળીને, હવે તેમની કૃષ્ણ ભાવના જાગૃત થઈ છે, અને હવે તેમણે કૃષ્ણ ભક્તિનો ગંભીરતાથી સ્વીકાર કર્યો છે (તોડ) દરેક વ્યક્તિની અંદર કૃષ્ણ ભાવનામૃત છે. આ વિધિ, સંકીર્તન આંદોલન, તેને જાગૃત કરવા માટે છે. બસ. જેમ કે એક માણસ ઊંઘી રહ્યો છે. તેને જગાડવો: "ઉઠ! ઉઠ!" ઉત્તીષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તો આ આપણી વિધિ છે. એવું નથી કે કૃત્રિમ રીતે આપણે કોઈ વ્યક્તિને કૃષ્ણ ભાવનાભાવિત કરી રહ્યા છીએ. કૃષ્ણ ભાવના પહેલેથી જ છે. તે દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે. કૃષ્ણ કહે છે, મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭). જેમ કે પિતા અને પુત્ર. કોઈ વિયોગ ના હોઈ શકે. પણ ક્યારેક એવું થાય છે કે પુત્ર ઘરેથી ચાલ્યો જાય છે, કોઈ રીતે, અથવા બાળપણથી. તે ભૂલી જાય છે કે તેનો પિતા કોણ છે. તે અલગ વસ્તુ છે. પણ પિતા અને પુત્રનો સંબંધ ક્યારેય નથી તૂટતો.