GU/Prabhupada 0593 - જેવા તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો, તમે આનંદમય બનો છો



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

પ્રભુપાદ: તો આપણે બધા કૃષ્ણના અભિન્ન અંશ છીએ, મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭). તો આપણો સંબંધ શાશ્વત છે. અત્યારે આપણે ભૂલી ગયા છીએ. આપણે વિચારીએ છીએ કે "હું કૃષ્ણનો નથી; હું અમેરિકાનો છું." "હું ભારતનો છું" આ આપણો ભ્રમ છે. તો યોગ્ય વિધિથી... વિધિ છે સાંભળવું. અને તેના કાનથી સાંભળવું: "તમે અમેરિકન નથી. તમે કૃષ્ણના છો. તમે અમેરિકન નથી." "તમે ભારતીય નથી. તમે કૃષ્ણના છો." આ રીતે, સાંભળવાથી, સાંભળવાથી, તે વિચારી શકે: "ઓહ, હા, હું કૃષ્ણનો છું." આ માર્ગ છે. આપણે નિરંતર કહેતા રહેવું પડે: "તમે અમેરિકન નથી. તમે ભારતીય નથી. તમે રશિયન નથી. તમે કૃષ્ણના છો. તમે કૃષ્ણના છો." પછી દરેક મંત્રનું મૂલ્ય હોય છે; પછી તે વિચારશે, "ઓહ, હા, હું કૃષ્ણનો છું." બ્રહ્મભૂત: પ્રસ... "કેમ હું વિચારતો હતો કે હું રશિયન છું અને અમેરિકન છું અને આ અને તે?" બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ (ભ.ગી. ૧૮.૫૪). જેવો તે આ સ્તર પર આવે છે, તેને કોઈ પસ્તાવો નથી થતો. અહી, અમેરિકન કે ભારતીય કે રશિયન તરીકે, આપણને બે વસ્તુઓ હોય છે: પસ્તાવો અને આકાંક્ષા કરવી. દરેક વ્યક્તિ આકાંક્ષા કરે છે, જે તેની પાસે નથી: "મારી પાસે આ હોવું જ જોઈએ." અને જે તે ધરાવે છે, જો તે ખોવાઈ જાય છે, તે પસ્તાવો કરે છે: "ઓહ, મે ગુમાવી દીધું." તો આ બે કાર્યો ચાલી રહ્યા છે. જ્યાં સુધી તમે કૃષ્ણ ભાવનામૃતમાં નથી આવતા, તમારા, આ બે કાર્યો ચાલ્યા કરે છે, પસ્તાવું અને આકાંક્ષા કરવી. અને જેવા તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો, તમે આનંદમય બનો છો. પસ્તાવાનું કોઈ કારણ નથી. પસ્તાવાનું કોઈ કારણ નથી. બધુ જ પૂર્ણ છે. કૃષ્ણ પૂર્ણ છે. તો તે મુક્ત થઈ જાય છે. તે બ્રહ્મભૂત: સ્તર છે. તો આ વસ્તુ સાંભળવાથી જાગૃત થઈ શકે છે. તેથી વેદિક મંત્રને શ્રુતિ કહેવામા આવે છે. વ્યક્તિએ આ જાગૃતિ કાન દ્વારા જ મેળવવી પડે. શ્રવણમ કિર્તનમ વિષ્ણો (શ્રી.ભા. ૭.૫.૨૩). હમેશા વ્યક્તિએ વિષ્ણુ વિશે સાંભળવું જોઈએ અને કીર્તન કરવું જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. પછી ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨), બધુ જ સ્વચ્છ થઈ જશે, અને તે સમજશે કે "હું કૃષ્ણનો શાશ્વત સેવક છું."

ભારતીય: (તોડ)

જ્યારે તમે વૈષ્ણવ બનો છો, બ્રાહ્મણ ગુણ પહેલેથી જ સમાવેશ થઈ જાય છે. સામાન્ય વિધિ છે, જ્યાં સુધી વ્યક્તિ સત્વગુણના સ્તર પર નથી આવતો, તે કૃષ્ણ ભાવનામૃત સમજી ના શકે. તે સામાન્ય સિદ્ધાંત છે. પણ આ કૃષ્ણ, ભક્તિમય સેવા, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તે એટલું સરસ છે તે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવા માત્રથી, તમે તરત જ બ્રાહ્મણ સ્તર પર આવી જાય છે. નષ્ટ પ્રાયેશુ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). અભદ્ર. અભદ્ર મતલબ ભૌતિક પ્રકૃતિના આ ત્રણ ગુણો. બ્રાહ્મણ ગુણો પણ. શુદ્ર ગુણ, વૈશ્ય ગુણ, અથવા ક્ષત્રિય ગુણ, અથવા બ્રાહ્મણ ગુણ. તે બધા અભદ્ર છે. કારણકે બ્રાહ્મણ ગુણમાં, ફરીથી તે જ ઓળખ આવે છે. "ઓહ, હું બ્રાહ્મણ છું. કોઈ પણ વ્યક્તિ જન્મ સિવાય બ્રાહ્મણ ના બની શકે. હું મહાન છું. હું બ્રાહ્મણ છું." આ ખોટી પ્રતિષ્ઠા આવે છે. તો તે બદ્ધ થાય છે. બ્રાહ્મણ ગુણોમાં પણ. પણ જ્યારે તે આધ્યાત્મિક સ્તર પર આવે છે, વાસ્તવમાં, જેમ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું, "હું બ્રાહ્મણ નથી, હું સન્યાસી નથી, હું ગૃહસ્થ નથી, હું બ્રહ્મચારી નથી," ના, ના, ના... આ આઠ સિદ્ધાંતો, વર્ણાશ્રમ, તેઓ નકારે છે. તો તમે કોણ છો? ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસાનુદાસ: (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). "હું કૃષ્ણના દાસના દાસનો દાસ છું." આ આત્મ-સાક્ષાત્કાર છે.